Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Saputara એટલે ગુજરાતનું સ્વર્ગ, શાંત વાતાવરણ અને ઠંડા પવનોથી પ્રવાસીઓ થયા મંત્રમુગ્ધ

Saputara: ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે ધરતીએ લીલી ચાદર ઓઢી છે. જંગલ નવપલ્લવિત થયા છે. પર્યટકો પરિવાર સાથે પર્યટન સ્થળની મુલાકાત માટેના આયોજન કરી રહ્યા છે, ત્યારે આવા પર્યટકો માટે ડાંગ જિલ્લાનું સાપુતારા (Saputara) ફેવરીટ ટુરીસ્ટ ડેસ્ટીનેશન (Favorite tourist destination) બની...
saputara એટલે ગુજરાતનું સ્વર્ગ  શાંત વાતાવરણ અને ઠંડા પવનોથી પ્રવાસીઓ થયા મંત્રમુગ્ધ

Saputara: ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે ધરતીએ લીલી ચાદર ઓઢી છે. જંગલ નવપલ્લવિત થયા છે. પર્યટકો પરિવાર સાથે પર્યટન સ્થળની મુલાકાત માટેના આયોજન કરી રહ્યા છે, ત્યારે આવા પર્યટકો માટે ડાંગ જિલ્લાનું સાપુતારા (Saputara) ફેવરીટ ટુરીસ્ટ ડેસ્ટીનેશન (Favorite tourist destination) બની રહે છે. નોંધનીય છે કે, ગુજરાત (Gujarat)ના આ અદભૂત પર્યટક સ્થળની મુલાકાતે હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. સાપુતારા (Saputara) દરિયાની સપાટીથી આશરે 1 હજાર મીટર ઉપર વસ્યું છે. સુરત (Surat) શહેરથી આશરે 95 માઈલના અંતરે છે. સાપુતારા હિલ સ્ટેશન (Saputara Hill Station) એ પશ્ચિમ ઘાટનું સ્વર્ગ છે, જ્યાં પ્રકૃતિ પૂરબહારમાં ખીલી છે.

Advertisement

અહીં પ્રવાસે આવેલા પ્રવાસી ડૉ. સુનિલ ભાવસારે કહ્યું કે, અત્યારે, હું પેરાગ્લાઈડિંગનો આનંદ માણી રહ્યો છું. મેં હવામાં 5 મિનિટથી વધુ સમય પસાર કર્યો. મને સારો અનુભવ હતો અને પ્રશિક્ષક પણ સારા હતા.

Advertisement

સાપુતારામાં પેરાગ્લાઈડિંગ ગ્રાઉન્ડ મેનેજર, ગિરીશ પટેલે કહ્યું કે, સાપુતારા એ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત અને વિશ્વના મુલાકાતીઓને આકર્ષતું પ્રવાસન સ્થળ છે. પેરાગ્લાઈડિંગ એક નવી ઉત્તેજક પ્રવૃત્તિ તરીકે ઉભરી આવી છે, જેણે નવી પેઢીમાં ઘણો ઉત્સાહ જગાવ્યો છે.

Advertisement

સાપુતારાની ખીણ વચ્ચે આવેલું લેક વ્યુ ગાર્ડન મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર છે. અહીંયા મુલાકાતીઓ સાપુતારાના શાંત તળાવમાં બોટિંગનો આનંદ માણી શકે છે. રોજની દોડધામભરી જિંદગીને ભૂલી અનેક પરિવાર પિકનિકનો આંદ માણી શકે છે. આ ઉપરાંત અહીં મહારાષ્ટ્ર અને ગુજરાતી સ્ટ્રીટ ફુડનો સ્વાદ પણ માણી શકાય.

અહીં સમરમાં અને મોન્સુનમાં વધારે મજા આવે છેઃ પ્રવાસી

સુશ્રી હિમાની નામની પ્રવાસીએ જણાવ્યું કે, સાપુતારામાં ફરવાલાયક સ્થળો છે, બોટિંગ છે, સનરાઈઝ, સનસેટ પોઈન્ટ છે, ટેબલટોપ પોઈન્ટ, ઝીપલાઈન, રોપ વે બધુ સરસ છે. અહીંયા અમે અવારનવાર આવીએ છીએ, સમરમાં અને મોન્સુનમાં વધારે મજા આવે છે. નાઈટમાં પણ જોવાલાયક દ્રશ્ય હોય છે. અહીંનું સ્ટ્રીટફુડ પણ સારું છે અને લો કોસ્ટમાં છે.

આ બધુ જોઈને મને અતિ સુંદર લાગ્યુંઃ પ્રવાસી

સાપુતારા ફરવા આવેલી ગીતાબેન પ્રજાપતિ નામની પ્રવાસીએ કહ્યું કે, આ બધુ જોઈને મને અતિ સુંદર લાગ્યું, જે અમે પાંચ વર્ષ પહેલા જોઈ ગયા હતા તેના કરતા અત્યારે વધારે સારું લાગ્યું, અહીંયા ઝાડ, વૃક્ષો, અહીંનું વાતાવરણ, અહીંની ગરમી જેવું કંઈ લાગતુ જ નથી. આપણાને ફરવા ખાવા-પીવાની વ્યવસ્થા અહીંયા મળી છે તેવી કોઈ જગ્યાએ નહીં મળે એટલે મને સાપુતારાનો અનુભવ અતિસુંદર રહ્યો છે.

શાંત વાતાવરણ અને ઠંડા પવનોથી પ્રવાસીઓને મંત્રમુગ્ધ

સાપુતારાના સર્વોચ્ચ બિંદુ પર આવેલો ટેબલટોપ પોઈન્ટ શાંત વાતાવરણ અને ઠંડા પવનોથી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. અહીં પ્રવાસીઓ ઘોડેસવારીનો અનુભવ પણ કરી શકે છે. જેમ સુર્યાસ્ત થાય, તેમ પ્રવાસીઓ રોમાંચક રોપ વે રાઈડ માટે સનસેટ પોઈન્ટ તરફ ઉમટે છે. સાપુતારા તળાવના વિહંગમ દ્રશ્યો સાથે કેબલકારની મુસાફરી પણ પ્રવાસીઓને રોમાંચક અનુભૂતિ કરાવે છે. આમ, પરિવાર અને મિત્રો સાથે ફરવા માટેનું સ્થળ શોધી રહ્યા હો તો સાપુતારાની મુલાકાત તમને મનમોહક દ્રશ્યો અને શાંત વાતવરણ સાથે યાદગાર અનુભવનું વચન આપે છે.

 આ પણ વાંચો: Tapi: ઉકાઇ ડેમમાં પાણીની આવક યથાવત, ઉપરવાસમાં વરસાદના કારણે 21,004 ક્યૂસેક પાણીની આવક

આ પણ વાંચો: Aravalli: સાર્વત્રિક વરસાદ હોવા છતા અરવલ્લીના જીવાદોરી સમાન ત્રણ જળાશયો હજી પણ ખાલી

આ પણ વાંચો: Ahmedabad:ચોમાસું શરૂ થતા જ શહેરમાં રોગચાળાએ માથુ ઉચક્યું, ઝાડા-ઉલટીના 625 કેસ નોંધાયા

Tags :
Advertisement

.