Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

WAPTAG Water Expo 2024: ગાંધીનગરમાં 29 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી વોટર એક્સપોનું કરાયું આયોજન

WAPTAG Water Expo 2024: વોટર પ્યુરિફિકેશન (Water Purification) અને ટ્રીટમેન્ટ ઉદ્યોગના સૌથી મોટા એસોસિયેશન વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિયેશન ઓફ ગુજરાત (Association Water Purification and Treatment Association of Gujarat) 29 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે દક્ષિણ એશિયાના...
waptag water expo 2024  ગાંધીનગરમાં 29 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી વોટર એક્સપોનું કરાયું આયોજન

WAPTAG Water Expo 2024: વોટર પ્યુરિફિકેશન (Water Purification) અને ટ્રીટમેન્ટ ઉદ્યોગના સૌથી મોટા એસોસિયેશન વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિયેશન ઓફ ગુજરાત (Association Water Purification and Treatment Association of Gujarat) 29 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે દક્ષિણ એશિયાના સૌથી મોટા વોટર એક્સપો વેપટેગ વોટર એક્સપો 2024ની આઠમી એડિશનનું આયોજન કરશે.

Advertisement

એક્સપો સમગ્ર ઉદ્યોગના લોકોને એકસાથે લાવશે

8 મી એડિશન એવા WAPTAG Water Expo 2024 માં વોટર અને વેસ્ટવોટર મેનેજમેન્ટ સેક્ટરમાં લેટેસ્ટ ટેક્નોલોજી દર્શાવતી ભારત તથા આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી કંપનીઓ ભાગ લેશે. એક્સપો સમગ્ર ઉદ્યોગના લોકોને એકસાથે લાવશે અને બિઝનેસ ડેવલપમેન્ટ, નેટવર્ક શેર કરવા તથા નવીનતમ વોટર સોલ્યુશન્સ શોધવા માટેની અનોખી તક પૂરી પાડશે.

  • WAPTAG Water Expo ની 8 મી એડિશનનું થયું આયોજન
  • દેશ-વિદેશની વિવિધ ટોચની કંપનીઓ ભાગ લેશે
  • એક્સપો સમગ્ર ઉદ્યોગના લોકોને એકસાથે લાવશે
  • આ વખતે એડિશન Nile Cabinets દ્વારા રજૂ કરાશે

વાપટેગના પ્રેસિડેન્ટ અસિત દોશીએ જણાવ્યું હતું કે, WAPTAG એ કેવળ એક્ઝિબિશન નહીં. પરંતુ વોટર પ્યુરિફિકેશન અને ટ્રીટમેન્ટ ઉદ્યોગનો પાયાનો પથ્થર છે. ગત વર્ષે NOida માં ઈન્ડિયા એક્સપો સેન્ટર (India Expo Center) ખાતે 7 મી એડિશનની સફળતા બાદ અમે WAPTAG ની વધુ મોટી અને બોલ્ડ એડિશન સાથે પાછા ફર્યા છીએ.

Advertisement

WAPTAG Water Expo 2024

WAPTAG Water Expo 2024

ઉદ્યોગની કેટલીક મોટી કંપનીઓ સહિત ભારત અને વિદેશોના 150 થી Exhibitors Waptag Water Expo 2024 માં ભાગ લઈ રહ્યા છે. જે લેટેસ્ટ ટેક્નોલોજી બતાવવા તથા નિહાળવા માટેની તથા પોતાની બ્રાન્ડને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવાની અનોખી તક પૂરી પાડે છે. સમગ્ર દેશ-વિદેશના B2B મુલાકાતીઓ સહિત 10,000 થી વધુ મુલાકાતીઓ Expo ની મુલાકાત લઈ રહ્યા છે.

Advertisement

દેશ-વિદેશની વિવિધ ટોચની કંપનીઓ ભાગ લેશે

વોટર ટ્રીટમેન્ટ, વોટર પ્રોસેસિંગ, ડોમેસ્ટિક વોટર પ્યુરિફિકેશન, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કમર્શિયલ આરઓ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટવોટર ટ્રીટમેન્ટ, એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ, સેવેજ ટ્રીટમેન્ટ, એન્વાયર્મેન્ટલ ટેક્નોલોજીસ, પમ્પ અને એસેસરીઝ, પાઇપ્સ, ફિલ્ટર્સ, કાર્ટ્રિજીસ, વોટર ચિલ્લર્સ અને કૂલર્સ, ડિસ્પેન્સર્સ, કેમિકલ્સ અને પેકેજિંગ સાથે સંકળાયેલી કંપનીઓ વાપટેગ વોટર એક્સપો 2024 માં ભાગ લઈ રહી છે.

આ વખતે એડિશન Nile Cabinets દ્વારા રજૂ કરાશે

2015 માં તેની પહેલી ઇવેન્ટ પછી WAPTAG Water Expo Latest તથા એડવાન્સ્ડ ટેક્નોલોજીઓ સાથે નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવા માટે ઉત્પાદકો, આયાતકારો તથા સપ્લાયરો માટે એક અનોખું અને પસંદગીનું પ્લેટફોર્મ બની રહ્યો છે. વાપટેગ વોટર એક્સપો 2024 Nile Cabinets દ્વારા રજૂ કરવામાં આવ્યો છે અને પેન્કા-ઓન્તોઝ તથા બ્લ્યૂશેલ દ્વારા સંચાલિત છે.

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: PM Modi in Dwarka : NDH ગ્રાઉન્ડમાં વિશાળ જનમેદનીને PM મોદીનું સંબોધન, કહ્યું – જેનું સપનું જોયું, તેને પૂર્ણ કર્યું….

Tags :
Advertisement

.