Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: મોડેલ બનાવવાની લાલચે 15 વર્ષની સગીરાને દેહ વ્યાપારમાં ધકેલી, 3 મહિલાઓની પોલીસે કરી ધરપકડ

સગીરાને 3 યુવતીઓએ બુરખો ફેરવી દેહ વ્યપાર માટે લઈ જતી સગીરા નબળી ન પડે એટલે દવા પણ પિવડાવતા હતા વટવા પોલીસે દેહ વ્યાપારનો ધંધો કરાવતી ત્રણ મહિલાઓની કરી ધરપકડ Ahmedabad: ફિલ્મ અને મોડેલ લાઈનમાં જવાની ઘેલછામાં રહેતી યુવતીઓ માટે...
ahmedabad  મોડેલ બનાવવાની લાલચે 15 વર્ષની સગીરાને દેહ વ્યાપારમાં ધકેલી  3 મહિલાઓની પોલીસે કરી ધરપકડ
Advertisement
  1. સગીરાને 3 યુવતીઓએ બુરખો ફેરવી દેહ વ્યપાર માટે લઈ જતી
  2. સગીરા નબળી ન પડે એટલે દવા પણ પિવડાવતા હતા
  3. વટવા પોલીસે દેહ વ્યાપારનો ધંધો કરાવતી ત્રણ મહિલાઓની કરી ધરપકડ

Ahmedabad: ફિલ્મ અને મોડેલ લાઈનમાં જવાની ઘેલછામાં રહેતી યુવતીઓ માટે એક ચોકાવનારો અને ભલભલાને હચમચાવી મચાવી મૂકે એવો કિસ્સો સામે આવ્યો છે. ત્રણ મહિલાઓએ મળીને 15 વર્ષની સગીરાને દેહ વેપારના ધંધામાં ધકેલી જીવન હરામ કરી નાખ્યું. પોલીસે કરેલી તપાસમાં કેટલીક ઘટસ્ફોટ માહિતી સામે આવી છે. Ahmedabad માં દેહ વ્યાપારમાં શામેલ ઝરીના શેખ, અફસાના બાનુ અને સરીન બાનું સગીરાને બુરખો પહેરાવી રિક્ષામાં વેપાર માટે લઈ જતી.

આ પણ વાંચો: વધુ એક ગ્રાન્ટેડ શાળાને લાગશે 'અલીગઢી તાળું'! વાલીઓમાં રોષ, લગાવ્યો ગંભીર આરોપ

Advertisement

વટવા પોલીસે ત્રણ મહિલા આરોપીની ધરપકડ કરી લીધી

વાત માત્ર આટલેથી અટકતી નથી જતી, પીડિતા સગીર વયની હોવાથી થાકી ન જાય અને ગ્રાહકોની હવસને પૂરી કરે તે માટે કોરેક્સની દવા પીવા માટે પણ મજબૂર કરવામાં આવતી હતી. આ મામલે પીડિતાના માતા-પિતાએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં વટવા પોલીસે ત્રણ મહિલા આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ત્રણ મહિલા આરોપીઓ સામે એક બે નહીં પરંતુ સબક મળે એ પ્રકારે 20 પ્રકારની અલગ અલગ સખત કલમ લગાવી કાયદાનો સકંજો કસાય એ પ્રકારે કાર્યવાહી કરાઈ છે.

Advertisement

આ પણ વાંચો: સુરતના તત્કાલિન ટાઉન પ્લાનીંગ ઓફીસર સામે ગાળિયો કસતી વડોદરા ACB

સગીરાને લાલચ આપતી કે, ‘તેનો ભાઈ મોડેલ છે અને બહેન એક્ટર છે’

નોંધનીય છે કે, ધોરણ 9 સુધી અભ્યાસ કરેલ સગીરા સૌથી પહેલા વટવા વિસ્તારની દેહ વેપારનો વેપલો કરતી અફસાના બાનુના સંપર્કમાં આવી હતી. પીડિત સગીરા ફિલ્મ અને મોડેલમાં જવાની ઘેલછા ધરાવતી હતી. જેથી અફસાના બાનુએ તેનો લાભ લઈ દેહ વેપારના ધંધામાં લીકેલી દીધી. સગીરાને લાલચ આપી હતી કે, તેનો ભાઈ દુબઈમાં મોડેલ છે અને તેની બહેન મુંબઈમાં એક્ટર છે. જેથી મોડેલ અને ફિલ્મની લાઈનમાં લઈ જવા માટે મદદ કરશે. સગીરા અફસાનાની લાલચમાં આવી ગઈ હતી. જે બાદ અફસાનાએ સગીરાને તેની પાસે આવતા ગ્રાહકો પાસે મોકલતી હતી.

આ પણ વાંચો: આગામી 7 દિવસ ભારે વરસાદ પડશે ? જાણો હવામાન વિભાગની આગાહી વિશે

સગીરા ગભરાઈ ગઈ અને બિહાર ભાગી ગઈ

સગીરા સાથે આ પ્રકારની ઘટના બન્યા બાદ તે ડઘાઈ ગઈ હતી. પરંતુ ડરના માર્યા પોતાની સાથે બનેલ ઘટના કોઈને કહી ન શકી. ગભરાયેલ સગીરાને આ બાબતે પછતાવો થતાં, બિહાર ભાગી છુટી હતી. જોકે ત્રણેય આરોપી મહિલાઓએ તેને ફોન કરી અવારનવાર ધમકી આપી, જિંદગી બરબાદ કરી નાખી હતી. જેથી સગીરા ફરીથી 8 ઓગસ્ટ સુધી Ahmedabad આવી ગઈ હતી. આ દરમિયાન કોઈ ફરિયાદ દાખલ થઈ ન હતી.

આખરે પોલીસે ત્રણેય આરોપી મહિલાઓની ધરપકડ કરી

જોકે 10 ઓગસ્ટે જ્યારે સગીરા પોતાની માતા સાથે કરિયાણાનો સામાન લેવા નીકળી હતી, ત્યારે ભાગી છુટી હતી અને અફસાના પાસે પહોંચી ગઈ હતી. જે બાદ મુખ્ય આરોપી અફસાના બાનુએ સગીરાને અનૈતિક કામોમાં વ્યસ્ત રાખતી. વાત માત્ર આટલી અટકતી નથી અફસાના બાનુએ તેની અન્ય બે સાગરિત યુવતીઓ પાસે પણ દેહ વ્યાપારના ધંધા માટે મોકલતી. જેમાં રીલીફ રોડ વિસ્તારની ઝરીના શેખ અને દાણીલીમડા વિસ્તારની સરીન બાનુનો સમાવેશ થાય છે. પોલીસ તપાસના સામે આવ્યું છે કે, ત્રણ આરોપી પૈકી અફસાના બાનુ નામની આરોપી બે વાર કોર્પોરેશનની ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડી ચૂકી છે. પોલીસે આરોપીને પકડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને મોબાઈલ ફોન લોકેશનના આધારે આરોપી ત્રણેય યુવતીઓને ઝડપી પાડી હતી. અત્યારે આ ત્રણેય આરોપીઓ સામે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અહેવાલઃ અર્પિત દરજી, અમદાવાદ

Tags :
Advertisement

.

×