Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્વાતંત્ર્યપર્વ નિમિત્તે BAOU માં બાબાસાહેબની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

77 માં સ્વાતંત્ર્ય પર્વના શુભારંભે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી આદરણીય પ્રો. ડો. અમી ઉપાધ્યાયજી, કુલસચિવશ્રી ડૉ. અજયસિંહ જાડેજા અને મહેમાનો દ્વારા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી   મહેમાન...
સ્વાતંત્ર્યપર્વ નિમિત્તે baou માં બાબાસાહેબની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

77 માં સ્વાતંત્ર્ય પર્વના શુભારંભે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી આદરણીય પ્રો. ડો. અમી ઉપાધ્યાયજી, કુલસચિવશ્રી ડૉ. અજયસિંહ જાડેજા અને મહેમાનો દ્વારા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

Advertisement

મહેમાન તરીકે રાષ્ટ્ર વીર શહીદ સોલંકી મનુભાઈ ધૂળાભાઈ CRPF,19મી બટાલિયન, હેડ કોન્સ્ટેબલ, ગમ- જાસપુર. 2001માં CRPFમાં જોડાયા ભારતના અનેક રાજ્યોમાં સેવા આપી. 22 ફેબ્રુઆરી 2021ના દિને શહીદ થયા. ની સહધર્મચારિણી સોલંકી દક્ષાબેન મનુભાઈ, દીકરી સોલંકી પ્રિયંકા, દીકરો નીરવ ઉપસ્થિત રહ્યા હતા તેમજ એમના હસ્તે ધ્વજારોહણ થયું. રાષ્ટ્ર વીરની દીકરી પ્રિયંકા મનુભાઈ સોલંકીએ પોતાના પિતાજીની શહીદી પર ગર્વની લાગણી વ્યક્ત કરી. કુલગુરુ દ્વારા દક્ષાબેનનું શાલથી તેમજ બાળકો શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધે તે માટે કુલપતિશ્રી અને કુલસચિવશ્રી દ્વારા સ્કુલ બેગ આપી આદર કરવામાં આવ્યો. યોગેશભાઈનું ખેસથી સ્વાગત એકેડેમિક નિયામક ડૉ. મહેશપ્રસાદ ત્રિવેદીજી દ્વારા કરવામાં આવ્યું.

Advertisement

ગુજરાતી વિભાગના પ્રો. ડૉ. યોગેન્દ્ર પારેખે પોતાના વક્તવ્યમાં સ્વતંત્રતાના ઈતિહાસની વાત કરી તેમજ તેમને જણાવ્યું કે મહાત્મા ગાંધીજીના પારસમણી જેવા સ્પર્શથી આપણા દેશને શ્રી જીવરાજ મહેતા અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મળ્યા.

Advertisement

દેશના વિકાસમાં યોગદાન આવાની બાબતે મહત્વ આપ્યું

સોસ્યોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ભાગ્યશ્રી રાજપૂતે સ્વાતંત્ર્ય સંગ્રામના સંઘર્ષની વાત તેમજ જાગૃત નાગરિક તરીકે દેશના વિકાસમાં યોગદાન આવાની બાબતે મહત્વ આપ્યું.લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. નિશા જોશીએ શ્રી સાઈરામ દવે લિખિત ‘૧૫મી ઓગસ્ટ’ કવિતાની પ્રસ્તુતિ કરી.

કુલસચિવશ્રી આદરણીય ડૉ. અજયસિંહ જાડેજાએ ‘મારી માટી મારો દેશ’ ‘મીટ્ટી કો નમન વીરો કો વંદન’ નું મહત્વ સમજાવી નામી-અનામી ,જ્ઞાત- અજ્ઞાત શહીદો કે જેઓ રાષ્ટ્ર માટે પોતાના પ્રાણોની બાજી લગાવા પણ ન ખચકાતા રાષ્ટ્ર વીરોને શ્રદ્ધાંજલિ આપી, હૃદયપૂર્વક વંદન કર્યા. ૧૮૫૭ નો વિપ્લવ નહિ પણ મુક્તિ સંગ્રામ હતો, તે વિષે પ્રકાશ પાડ્યો.

આ  પણ  વાંચો -તમે મેયર સાથે વાત કરો છો..તમે અહીંથી ચાલ્યા જાવ : મેયર બીનાબેન કોઠારી

Tags :
Advertisement

.