Gondal: 12 વર્ષના 2 બાળકોએ ગણિતના રેકોર્ડ માટે માર્યો હનુમાન કૂદકો, વાંચો આ અહેવાલ
- ઓમ અને દધ્યંગે ગણિતમાં બનાવ્યો પોતાનો અનોખો રેકોર્ડ
- જોશી ઓમે માત્ર 1 મિનિટમાં 97 ભાગાકાર ગણી બતાવ્યાં
- કાકડીયા દધ્યંગે 1 મિનિટમાં 75 ગુણાકાર ગણીને કર્યો રેકોર્ડ
Gondal: કોઈ પૂછે કે 891 ને 9 વડે ભાગીએ તો શું જવાબ આવે? શુ આવો જવાબ કોઈ સાંભળતાવેત તરત જ આપી શકે? કદાચ જો કેલ્ક્યુલેટરમાં આ જોઈએ તો પણ 6 સ્વિચ દબાવતા પણ 3 સેકન્ડ તો થાય જ અને જો જવાબ લખવાનું કહે તો 2 આંકડા લખવામાં પણ 2 સેકન્ડ તો જોઈ જ અને હવે જો કોઈ પૂછે કે 1 મિનિટમાં આવા કેટલા ભાગાકાર કે ગુણાકાર થઈ શકે તો આપનો જવાબ શુ હોય? જો આપને માત્ર 1 જ મિનિટ એટલે કે ખાલી 60 સેકન્ડની અંદર એવા ભાગાકાર અને ગુણાકાર કરવાનું કહેવા માં આવે તો કેટલા થાય?
વર્તમાન સમયમાં જ્યારે મોટાભાગના માતા-પિતા માટે મોબાઈલ એક સમસ્યા થઈ ગયો છે અને બાળકોને શું પ્રવૃત્તિ કરાવી તે એક પ્રશ્ન થઈ ગયો છે ત્યારે એવા પણ શિક્ષકો, બાળકો અને માતા-પિતા છે. જે હંમેશા પોતાની પોતાની જાતને નવી ચેલેન્જ આપ્યા કરે છે. આવા જ Gondal ના 12 વર્ષના બે બાળકો અને તેમના શિક્ષકે અદ્ભુત કાર્ય કરી બતાવ્યું છે. કોઈ કલ્પના પણ ન કરી શકે કે વિચારી પણ ન શકે એવા બે અદ્ભુત રેકોર્ડ માટે માટે તેમણે પ્રયત્ન કરેલ અને સફળ થયેલ છે.
આ પણ વાંચો: Deesa: યુવકે પોતાના પ્રેમના વિરહમાં પોતાની જીવનલીલા સંકેલી, કહ્યું કે...
ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડની અંદર પોતાનું નામ નોંધાવ્યું
માઈન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરાના માર્ગદર્શન હેઠળ Gondal ના બે બાળકોએ એક નવો રેકોર્ડ કરવા માટે પ્રયત્ન કર્યો. વાત એમ હતી કે, વિશ્વ સમક્ષ કંઈક નવું ન વિચારી શકે એવું કરીને બતાવો. સામાન્ય રીતે બાળકોને ગણિતના ગુણાકાર ભાગાકાર જ્યારે તકલીફ પડતી હોય ત્યારે પરફેક્ટ ક્લાસીસ, યુસીમાસના આ બંને બાળકોએ ગુણાકાર અને ભાગાકારમાં જ એક અલગ પ્રકારનો વિશ્વ રેકોર્ડ કરવા માટે સંકલ્પ કર્યો અને માત્ર એક જ મિનિટની અંદર જોષી ઓમ ચેતનભાઇએ 97 ભાગાકાર અને કાકડિયા દધ્યંગ દિલીપભાઈએ એક જ મિનિટની અંદર 75 ગુણાકાર સાચા ગણી ને ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડની અંદર પોતાનું નામ નોંધાવેલ છે. સમગ્ર વિશ્વકક્ષા એ આ એક અદ્વિતીય રેકોર્ડ છે.
માનવ મગજ પાસે અદભુત તાકાત રહેલી છે
આજ સુધીમાં આવો કોઈ રેકોર્ડ ક્યાંય જ નથી અને ગોંડલના આ બંને બાળકો અને તેમને તૈયાર કરનાર શિક્ષકે સાબિત કરી આપ્યું છે. માનવ મગજ પાસે અદ્ભુત તાકાત રહેલી છે અને જો તેને યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે તો કંઈ પણ શક્ય છે. જોશી ઓમ ચેતનભાઈ આ પહેલા યુસીમાસની નેશનલ લેવલની સ્પર્ધામાં ચેમ્પિયન થયેલ અને કાકડીયા દધ્યંગ દિલીપભાઈએ મલેશિયા ખાતે યુસીમાસની મેન્ટલ એરીથમેટિક આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને દ્વિતીય રેન્ક મેળવેલ. આ બંને બાળકોનું ડૉ.દિપક મશરૂ દ્વારા સર્ટીફીકેટ અને મેડલથી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Gondal market yard માં આવ્યું ચાઇના લસણ, પ્રતિબંઘ હોવા છતાં પણ કોણે કરી ખેતી?
