પાલનપુરમાં ABVP ના કાર્યકરોએ શા માટે કલેકટર કચેરીનો ઘેરાવો કરવો પડ્યો ? જાણો
અહેવાલ -સચિન શેખલીયા, બનાસકાંઠા
બનાસકાંઠાના પાલનપુરમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ જિલ્લા કલેક્ટર ખાતે પહોંચી સૂત્રોચાર કરી કલેક્ટર કચેરીનો ઘેરાવો કરી પ્રાગણમાં રામધુન બોલાવી જ્ઞાન સહાય ભરતીમાં વિરોધમાં પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે જ્ઞાન સહાયક ભરતીના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતા જ્ઞાન સહાયક ભરતીના વિરોધમાં નારેબાજી કરી હતી..જોકે અગાઉ પણ આ કાર્યકરો દ્વારા જ્ઞાન સહાયક ભરતી મામલે આવેલ આવેદનપત્રનો ખુલાસો કરવા પહોંચ્યા હતા પરંતુ કાર્યકરોમાં વિદ્યાર્થીઓ પ્રત્તેની લાગણીને લઈ કલેકટર કચેરી ખાતે નારા લગાવી મુખ્ય ગેટ બહાર જ નીચે બેસી જઈ રામધૂન બોલાવી સરકાર તેમજ તંત્ર ને બુદ્ધિ આપે તેવા નારા લગાવ્યા હતા
ત્યાર બાદ તમામ કાર્યકરો કલેકટર કચેરીનો ઘેરાવો કરી વિરોધ પ્રદશન કર્યું હતું..આ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના કાર્યકરો એ જણાવ્યું હતુ કે, છેલ્લા ઘણા સમયથી જ્ઞાન સહાયક ભરતી નો જે વિરોધ ચાલી રહ્યો છે તેનો આજે અમે સખત વિરોધ કરી રહ્યા છીએ જે વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે તેમને માત્ર 11 મહિનાનો કોન્ટ્રાક્ટ આપવાની જે વાત ચાલી રહી છે તેનો અમે સખોદ વિરોધ કરીએ છીએ જેને લઇ આજે તમામ કાર્યકરો સાથે મળી કલેક્ટર કચેરીઓનો ઘેરાવો કર્યો હતો અને રામધૂન બોલાવી હતી જોકે તેમ છતાં પણ અમારી માંગણીને સરકાર સ્વીકારશે નહીં તો આગામી સમયમાં વિધાનસભાનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી
આ પણ વાંચો-એસટી બસની મહિલા કંડક્ટરે ડ્રાઈવરના ત્રાસથી આપઘાત કર્યો, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી