ગુજરાતમાંથી મલખમનો સૌથી યુવા ખેલાડી શૌર્યજીત
નેશનલ ગેમ્સની તૈયાર દરમિયાન પિતાનું નિધન થયું હોવા છતાં પણ નેશનલ ગેમ્સમાં અદ્ભુત પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ મેળવનાર અને મલ્લખંભની હરીફાઈમાં અદ્ભુત કવાયતોથી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દેનાર વડોદરાના 10 વર્ષના શોર્યજીત ખેરેને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, 2023 થી સન્માનિત કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન પણ Impress
પિતાના અવસાન બાદ પણ 10 વર્ષનો સૌથી નાની વયનો મલ્લખંભ ખેલાડી શૌર્યજીત નેશનલ ગેમ્સમાં મલ્લખંભની ગેમમાં રમવા ઉતર્યો હતો. તેણે પોતાની કળા બતાવીને લોકોનું દિલ જીતી લીધું છે. સાથે બ્રોન્ઝ મેડલ પણ પ્રાપ્ત કર્યું દેશનું નામ પણ રોશન કર્યું છે. સૌથી નાની વયના મલ્લખંભ ખેલાડીના દાવપેચથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મંત્રમુગ્ધ થઇ ગયા હતા અને બાળ રમતવીરને પ્રોત્હસાન પૂરું પાડતા ટ્વિટર પર લખ્યું હતું કે, 'વૉટ અ સ્ટાર શૌર્યજીત ઇઝ'.....
બાળ રમતવીર પુરસ્કારથી સમ્માનિત
દિલ્હી ખાતે યોજાનાર કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિના હસ્તે 23 જાન્યુઆરીના રોજ બાળ રમતવીર શૌર્યજીતને પુસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે. શૌર્યજીત વડોદરાના માણેકરાવ વ્યાયામ શાળાનો ખેલાડી છે ત્યારે શૌર્યજીતની આ સિદ્ધિથી તેના પરિવાર, કોચ અને તેના સાથી વ્યામ ખેલાડી ગૌરવ અનુભવી રહ્યા છે.
પિતાના અવસાન બાદ નેશનલ ગેમમાં શાનદાર પ્રદર્શન
10 વર્ષીય રમતવીર શૌર્ય એ હિંમત ન હારીને એક ચોંકાવનારું પગલું ભર્યું. સપ્તાહ પહેલાં પિતાનું અવસાન થયું હતું છતાં શૌર્ય એ મલખમમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવી નેશનલ ગેમ્સના બીજા રાઉન્ડમાં ભાગ લેવા રવાના થયો હતો પૂજાવિધિ સવારે પતાવી. ત્યાર બાદ શૌર્યએ નેશનલ ગેમ્સ માટે તૈયાર થયો.
પરિવારનો સપોર્ટ
ઘરમાં ખુબ જ તણાવયુક્ત વાતવરણમાં હોવા છતાં ઘરના લોકો એ શૌર્યને પ્રોત્સાહન આપવામાં કઈ બાકી ન રાખ્યું અને શૌર્ય પણ ગળગળી હાલતમાં હતો, પણ શૌર્યના પરિવારે જુસ્સો બતાવ્યો અને એની મોટી બહેન એ પણ નાના ભાઈનો સાથ આપી એને નેશનલ ગેમ્સમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટેના આશીર્વાદ આપ્યા.
પિતાના આશિર્વાદ મારી સાથે : શૌર્યજીત
આવો જુસ્સો ભાગ્યે જ જોવા મળતો હોય છે. જેને જોઈને તમે પણ અચંબિત થઈ જશો. જે હજી બાળક છે, 10 વર્ષનો જ છે, જેનામાં હજી સમજણ શક્તિ પૂરતી નથી, એવો શૌર્ય એ હસતા મુખે જણાવ્યું કે, હું પિતાનું સ્વપ્ન પૂરું કરવા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈશ. અને ગોલ્ડ મેડલ સાથે જ પરત ફરીશ. મારા પિતા મારી સાથે નથી, પરંતુ એમના આશીર્વાદ અને એમને જે મને શીખવાડ્યું છે એની સાથે હું આગળ વધીશ અને માતા પિતાનું નામ રોશન કરીશ.
સૌથી યુવાન ખેલાડી
10 વર્ષનો શૌર્યજીત ગુજરાતમાંથી મલખમનો સૌથી યુવા ખેલાડી છે. જેના પિતા રણજીતસિંહનું હૃદયરોગના કારણે અવસાન હતું. અને માતા સુનિતા ખૈરે એ પોતાના બાળકને આશીર્વાદ સાથે રવાના કર્યો. જે સ્વપ્ન પિતા એ જોયું હતું કે, એનો શૌર્ય જીતશે, એ ક્ષણ પિતા નિહાળી શક્ય નહિ, જેનું દુઃખ પરિવારે વ્યક્ત કર્યું છે.
આ પણ વાંચો : કડીની 9 વર્ષની નાનકડી વેદા પટેલ યોગમાં થઈ રહી છે પારંગત