સુરતની લાજપોર સેન્ટ્રલ જેલનું ધો 12નું 100 ટકા પરિણામ
અહેવાલ----રાબિયા સાલેહ, સુરત લાજપોર મધ્યસ્ત જેલના કેદીઓ બોર્ડમાં પાસ લાજપોર સેન્ટ્રલ જેલનું ધો 12નું 100 ટકા પરિણામ આવ્યું કુલ 13 કેદીઓએ પરીક્ષા આપી હતી ધો.10માં 14 કેદીઓએ પરીક્ષા આપી હતી,જેમાંથી 13 પાસ થયા હતા લાજપોર જેલમાંથી ધોરણ 12ની પરીક્ષામાં તમામ...
04:41 PM May 31, 2023 IST
|
Vipul Pandya
અહેવાલ----રાબિયા સાલેહ, સુરત
લાજપોર મધ્યસ્ત જેલના કેદીઓ બોર્ડમાં પાસ
લાજપોર સેન્ટ્રલ જેલનું ધો 12નું 100 ટકા પરિણામ આવ્યું
કુલ 13 કેદીઓએ પરીક્ષા આપી હતી
ધો.10માં 14 કેદીઓએ પરીક્ષા આપી હતી,જેમાંથી 13 પાસ થયા હતા
લાજપોર જેલમાંથી ધોરણ 12ની પરીક્ષામાં તમામ 13 કેદીઓ પાસ
લાજપોર મધ્યસ્થ જેલનું ધોરણ 10નું 93% પરીણામ તેમજ ધોરણ 12 નું 100% પરીણામ આવ્યું છે
સુરત લાજપોર જેલના કેદીઓ એ ધોરણ 12 ની પરીક્ષામાં બાજી મારી છે.આ વખતે પણ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી કેદીઓએ પરીક્ષા આપી હતી. જેલમાંથી કુલ 13 કેદીઓએ પરીક્ષા આપી હતી. ધો 12નું 100 ટકા પરિણામ આવ્યું છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવાઈ હતી જેનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.આ પરીક્ષામાં કેદીઓએ પણ પોતાનું ભવિષ્ય સુધારવા મહેનત કરી હતી.
ધોરણ 10નું 93% પરીણામ તેમજ ધોરણ 12 નું 100% પરીણામ
સુરતની લાજપોર જેલમાં બંધ 13 બંદીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ધો.10માં 14 કેદીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 13 પાસ થયા હતા.અને લાજપોર જેલમાંથી ધોરણ 12ની પરીક્ષામાં તમામ 13 કેદીઓ આજે ઉતિર્ણ થયા છે. આ સાથે લાજપોર મધ્યસ્થ જેલનું ધોરણ 10નું 93% પરીણામ તેમજ ધોરણ 12 નું 100% પરીણામ આવતા લાજપોર જેલના કેદીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કેદીઓને ધો.10 અને 12ના બોર્ડની પરીક્ષા આપવાનું આયોજન
નામદાર કોર્ટના આદેશ મુજબ લાજપોર મધ્યસ્થ જેલમાં સુરત ખાતે જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ રાખવામાં આવેલા આરોપીઓ તથા સજા ભોગવતા કેદીઓને તેમનું ભવિષ્ય સુધારવાનો મોકો આપવામાં આવ્યો હતો. સામાન્ય લોકોની જેમ કેદીઓ પણ પોતાના શિક્ષણના અધિકારથી વંચીત ન રહે અને જેલમાં જ શિક્ષણ મેળવી જેલ બહાર પોતાનું ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી બનાવી શકે તેવા હેતુથી બોર્ડની પરીક્ષા આપવા ઈચ્છતા કેદીઓને ધો.10 અને 12ના બોર્ડની પરીક્ષા આપવાનું આયોજન કરાયું હતું.જે અંતર્ગત જેલમાં કેદીઓ દ્વારા માર્ચ-એપ્રિલ 2023 ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ-10ના બોર્ડની કુલ 14 કેદીઓ તેમજ ધોરણ-12ના બોર્ડની કુલ 13 કેદીઓએ પરીક્ષા આપી હતી.જેમાં આજ રોજ જેલનું ધો.12 નું 100 ટકા પરિણામ આવ્યું છે.
લાજપોર સેન્ટ્રલ જેલ નું 100 ટકા પરિણામ
ધો.12 નું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનો પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.ત્યારે આ બોર્ડની પરીક્ષા સુરતની લાજપોર સેન્ટ્રલ જેલના 13 કેદીઓએ પરીક્ષા આપી હતી. દરમિયાન આજે જાહેર થયેલા પરિણામોમાં લાજપોર સેન્ટ્રલ જેલ નું 100 ટકા પરિણામ આવ્યું છે. જેલની અંદર પરીક્ષા આપનાર 13 કેદીઓ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી ઉત્તીર્ણ થયા છે.
14 કેદીઓ માંથી 13 કેદીઓ પાસ
જ્યારે ધો.10માં એક કેદી નાપાસ થયો હતો. લાજપોર સેન્ટ્રલ જેલના 14 કેદીઓએ ધો.10ની બોર્ડની પરીક્ષા આપી હતી.ત્યારે અગાઉ જાહેર થયેલા ધો.10ના બોર્ડના પરિણામમાં 14 કેદીઓ માંથી 13 કેદીઓ પાસ થયા છે.જ્યારે 1 કેદી નજીવા માર્ક થી નાપાસ થયો છે.આ સાથે લાજપોર જેલનું ધો.10નું 93 ટકા પરિણામ આવ્યું હતું. કેદીઓ એ જેલમાં રહીને ભણતરમાં રસ દાખવી ઉચ્ચ કેરિયર બનાવાની તૈયારી જેલમાંથી કરી હતી.
કેદીઓનું સન્માન
જેલના કેદીઓમાં પાસ થનાર કેદીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, આ અંગે લાજપોર જેલના જેલરે કહ્યું હતું કે જેલમાં કેદીઓએ આપેલ બોર્ડની પરીક્ષા નું ખુબજ સારું પરિણામ આવ્યું છે. કેદીઓએ જીવનમાં અભ્યાસ કરી બોર્ડની પરીક્ષા પાસ કરી જીવનમાં શિક્ષણ વધાર્યું છે.અને પોતાના જીવનને ગુનાહિત પ્રવૃત્તિ માંથી દૂર કરી શિક્ષણ તરફ વળ્યું છે.
Next Article