ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Wagh Bakri Tea Group: વાઘ બકરી ટી ગ્રુપ દ્વારા બ્લડ કલેક્શન એન્ડ ટ્રાન્સપોર્ટેશન વાનનું લોકાર્પણ

WAGH Bakri Tea Group :  વાઘ બકરી ટી ગ્રૂપ (WAGH Bakri Tea Group )નાગરિકોના સ્વાસ્થ્ય માટે સર્વોચ્ચ મહત્વ આપે છે માટે ગ્રૂપ શ્રેષ્ઠ ગુણવત્તાની ચા વેચવા ઉપરાંત, તેની CSR પહેલ દ્વારા આરોગ્ય ક્ષેત્રમાં પણ યોગદાન આપે છે. જેમ જેમ જીવનશૈલી...
01:14 PM Mar 15, 2024 IST | Hiren Dave
Blood Collection and Transportation Van

WAGH Bakri Tea Group :  વાઘ બકરી ટી ગ્રૂપ (WAGH Bakri Tea Group )નાગરિકોના સ્વાસ્થ્ય માટે સર્વોચ્ચ મહત્વ આપે છે માટે ગ્રૂપ શ્રેષ્ઠ ગુણવત્તાની ચા વેચવા ઉપરાંત, તેની CSR પહેલ દ્વારા આરોગ્ય ક્ષેત્રમાં પણ યોગદાન આપે છે. જેમ જેમ જીવનશૈલી બદલાઈ રહી છે તેમ તેમ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને કેન્સર જેવા બિનચેપી રોગોનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. વર્તમાન સમયમાં કેન્સરની સારવાર ઉપલબ્ધ છે. જે લાંબી અને વિશેષ જરૂરિયાત સાથે હોય છે.

કેન્સરના દર્દીઓને સસ્તા દરે વિશિષ્ટ સારવાર પૂરી પાડે છે

મુનિ સેવા આશ્રમ દ્વારા સંચાલિત કૈલાશ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, કેન્સરના દર્દીઓને સસ્તા દરે વિશિષ્ટ સારવાર પૂરી પાડે છે. હોસ્પિટલમાં બ્લડ કેન્સરની સારવાર માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની સુવિધા છે. વધુમાં હોસ્પિટલ દરરોજ સંખ્યાબંધ કેન્સર સર્જરી કરે છે. જેમાં દરરોજ તાજા લોહી અને લોહીના ઘટકોની જરૂર પડે છે.

ઔદ્યોગિક વિસ્તારમાં રક્તદાન માટેના કેમ્પ  યોજાશે 

વાઘ બકરી ટી ગ્રૂપે અત્યાધુનિક 'બ્લડ કલેક્શન એન્ડ ટ્રાન્સપોર્ટેશન વાન (Blood Collection and Transportation Van )મુનિ સેવા આશ્રમને CSR અંતર્ગત આપી છે. આ વાન દ્વારા નજીકના ગામડાઓ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં રક્તદાન માટેના કેમ્પ કરવામાં આવશે અને આમ હોસ્પિટલની લોહી માટેની જરૂરિયાતોને પૂરી કરવામાં આવશે.

શ્રીરસેશભાઈ દેસાઈ હસ્તે લોકાર્પણ 
શ્રીરસેશભાઈ દેસાઈ (Vice Chairman and Managing Director of Wagh Bakri Tea Group)ના શુભ હસ્તે આ વાનનું જાહેર લોકાર્પણ 14 માર્ચ, 2024 ના રોજ કરવામાં આવ્યું . આ પ્રસંગે વાઘ બકરી ટી ગ્રુપના, ડિલરો, ડિસ્ટ્રીબ્યુટરો અને કર્મચારીઓ ઉપરાંત મુનિ સેવા આશ્રમ મુખ્ય ટ્રસ્ટી ડો. વિક્રમ પટેલ અને સ્ટાફ હાજર રહ્યાં હતા.

શ્રીપારસભાઈ દેસાઈ - વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે જણાવ્યું કે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વસ્થ ભારતનું ધ્યેય આપ્યું છે. આ ધ્યેયમાં આ વાન દ્વારા યોગદાન આપવા માટે વાઘ બકરી ટી ગ્રુપ સંતોષ અનુભવે છે. રક્તદાન કેમ્પના આયોજન કરીને કેન્સરના દર્દીઓની સારવાર માટે વાન ભૂમિકા ભજવશે અને ઘણા લોકોના સ્વાસ્થ્ય સુધારવા માટે તકો પૂરી પાડશે. વાઘ બકરી ટી ગ્રુપ આ વિસ્તારની શ્રેષ્ઠ કેન્સર હોસ્પિટલોમાંની એક એવી કૈલાશ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર સાથે સહયોગ કરવામાં ખૂબ જ ગર્વ અનુભવે છે.

આ  પણ  વાંચો  - VADODARA : BJP માંથી સસ્પેન્ડેડ ડો. જ્યોતિ પંડ્યાએ કહ્યું, “AAP સંપર્કમાં, મારૂ મન કેસરિયુ છે”

આ પણ  વાંચો - VADODARA : કિશનવાડીના રહીશો દુષિત પાણીથી ત્રસ્ત

આ  પણ  વાંચો - Bandh announced : વળતર ચુકવવા મામલે આજે વડાલમાં બંધનું એલાન

 

Next Article