Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal શહેરમાં 30 મિનિટમાં ધોધમાર પોણો ઇંચ વરસાદ ખાબક્યો, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Gondal: ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે. આજે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે ગોંડલ (Gondal) શહેરમાં ધોધમાર વરસાદ (Rain) ખાબક્યો હતો. અસહ્ય ગરમી અને...
gondal શહેરમાં 30 મિનિટમાં ધોધમાર પોણો ઇંચ વરસાદ ખાબક્યો  ખેડૂતોમાં ખુશીનો માહોલ

Gondal: ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે. આજે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે ગોંડલ (Gondal) શહેરમાં ધોધમાર વરસાદ (Rain) ખાબક્યો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે શહેરમાં ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેથી લોકોને ગરમીથી રાહત મળી છે.

Advertisement

વરસાદ વરસતા વાહનચાલકો લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ગોંડલ (Gondal)માં 30 મિનિટમાં પોણો ઇંચ વરસાદ ખાબકતા શહેરના રાજમાર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદ વરસતા વાહનચાલકો લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. હવામાન ખાતાની આગાહી વચ્ચે ગ્રામ્ય વિસ્તારમા વરસાદનું આગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.

Advertisement

આગાહી પ્રમાણે થઈ રહ્યો છે સારો એવો વરસાદ

ઉલ્લેખનીય છે કે, ગોંડલ (Gondal) તાલુકાના શ્રીનાથગઢ, ચરખડી, મોવિયા, વાસાવડ, અનિડા (ભાલોડી), જામવાડી અને ચોરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચરખડી ગામમા તો નદીનાળા અને ચેકડેમોમાં વરસાદી પાણીનું પૂર જોવા મળ્યું હતું. આ સાથે સાથે વરસાદ થતા ગરમીથી આંશિક રાહત પણ મળી છે. નોંધનીય છે કે, આ વર્ષે ગરમીએ માઝા મૂકી હતી. જેના કારણે રાજ્યભરના લોકો ત્રાહિમાન પોકારી ઉઠ્યા હતા. જોકે, અત્યારે હવામાન વિભાગના આગાહી પ્રમાણે રાજ્યમાં સારો એવો વરસાદ પણ થઈ રહ્યો છે.

Advertisement

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Dahod: એક કલાકમાં અઢી ઇંચ વરસાથી શહેર થયું જળબંબાકાર, દુકાનોમાં પાણી ભરાઈ જતાં લાખોનું નુકશાન

આ પણ વાંચો: Sabarkantha: શાળા અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની બેગમાંથી નિકળ્યો સાપ, થોડી વાર થઈ હોત તો…

આ પણ વાંચો: વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ, Bhuj ના તત્કાલિન નાયબ કલેક્ટરની બહુચરાજીથી ધરપકડ

Tags :
Advertisement

.