Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહિલા ઉદ્યોગસાહસિકો માટે 100 ઉદ્યોગ સાહસિકતા જાગૃકતા કાર્યક્રમ યોજાશે

અહેવાલ---સંજય જોશી, અમદાવાદ નેશનલ કમીશન ફોર વુમન  અને EDI  સમગ્ર ભારતમાં સંભવિત મહિલા ઉદ્યોગસાહસિકો માટે 100 ઉદ્યોગ સાહસિકતા જાગૃકતા કાર્યક્રમ યોજશે દેશભરમાં 100 ઉદ્યોગસાહસિકતા જાગૃકતા કાર્યક્રમ (ઇએપી) લોંચ કરવાની જાહેરાત  નેશનલ કમીશન ફોર વુમન (એનસીડબલ્યુ)એ આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા...
મહિલા ઉદ્યોગસાહસિકો માટે 100 ઉદ્યોગ સાહસિકતા જાગૃકતા કાર્યક્રમ યોજાશે
અહેવાલ---સંજય જોશી, અમદાવાદ
નેશનલ કમીશન ફોર વુમન  અને EDI  સમગ્ર ભારતમાં સંભવિત મહિલા ઉદ્યોગસાહસિકો માટે 100 ઉદ્યોગ સાહસિકતા જાગૃકતા કાર્યક્રમ યોજશે
દેશભરમાં 100 ઉદ્યોગસાહસિકતા જાગૃકતા કાર્યક્રમ (ઇએપી) લોંચ કરવાની જાહેરાત
 નેશનલ કમીશન ફોર વુમન (એનસીડબલ્યુ)એ આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઇઆઇ)ના સહયોગથી સંભાવિત મહિલા ઉદ્યોગસાહસિકો માટે દેશભરમાં 100 ઉદ્યોગસાહસિકતા જાગૃકતા કાર્યક્રમ (ઇએપી) લોંચ કરવાની જાહેરાત કરી છે. દેશભરમાં યોજાનારા 100માંથી પ્રથમ ઇએપીનું ઉદ્ઘાટન ઉજ્જેનમાં મુખ્ય અતિથિ મધ્યપ્રદેશના માનનીય રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલે કર્યું હતું. આ પ્રસંગે ભારત સરકારમાં રાજ્યકક્ષાના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. મુંજપારા મહેન્દ્રભાઇ અતિથિ વિશેષ, એનસીડબલ્યુના ચેરપર્સન શ્રીમતી રેખા શર્મા, ઇડીઆઇઆઇના ડાયરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લા અને એનસીડબલ્યુના મેમ્બર સેક્રેટરી શ્રીમતી મિનાક્ષી નેગી ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉદ્યોગસાહસિકતાના કૌશલ્યો વિકસિત કરવાનો હેતુ
આ એક દિવસીય ઇએપીનો ઉદ્દેશ્ય સહભાગી મહિલાઓને ઉદ્યોગસાહસિકતા એક કારકિર્દી તરીકે અપનાવવાના લાભો વિશે જાણકારી પ્રદાન કરવાનો, શ્રેષ્ઠ કૌશલ્યો શીખવાનો તથા સામાજિક, આર્થિક અને પારિવારિક અવરોધોને દૂર કરીને ઉદ્યોગસાહસિક બનવા પ્રોત્સાહિત કરવાનો છે. ઇએપી મહિલાઓ વચ્ચે ઉદ્યોગસાહસિકતાના કૌશલ્યો વિકસિત કરવાનો હેતુ ધરાવે છે, જેથી તેઓ તેમના પોતાના વ્યવસાયની રચના કરવા માટે જરૂરી માહિતી, કૌશલ્યો અને પ્રેરણા મેળવી શકે.
