Gondal : જેતપુર પંથકમાં ખેતરોમાંથી થયેલી ટપક પધ્ધતિની નળીઓની ચોરીના 10 ગુના ઉકેલાયા
અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલ અને જેતપુર પંથકમાં ખેતરોમાં રાત્રી દરમિયાન ટપક સિંચાઈ પધ્ધતિની નળીઓના બંડલ ચોરાયાની ઘટનાઓ બની હતી જેમાં રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચની ટીમે 10 ગુનાઓનો ભેદ ઉકેલી 3 આરોપીઓને દબોચી લીધા છે. બે ખેતરમાંથી ડ્રીપ ટપક નળી ચોરી...
અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલ અને જેતપુર પંથકમાં ખેતરોમાં રાત્રી દરમિયાન ટપક સિંચાઈ પધ્ધતિની નળીઓના બંડલ ચોરાયાની ઘટનાઓ બની હતી જેમાં રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચની ટીમે 10 ગુનાઓનો ભેદ ઉકેલી 3 આરોપીઓને દબોચી લીધા છે.
બે ખેતરમાંથી ડ્રીપ ટપક નળી ચોરી થયાની ફરીયાદ
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકા પોલીસ મથકે બે ખેતરમાંથી ડ્રીપ ટપક નળી ચોરી થયાની ફરીયાદ નોંધાઈ હતી. જેની અનુસંધાને રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડએ ગુનાનો ભેદ ઉકેલવા સુચના આપી હતી. જેના અનુસંધાને રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચ પીઆઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તપાસમાં લાગી હતી. દરમિયાન પીએસઆઈ એચ.સી. ગોહિલ હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઈ ગુજરાતી, કોન્સ. ભાવેશભાઈ મકવાણાને સંયુકત રીતે બાતમી મળી હતી કે ગોંડલના અનીડા (ભાલોડી) ગામે જામકંડોરણા જતા રોડ પર ચોકડી પાસેથી ત્રણ શખ્સ શંકાસ્પદ હાલમાં પસાર થવાના છે.
3 આરોપી પકડાયા
એલસીબીએ વોચ ગોઠવી ત્રણેય આરોપી વિજય દીલીપ ડાભી (ઉ.20), વિમુલ કિશોર સોલંકી (ઉ.21 અને અનીલ ભુપત ડાભી (ઉ.23)ની ધરપકડ કરી હતી. આરોપીઓની પુછપરછમાં સુલતાનપુરની બે વાડીમાંથી ટપક પધ્ધતિની નળીઓ ચોરી હોવાની કબુલાત આપી હતી. ઉપરાંત અન્ય 9 જગ્યાએ પણ ચોરી કર્યાનું જણાવ્યું હતું. આરોપીઓને હસ્તગત કરી ગોંડલ તાલુકા પોલીસને સોંપવા તજવીજ કરાઈ છે.
ભંગારના વેપારીને વેચી દેતા
આરોપીઓની પુછપરછમાં ખુલ્યું છે કે વિમલ અને વિજય બન્ને ગોંડલ તાલુકાના કોલીથડ ગામે સામાકાંઠે બજરંગપરામાં રહે છે જયારે અનીલ મુળ દેરડી કુંભાજીનો વતની છે પણ હાલ ગોંડલમાં વોરાકોટડા રોડ પર પંચપીરની ધાર ખાતે રહે છે. તેઓએ ટપક પધ્ધતિની નળીઓ ચોરી કુંકાવાવના કોઈ ભંગારના વેપારીને વેચી દીધાની કબુલાત આપી છે.
પોલીસની સફળ કામગિરી
આ કામગીરીમાં એલસીબી રાજકોટ ગ્રામ્યના પીઆઈ વી.વી. ઓડેદરા, પીએસઆઈ એચ.સી. ગોહિલ, ડી.જી. બડવા, એએસઆઈ મહેશભાઈ જાની, હે.કો. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઈ ગુજરાતી, રૂપકભાઈ બોહરા, દીગ્વીજયસિંહ રાઠોડ, પ્રહલાદસિંહ રાઠોડ, ધર્મેશભાઈ બાવળીયા, કો.ઘનશ્યામસિંહ જાડેજા, રસીકભાઈ જમોડ, ભાવેશભાઈ મકવાણા, અનીરૂધ્ધસિંહ જાડેજા, રજાકભાઈ બીલખીયા, દિલીપસસિંહ જાડેજા ફરજ પર રહ્યા હતા.
Advertisement