Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

"બેટી બચાઓ બેટી પઢાઓ"ના સંદેશ સાથે CRPF ની 150 મહિલાઓની બાઇક રેલી ડભોઇ ખાતે પહોંચી

અહેવાલ - પીન્ટુ પટેલ, ડભોઇ બેટી બચાઓ બેટી પઢાઓના સંદેશ સાથે CRPF ની 150 મહિલાઓ અને અધિકારીઓની બાઈક રેલી વડોદરા જિલ્લાના ડભોઇ કોલેજ કેમ્પસમાં ખાતે આવી પહોંચી હતી. 15 રાજ્યની સરહદ ઉપર ફરીને 10000 કિલોમીટરનું અંતર કાપીને આવેલ બાઇક રેલીનું...
 બેટી બચાઓ બેટી પઢાઓ ના સંદેશ સાથે crpf ની 150 મહિલાઓની બાઇક રેલી ડભોઇ ખાતે પહોંચી
અહેવાલ - પીન્ટુ પટેલ, ડભોઇ
બેટી બચાઓ બેટી પઢાઓના સંદેશ સાથે CRPF ની 150 મહિલાઓ અને અધિકારીઓની બાઈક રેલી વડોદરા જિલ્લાના ડભોઇ કોલેજ કેમ્પસમાં ખાતે આવી પહોંચી હતી. 15 રાજ્યની સરહદ ઉપર ફરીને 10000 કિલોમીટરનું અંતર કાપીને આવેલ બાઇક રેલીનું ડભોઇ કોલેજ કેમ્પસ ખાતે પુષ્પ ગુજથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
10000 કિલોમીટરનું અંતર કાપી શિલોગો અને શ્રીનગર થી નીકળેલી મહિલાઓ આજે  ડભોઇ ખાતે આવી પહોંચી હતી, ત્યારે તેમનું સ્વાગત ઉપસ્થિત મહાનુભવો અને અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલી 15 રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશો માંથી પસાર થઈને 10000 હજાર કિલોમીટરનું અંતર કાપીને આવી હતી.
દર વર્ષે CRPF દ્વારા સમાજ તેમજ દેશના લોકો સુધી ઉપયોગી સંદેશ પહોંચે તે માટે અનેક મુદ્દાઓને લઈને અલગ અલગ રાજ્યો માંથી બાઈક ચલાવી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા હોય છે.  તેવામાં આ વર્ષે બેટી બચાઓ બેટી પઢાઓના સ્લોગન સાથે સીઆરપીએફની 150 જેટલી મહિલાઓ પાંચ ઓક્ટોબરથી અલગ અલગ રાજ્યમાંથી નીકળી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જવા રવાના થઈ હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.