Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકોટમાં આવતીકાલથી બે દિવસ પાણી કાપ,આ વોર્ડ રહીશોને અસર

Rajkot : રાજકોટ (Rajkot ) મનપા (RMC)દ્વારા લીકેજ રીપેરીંગની કામગીરીનાં (repair work ) બહાને વધુ એકવખત પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. જેમાં ભાદર યોજના આધારીત ભાદર ડેમથી રીબડા ફિલ્ટર પ્લાન્ટ (Ribda Filter Plant) સુધીની પાઇપલાઇન (Pipeline) જૂની હોવાના કારણે અલગ-અલગ સ્થળ...
12:34 PM Feb 13, 2024 IST | Hiren Dave
cut off water

Rajkot : રાજકોટ (Rajkot ) મનપા (RMC)દ્વારા લીકેજ રીપેરીંગની કામગીરીનાં (repair work ) બહાને વધુ એકવખત પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. જેમાં ભાદર યોજના આધારીત ભાદર ડેમથી રીબડા ફિલ્ટર પ્લાન્ટ (Ribda Filter Plant) સુધીની પાઇપલાઇન (Pipeline) જૂની હોવાના કારણે અલગ-અલગ સ્થળ પર લીકેજ રીપેરીંગ (Leakage Repairing) કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેને લઈ 14 ફેબ્રુઆરીને બુધવારે બે વોર્ડનાં અમુક વિસ્તારો તેમજ 15 ફેબ્રુઆરીને ગુરુવારે 4 વોર્ડનાં કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

 

ક્યાં ક્યાં વોર્ડમાં પાણીકાપ
ત્યારે  તમને  જણાવી દઈએ  કે   તા. 14 ફેબ્રુઆરી બુધવારના રોજ વાવડી હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો વોર્ડ નં.11, 12 માં પાણી વિતરણ બંધ રહેશે. ઉપરાંત તા. 15 ફેબ્રુઆરી ગુરુવારનાં ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો પૈકીના ઢેબર રોડના વોર્ડ નં. 7 ,14 ,17 તેમજ નારાયણનગર હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો વોર્ડ નં.18 માં પાણી વિતરણ બંધ રહેશે. મનપા દ્વારા મુકવામાં આવેલા આ પાણીકાપનાં કારણે હજારો લોકો તરસ્યા રહેશે.

14 ફેબ્રુઆરીએ આટલા વિસ્તારમાં પાણીકાપ
વાવડી હેડવર્કસ આધારિત વિસ્તારો વોર્ડ નં. 11-પાર્ટ અંબિકા ટાઉનશીપ-પાર્ટમાં પાણી વિતરણ બંધ રહેશે. જ્યારે વોર્ડ નં. 12-પાર્ટમાં વાવડી ગામ, વિશ્વકર્મા સોસા મહમદી બાગ, શકિતનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસા., ગોવિંદરત્‍ન, જે.કે.સાગર, વૃંદાવન વાટિકા, આકાર હાઈટ્સ, પુનિત પાર્ક, અંબિકા ટાઉનશીપ વિગેરે સોસાયટીઓમાં પાણી વિતરણ બંધ રહેશે.

 

ઉનાળાથી શરૂઆત સાથે રીપેરીંગ
ઉલ્લેખનીય છે કે, હાલ ઉનાળાની શરૂઆત થવાથી પાણીની જરૂરિયાતમાં વધારો થયો છે. બરાબર આવા સમયે મનપા દ્વારા લીકેજ રીપેરીંગનાં બહાના હેઠળ પાણીકાપ ઝીંકવામાં આવતા હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોકે તાજેતરમાં મનપા દ્વારા આ પ્રકારનો પાણીકાપ જાહેર કરવામાં આવ્યા બાદ વહેલી કામગીરી પૂર્ણ થતાં પાણીકાપ હટાવી લેવામાં આવ્યો હતો. ત્યારે આ વખતે પણ કામગીરી વહેલી પૂર્ણ થાય છે કે નહીં તે આવનારો સમય જ બતાવશે.

આ  પણ  વાંચો  - Junagadh : જૂનાગઢમાં પહેલા માળેથી બે વર્ષનું બાળક નીચે પટકાયું

 

Tags :
4 wardsBhadar DamBhadar Yojanacut off waterFilter PlantRAJKOTrepair workRMCsome areasstop water
Next Article