પક્ષીઓ માટે કયાં બનાવાયો છે 1 કરોડ રૂપિયાનો આલીશાન બંગલો, વાંચો અહેવાલ
અહેવાલ-મુકેશ જોષી-મહેસાણા મહેસાણાના ધુમાસણમાં શિવલિંગ આકારનું વિશાળ પક્ષીઘર 3000 જેટલા માટલા મૂકી બનાવવામાં આવ્યું અદ્ભુત પક્ષીઘર રોજ નું 90 કિલો ચણ પક્ષીઓને નાખવામાં આવે છે વર્ષે ચણ નાખવાનો ખર્ચ 12 લાખથી વધુ થાય છે ચબૂતરા તો આપે ઘણા...
10:28 AM Dec 09, 2023 IST
|
Hiren Dave
અહેવાલ-મુકેશ જોષી-મહેસાણા
- મહેસાણાના ધુમાસણમાં શિવલિંગ આકારનું વિશાળ પક્ષીઘર
- 3000 જેટલા માટલા મૂકી બનાવવામાં આવ્યું અદ્ભુત પક્ષીઘર
- રોજ નું 90 કિલો ચણ પક્ષીઓને નાખવામાં આવે છે
- વર્ષે ચણ નાખવાનો ખર્ચ 12 લાખથી વધુ થાય છે
ચબૂતરા તો આપે ઘણા જોયા હશે. પરંતુ આજે અમે આપને બતાવીએ રૂપિયા એક કરોડ નો આલીશાન પક્ષીઓનો બંગલો... જી હા... પક્ષીઓ માટે પણ એક કરોડનું અનોખું રહેઠાણ બનાવવામાં આવ્યું મહેસાણાના ધૂમાસણ ગામે.
મહેસાણાના ધુમાસણમાં શિવલિંગ આકારનું વિશાળ પક્ષીઘર જોઈએ સૌકોઈને નવાઈ લાગે કે આટલો ખર્ચો પક્ષીઓ માટે શા માટે !? પણ જીવદયા ની વાત આવે એટલે ખર્ચ ની વાત બાજુમાં રહે..ધૂમાસણ ગામે રૂપિયા એક કરોડના ખર્ચે બનાવેલ પક્ષિઘર માં 3000 જેટલા માટલા મૂકવામાં આવ્યા છે. માટલા મૂકી બનાવવામાં આવેલું અદ્ભુત પક્ષીઘર જોવા લોકો પણ આવે છે.
અહી રોજ નું 90 કિલો ચણ પક્ષીઓને નાખવામાં આવે છે. એટલે કે વર્ષે ચણ નાખવાનો ખર્ચ 12 લાખથી વધુ થાય છે. અહી લગાવવામાં આવેલા માટલા સ્પેશયલ ચોટીલા ના થાનગઢ થી બનવડવવામાં આવેલા છે. સામાન્ય ઘર વપરાશમાં ઉપયોગમાં લેવા આવતા પાણીના માટલા 200 ડિગ્રી સુધી તપાડવામાં આવે છે. જે ઉનાળો શિયાળો અને ચોમાસામાં ખુલ્લામાં રાખવામાં આવતા તૂટી શકે છે. એટલે આ પક્ષોઘર માટે બાવવડાવવામાં આવેલા માટલા 900 ડિગ્રી માં તપાવી મજબૂત માટલા બનાવડવવામાં આવેલા છે. પક્ષી ઘર આસપાસ સુંદર ગાર્ડન અને કોટ ની ઉપર ફેન્સિંગ એટલે કૂતરા બિલાડા આવીને પક્ષીને હેરાન ના કરે. એટલે અહી 3000 જેટલા માટલાના ઘરમાં અંદાજે દસ હજાર જેટલા પક્ષીઓ આવી વસવાટ કરતા હોય છે.
Next Article