Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : Science City ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત પ્રસંગે ‘WASTE TO WEALTH’ કાર્યક્રમ યોજાયો

અહેવાલ  -સંજય  જોષી ,અમદાવાદ  ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. SAC- ISRO અને ગુજકોસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘WASTE TO WEALTH’ વિષય પર આયોજિત આ કાર્યક્રમમાં...
07:29 PM Aug 03, 2023 IST | Hiren Dave

અહેવાલ  -સંજય  જોષી ,અમદાવાદ 

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. SAC- ISRO અને ગુજકોસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘WASTE TO WEALTH’ વિષય પર આયોજિત આ કાર્યક્રમમાં બે દિવસ માટે કલરિંગ, ડ્રોઈંગ, પેઈન્ટિંગ, મોડેલ મેકિંગ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું. જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

મોડેલ મેકિંગ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું

કાર્યક્રમના ઉદ્ઘટાન સમારંભમાં ઈસરોના ગ્રૂપ ડાયરેક્ટર ડો. ડી. રામ રજક, સીનિયર સાયન્ટિસ્ટ ડો. રવિકુમાર વર્મા અને રીચા શ્રીવાસ્તવ, ગુજકોસ્ટના સાયન્ટિફિક ઓફિસર પાવિત શાહ અને સાયન્સ સિટીના જનરલ મેનેજર ડો. વ્રજેશ પરીખ ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત મહાનુભાવોએ વેસ્ટમાંથી વેલ્થ કેવી રીતે બનાવી શકાય તે અંગે બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત બાળકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા તેમજ ઓછામા ઓછું વેસ્ટ થાય તે અંગે સમજાવવામાં આવ્યું હતું.

કલરિંગ અને ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું

ત્રણ અલગ અલગ કેટેગરીમાં કલરિંગ અને ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ કેટેગરીમાં ધોરણ-1થી 3ના વિદ્યાર્થીઓ માટે, બીજી કેટેગરીમાં ધોરણ-4થી ધોરણ-6ના વિદ્યાર્થીઓ માટે કલરિંગ કોમ્પિટિશન તથા ત્રીજી કેટેગરીમાં ધોરણ-7 અને 8ના વિદ્યાર્થીઓ માટે ડ્રોઈંગ, પેઈન્ટિંગ અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી.

વિદ્યાર્થીઓને ભેટસ્વરૂપે ટેલિસ્કોપ પણ આપવામાં આવ્યા
ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે.બી. વદર સાહેબ, ગુજકોસ્ટના સલાહકાર નરોત્તમ સાહુ, ઈસરોના ડાયરેક્ટર નીલેશ દેસાઈ સહિતના મહાનુભાવોએ પ્રથમ ત્રણ નંબરે વિજેતા થયેલા બાળકોને પુરસ્કાર તેમજ સ્પર્ધામાં સહભાગી થનારા દરેક બાળકોને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. સાથે સાથે પ્રથમ નંબરે આવનારા વિદ્યાર્થીઓને ભેટસ્વરૂપે ટેલિસ્કોપ પણ આપવામાં આવ્યા હતા.

આ પણ  વાંચો -CMની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના 74મા વનમહોત્સવની ઉજવણી કરાઇ

 

Tags :
‘WASTE TO WEALTH’AhmedabadAzadi ka Amrit MohotsavISROSACscience cityStudents
Next Article