Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viranjali Program: શહીદ દિન નિમિત્તે સળંગ 17માં વર્ષે વિરાંજલી કાર્યક્રમનું સાણંદ ખાતે ભવ્ય આયોજન

Viranjali Program: “વીરાંજલિ' સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ 23 માર્ચ એટલે કે શહીદ દિન નિમિતે અનોખા કાર્યક્રમનું આયોજન સળંગ 17માં વર્ષે કરવામાં આવ્યું. Viranjali Program મોટી સંખ્યામાં શ્રોતાઓ આ કાર્યક્રમમાં જોડાયા આજરોજ શહીદ દિન નિમિત્તે સાણંદમાં યોજાનારા...
viranjali program  શહીદ દિન નિમિત્તે સળંગ 17માં વર્ષે વિરાંજલી કાર્યક્રમનું સાણંદ ખાતે ભવ્ય આયોજન
Advertisement

Viranjali Program: “વીરાંજલિ' સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ 23 માર્ચ એટલે કે શહીદ દિન નિમિતે અનોખા કાર્યક્રમનું આયોજન સળંગ 17માં વર્ષે કરવામાં આવ્યું.

Advertisement

Viranjali Program

Advertisement

મોટી સંખ્યામાં શ્રોતાઓ આ કાર્યક્રમમાં જોડાયા

આજરોજ શહીદ દિન નિમિત્તે સાણંદમાં યોજાનારા વીરાંજલિ કાર્યક્રમમાં અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા. સાઈરામ દવે, કિર્તીદાન ગઢવી, અલ્પાબેન પટેલ સહિતના કલાકારો થકી ગીત,સંગીત, ડાયરો અને અભિનયથી સજ્જ ક્રાંતિ ગાથા વિરાંજલીમાં દેશભક્તિના સૂર રેલાયા હતા. તો મોટી સંખ્યામાં શ્રોતાઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

Advertisement

Viranjali Program

17 વર્ષથી વિરાંજલિ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે

મહત્વનું છે કે વર્ષ 2007માં ભાજપના નેતા પ્રદીપસિંહ વાઘેલા સાથે વિરાંજલી સમિતિએ ‘દેશના સપૂતો અને ક્રાંતિકારીઓના અમર બલિદાનની ગાથાને વીરાંજલિ કાર્યક્રમ દ્વારા લોકમાનસ સુધી પહોંચાડવાનું-નવી પેઢીમાં દેશભક્તિ જગાવવાના કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. અંગ્રેજોએ 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસી આપી દીધી હતી. તેમની યાદગીરીના ભાગ રૂપે છેલ્લા 17 વર્ષથી વિરાંજલિ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે.

Viranjali Program

અત્યાર સુધીમાં ગુજરાતમાં તેમના 16 જેટલા કાર્યક્રમ થયા

વીરાંજલી સમિતિ દ્વારા વર્ષ 2007માં બકરાણામાં વીરાંજલિ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. અત્યાર સુધીમાં ગુજરાતમાં તેમના 16 જેટલા કાર્યક્રમ થયા છે. તેમાં 7 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા છે. યુવાનો દ્વારા આપણા સપૂતોના બલિદાનની ગાથાને મોટા પાયે પસંદ કરવામાં આવી રહી હોવાનું વિરાંજલી સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું. આજના કાર્યક્રમમાં સાણંદ સ્ટેટના રાજા, ધારાસભ્યો, ભાજપના કાર્યકર્તાઓ, જિલ્લા અને શહેરના પ્રમુખો, સહકારી આગેવાનો, આસપાસના ગામના સરપંચ અને મોટી સંખ્યામાં સ્થાનિકો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: Dahod Child Sink In Lake: હોળી ટાણે બે સગી બહેનો તળાવમાં ડૂબી જતાં પરિવારમાં હૈયાફાટ રુદન

આ પણ વાંચો: Surat Palsana News: પલસાણાના તાતીથૈયામાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી

આ પણ વાંચો: Bharuch District Holi: ભરૂચ જિલ્લામાં હોળીકા દહનમાં વૈદિક હોળીને લઈ લાકડા વેચાણમાં મંદીનો માહોલ

Tags :
Advertisement

Trending News

.

×