સ્વ-સહાય જૂથો સાથે જોડાયેલી મહિલાઓ સારી પ્રગતિ સાધી રહી છે
ઇએપી વિશે વાત કરતાં મધ્ય પ્રદેશના માનનીય રાજ્યપાલ  મંગુભાઇ પટેલે કહ્યું હતું કે, સબકા સાથ સબકા વિકાસના વિઝન સાથે દેશ આગળ વધી રહ્યો છે. મહિલાઓના નેતૃત્વમાં નોંધપાત્ર વિકાસ થઇ રહ્યો છે અને તેને માન્યતા પણ મળી રહી છે. સ્વ-સહાય જૂથો સાથે જોડાયેલી મહિલાઓ સારી પ્રગતિ સાધી રહી છે. તેઓ તેમની સફળતા, તેમના ઉદ્યોગો અને તેમની ભાવિ યોજનાઓ વિશે આત્મવિશ્વાસથી વાત કરી રહ્યાં છે. દેશના માનનીય પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ અમલમાં મૂકાયેલી વિવિધ પહેલો હેઠળ મહિલાઓએ જબરદસ્ત પ્રગતિ કરી છે. ઉદ્યોગ સ્થાપિત કરવા માટે મહિલાઓને સબસિડી મળી રહી છે, જેનાથી વિશેષ કરીને ગ્રામિણક્ષેત્રમાં પ્રગતિ થઇ છે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ મહિલાઓના પ્રશિક્ષણ અને વિકાસના નવા અવસર પેદા થયાં છે. હું ઉદ્યોગસાહસિકતાના માધ્યમથી મહિલા સશક્તિકરણની દિશામાં આ બેજોડ પહેલ માટે નેશનલ કમીશન ફોર વુમન અને આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને અભિનંદન પાઠવું છું.
મહિલાઓ આપણા સમાજની કરોડરજ્જૂ
મહિલા ઉદ્યોગસાહસિકો માટે અનુકૂળ માહોલની જરૂરિયાત ઉપર ભાર મૂકતાં ડો. મુંજપારાએ કહ્યું હતું કે, અમે સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રમાં મહિલા નેતૃત્વ અને સશક્તિકરણમાં ઝડપ લાવી ભારતના મહિલાઓના નેતૃત્વના વિકાસના એજન્ડાને આગળ ધપાવવાની દિશામાં કામ કરી રહ્યાં છીએ. મહિલાઓ આપણા સમાજની કરોડરજ્જૂ સમાન છે, આપણા ભવિષ્યને દિશા આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. તેમને સશક્ત બનાવવાની આપણી નૈતિક જવાબદારી હોવાની સાથે-સાથે સતત વિકાસ માટે એક આવશ્યકતા પણ છે. નેશનલ કમીશન ફોર વુમન અને આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા વચ્ચેનો સહયોગ મહિલા ઉદ્યોગસાહસિકતાના ક્ષમતા નિર્માણમાં મદદ કરવાની સાથે-સાથે લોકોમાં જાગૃકતા પણ વધારશે.
ભારતમાં મહિલા ઉદ્યોગસાહસિકોને સપોર્ટ કરવા માટે અનુકૂળ ઇકોસિસ્ટમ
શ્રીમતી રેખા શર્માએ કહ્યું હતું કે, મહિલાઓ સમાજનો મહત્વપૂર્ણ હિસ્સો હોવા છતાં પણ જ્યારે આર્થિક સશક્તિકરણ અને સ્વતંત્રતાની વાત આવે ત્યારે તેઓ પાછળ રહી જાય છે. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનવા માટે પ્રોત્સાહન આપવાન જરૂર છે. ભારતમાં મહિલા ઉદ્યોગસાહસિકોને સપોર્ટ કરવા માટે અનુકૂળ ઇકોસિસ્ટમ છે. તેને જોતાં મહિલાઓ તેમની એમએસએમઇ સ્થાપિત કરવા માટે પ્રેરિત થઇ રહી છે. મહિલા ઉદ્યોગસાહસિકો બીજી મહિલાઓ પણ રોજગારીની તકો સર્જે છે. મહિલાઓએ તેમની સફળતા, નેટવર્ક અને ભાવિ યોજનાઓ વિશે વાત કરવી જોઇએ. મને વિશ્વાસ છે કે આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઇઆઇ)ના સપોર્ટથી આ શક્ય છે. જો ઇડીઆઇઆઇ જેવી સંસ્થાઓ અમારા પ્રયાસોમાં મદદ કરશે તો આપણે ચોક્કસ સફળ થઇશું.
એનસીડબલ્યુ અને ઇડીઆઇઆઇનો મહિલા ઉદ્યોગસાહસિકતાને બળ આપવા માટે સહયોગ
આ સહયોગ વિશે વાત કરતાં ડો. સુનિલ શુક્લાએ કહ્યું હતું કે, છેલ્લાં દસ વર્ષમાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને તેનું કારણ દેશની મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનવા માટે પ્રોત્સાહિત કરાઇ છે. મને જાહેરાત કરતાં ખુશી થાય છે કે એનસીડબલ્યુ અને ઇડીઆઇઆઇએ મહિલા ઉદ્યોગસાહસિકતાને બળ આપવા માટે સહયોગ કર્યો છે. તેનાથી દેશ ખૂબજ મજબૂત થશે.
Advertisement
Tags :
Advertisement

.