Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: રાજ્યના 206 જળાશયમાં 34 ટકાથી વધુ જળસંગ્રહ, સરદાર સરોવર ડેમમાં 52 ટકા પાણી

Gujarat: ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે. જેના કારણે અત્યારે ઘણા વિસ્તારોમાં આવેલા જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે. વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam)માં 52% થી વધુ જ્યારે રાજ્યના 206 જળાશયોમાં 34%...
gujarat  રાજ્યના 206 જળાશયમાં 34 ટકાથી વધુ જળસંગ્રહ  સરદાર સરોવર ડેમમાં 52 ટકા પાણી

Gujarat: ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે. જેના કારણે અત્યારે ઘણા વિસ્તારોમાં આવેલા જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે. વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam)માં 52% થી વધુ જ્યારે રાજ્યના 206 જળાશયોમાં 34% થી વધુ જળસંગ્રહ હોવાના આંકડા સામે આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો વાગડીયા, વાંસલ અને સસોઈ-2 સંપૂર્ણ રીતે છલકાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement

સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 52 ટકાને પાર

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે (Gujarat) રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર (Sardar Sarovar Dam) યોજનામાં જળસંગ્રહ 52 ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવર (Sardar Sarovar)માં હાલમાં 01,75,662 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 52.58 ટકા જેટલો જળસંગ્રહ જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં 01,91,640 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 34.21 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. નોંધનીય છે કે, જળ સંપતિ વિભાગના અહેવાલમાં આ માહિતી જાહેર કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો ભારે વરસાદથી સંપૂર્ણ છલકાયા

આજે સવારે 08:00 કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનારાધાર વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડીયા અને સસોઈ-2 ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100 ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના પાંચ ડેમ 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર છે. જેમાં જૂનાગઢના ઓઝત-2 અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-2 તથા ભરૂચના ધોલી ડેમને એલર્ટ અપાયું છે.

Advertisement

ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 25.42 ટકા પાણી

નોંધનીય છે કે, રાજ્યના કુલ સાત જળાશયો 70 ટકાથી 80 ટકા વચ્ચે ભરાતા વોર્નીંગ આપવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લાના ફુલઝર-1, સુરેન્દ્રનગરના ધોળીધજા, ભરૂચના બલદેવા, કચ્છના કાલાઘોઘા, પોરબંદરના સારણ, રાજકોટના આજી-2 તથા જામનગરના ફુલઝર(કે.બી.) ડેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 25.42 ટકા, મધ્ય ગુજરાતના 17 માં 3.24 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 37.78 ટકા, કચ્છના 20 માં 22.67 ટકા જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 27.75 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. ગત વર્ષે એટલે કે, વર્ષ 2023ની વાત કરવામાં આવે તો ત્યારે આજના દિવસે ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 60.14 ટકા, મધ્ય ગુજરાતના 17 માં 33.64 ટકા, દક્ષિણ ગુજરાતના 13 માં 40.66 ટકા, કચ્છના 20 માં 63.85 ટકા જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 62.32 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો હતો.

આ પણ વાંચો: Tapi: ઉકાઇ ડેમમાં પાણીની આવક યથાવત, ઉપરવાસમાં વરસાદના કારણે 21,004 ક્યૂસેક પાણીની આવક

આ પણ વાંચો: Aravalli: સાર્વત્રિક વરસાદ હોવા છતા અરવલ્લીના જીવાદોરી સમાન ત્રણ જળાશયો હજી પણ ખાલી

આ પણ વાંચો: Saputara એટલે ગુજરાતનું સ્વર્ગ, શાંત વાતાવરણ અને ઠંડા પવનોથી પ્રવાસીઓ થયા મંત્રમુગ્ધ

Advertisement
Tags :
Advertisement

.