Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું થયું એવું તે... મોરવા હડફના MLA નિમિષાબેન થયા ભાવુક, વાંચો અહેવાલ

મોરવા હડફ ગ્રામ પંચાયતના નવા ભવનના લોકાર્પણ કાર્યક્રમના ઉદ્ઘાટન દરમિયાન ધારાસભ્ય નિમિષાબેન સુથાર ભાવુક થયા હતા. સ્ટેજ પર સ્પીચ આપવા દરમિયાન ધારાસભ્યની આંખમાં આંસુ આવી ગયા હતા. ધારાસભ્ય નિમિષાબેને ભાવુક થતાં પોતાની સ્પીચ ટૂંકાવી દીધી હતી. મોરવા હડફ વિધાનસભાની બેઠક...
શું  થયું એવું  તે    મોરવા હડફના mla નિમિષાબેન થયા ભાવુક  વાંચો અહેવાલ

મોરવા હડફ ગ્રામ પંચાયતના નવા ભવનના લોકાર્પણ કાર્યક્રમના ઉદ્ઘાટન દરમિયાન ધારાસભ્ય નિમિષાબેન સુથાર ભાવુક થયા હતા. સ્ટેજ પર સ્પીચ આપવા દરમિયાન ધારાસભ્યની આંખમાં આંસુ આવી ગયા હતા. ધારાસભ્ય નિમિષાબેને ભાવુક થતાં પોતાની સ્પીચ ટૂંકાવી દીધી હતી. મોરવા હડફ વિધાનસભાની બેઠક ઉપર ત્રણવાર વિજયી બનેલા નિમિષાબેન સુથાર કાર્યકરોની અપાર લાગણી અને પ્રેમ જોઈને ભાવુક થયા હતા.

Advertisement

મોરવા હડફના ધારાસભ્ય થયા ભાવુક
મોરવા હડફ વિધાનસભામાં આજે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન સ્ટેજ પરથી ધારાસભ્ય નિમિષાબેન સુથાર ભાવુક થયા હતા. તેમણે સ્ટેજ પરથી ગીત પણ ગાયું હતું. નિમિષાબેન સુધારે જો રામ કો લાયે હે હમ ઉનકો લાયેંગે....દુનિયામે ફિર સે હમ ભગવા લહેરાયેંગે..ગીત ગાયું હતું. આ બેઠક પરથી ત્રણ વખત ચૂંટણી જીતેલા ધારાસભ્ય આ દરમિયાન ભાવુક થયા હતા. તેમની આંખમાં આંસુ આવી ગયા હતા.

Advertisement

મોરવા હડફ વિધાનસભામાં આજે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ, પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય નિમિષાબેન સુથારની હાજરીમાં આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.

Advertisement

આ  પણ  વાંચો - ખુન કા બદલા ખુન.! વાંચો, 5 કરોડની સોપારી અને હત્યારાની જ હત્યાનો કિસ્સો..

Tags :
Advertisement

.