રેકોર્ડ માટે તેમના માતા પિતા બંનેએ ખુબ યોગદાન આપ્યું
ઓમના પિતા ચેતનભાઈ માર્કેટ યાર્ડમાં કાર્ય કરે છે. બાળકના આ રેકોર્ડ માટે તેમના માતા પિતા બંનેએ ખુબ યોગદાન આપેલ છે. બાળકના આ રેકોર્ડ માટે બંનેએ પૂરો ભોગ આપીને રોજની 2 કલાક બાળકની સાથે બેસીને કામ કરાવેલ અને ઓમએ પોતે પણ છેલ્લા દોઢ વર્ષમાં ક્યાંય સોશ્યિલ મીડિયાનો ઉપયોગ પણ કર્યો નથી. એકબપન દિવસની રજા વગર સતત છેલ્લા 16 મહિનાથી આ એક જ ટાર્ગેટ માટે અમે કામ કરી રહ્યા હતા અને આજે અમને અમારી મહેનત સફળ થયા ની ખુશી છે.
બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે માતા-પિતાએ પણ પ્રયત્નશીલ રહે
વ્યવસાયે એકાઉન્ટ એવા દિલીપભાઈ વર્તમાન સમયમાં કોઈ પણ પેરેન્ટ્સ માટે એક ઉત્તમ ઉદાહરણરૂપ છે. પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે અને તેને સારામાં સારી તાલીમ મળી શકે એ માટે રાજકોટથી ગોંડલ અઠવાડિયામાં બાળકના અનુકૂળ સમય પર આવતા અને તેના શીખવા માટે પ્રોત્સાહન આપતા. સામાન્ય રીતે કોઈ પણ સ્પર્ધામાં માતા પિતા રેન્ક માટે જ ભાગ લેવડાવતા હોય છે. ત્યારે દિલીપભાઈએ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર સત્તત આ ત્રણ વર્ષ તેના માટે પૂરતો સમય ફાળવેલ અને આજે દીકરા થકી પિતાની ઓળખ ઉભી થાયએ ક્ષણ આવી ગઈ છે.
આ પણ વાંચો: વરસાદ બાદ હવે Chhotaudepur જનરલ હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાયા, રોજની 400 થી 450 ઓપીડી
રેકોર્ડ માટે તૈયાર કરનાર શિક્ષકનો સંદેશ
આ બાળકો ને તૈયાર કરનાર માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, 2020 માં અમે ગોંડલના જ એક બાળક મકવાણા સૌમ્ય નિરવભાઈનો વર્લ્ડ રેકોર્ડ કર્યો. જેણે માત્ર 1 મિનિટ માં 89 ભાગાકાર કરેલ અને હવે આજે 4 વર્ષ પછી 2024 માં અમે ફરીથી અમારો જ રેકોર્ડ તોડ્યો છે. આ રેકોર્ડ આ બાળકો સાથે અમે લગભગ છેલ્લા 16 મહિનાથી રોજની 2 થી 3 કલાકની તૈયારી કરી રહ્યા હતા અને હવે અમને આ સફળતા મળી છે.
બાળકોને સ્કિલ પણ શીખવવી જોઈએ
આ આવડત તેમણે અબેકસના માધ્યમથી વિકસાવી છે. અબેકસ દ્વારા બાળકોની એકાગ્રતા, નિરીક્ષણ શક્તિ, ઝડપ અને યાદ શક્તિ આ બધું ખૂબ જ વધે છે. માતા પિતા જો બાળકને મોબાઈલના બદલે કોઈ પણ રચનાત્મક પ્રવૃત્તિમાં લગાડે તો ચોક્કસ બાળકમાં રહેલી નવી નવી ક્ષમતાઓ બહાર આવે જ. નવી એજ્યુકેશન પોલિસી પણ બાળકોને આ જ બાબત પર લઈ જાય છે. કોઈ પણ બાળકનું લક્ષ્ય માર્ક્સ નહીં, સ્કિલને ડેવલપ કરવા માટે હોવું જોઈએ.