Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

vibrant summit 2024 : વાઈબ્રન્ટ સમિટના આર્કિટેક્ટ વડાપ્રધાન મોદી: CM ભૂપેન્દ્ર પટેલ

vibrant summit 2024 :  ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો આજે બીજો દિવસ છે. આજે દેશ-દુનિયાભરમાંથી નેતાઓ, ઉદ્યાગપતિઓ, ડેલિગેટ્સ આવી રહ્યા છે. ત્યારે વહેલી સવારે જ અમદાવાદ એરપોર્ટ પર ચેક રિપબ્લિકના વડાપ્રધાન પિટર ફિયાલા આવી પહોંચ્યા હતા. ગુજરાત (vibrant summit) વાયબ્રન્ટ...
vibrant summit 2024   વાઈબ્રન્ટ સમિટના આર્કિટેક્ટ વડાપ્રધાન મોદી  cm ભૂપેન્દ્ર પટેલ

vibrant summit 2024 :  ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો આજે બીજો દિવસ છે. આજે દેશ-દુનિયાભરમાંથી નેતાઓ, ઉદ્યાગપતિઓ, ડેલિગેટ્સ આવી રહ્યા છે. ત્યારે વહેલી સવારે જ અમદાવાદ એરપોર્ટ પર ચેક રિપબ્લિકના વડાપ્રધાન પિટર ફિયાલા આવી પહોંચ્યા હતા. ગુજરાત (vibrant summit) વાયબ્રન્ટ સમિટ 2024નો પ્રારંભ થયો છે. જેમાં ત્રિદિવસીય સમિટનું ગાંધીનગરમાં આયોજન કરાયું છે. PM નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવ્યો છે. 34 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે વાયબ્રન્ટ સમિટમાં જોડાયા છે.

Advertisement

Advertisement

34 પાર્ટનર દેશોનું પણ સન્માન સાથે સ્વાગત

વાયબ્રન્ટ સમિટ (vibrant summit ) માં CM ભૂપેન્દ્ર પટેલે સંબોધનમા જણાવ્યું કે તમામનું ગુજરાતની ધરતી પર હૃદયથી સ્વાગત છે. વાયબ્રન્ટ સમિટના આર્કિટેક્ટ વડાપ્રધાન મોદી છે. PM મોદીએ આ સમિટને બ્રાન્ડિંગની સાથે બોન્ડિંગથી બનાવી છે. 34 પાર્ટનર દેશોનું પણ સન્માન સાથે સ્વાગત છે. ગુજરાતની ધરતી પર 16 સંસ્થાઓના અગ્રણીઓનું સ્વાગત છે. ભારતની વસુધૈમ કુટુંબકમની સંસ્કૃતિને વિશ્વ સુધી પહોંચાડી છે. ભારતમાં તાજેતરમાં જ G-20ની યજમાની પૂર્ણ થઇ છે. ત્યારે 34 દેશોના પાર્ટનરનોનું આભાર માનું છું  ગુજરાતના મોડેલથી અનેક રાજ્યો પ્રભાવિત થયા છે 2047માં ભારતને વિકસિત બનાવવામાં ગુજરાત પોતાનો ફાળો અપાશે

Advertisement

PMની પ્રેરણાથી ગુજરાત રોકાણ માટે શ્રેષ્ઠ રાજ્ય બન્યુ

PMના નેતૃત્વમાં ઔદ્યોગિક ક્ષેત્રે ભારત આગળ વધે છે. ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું છે. ગુજરાત વિકાસના નવા કીર્તિમાનો સ્થાપી રહ્યું છે. ગુજરાતના વાયબ્રન્ટ મોડેલથી અનેક રાજ્યો પ્રેરિત થયા છે. અનેક રાજ્યોમાં વાયબ્રન્ટ સમિટ શરૂ થઇ છે. ગેટવે ટૂ ધ ફ્યૂચર થીમ પર આ વખતની સમિટ છે. PMની પ્રેરણાથી ગુજરાત રોકાણ માટે શ્રેષ્ઠ રાજ્ય બન્યુ છે.

આ પણ વાંચો - VGGS-2024 : આજે PM મોદીના હસ્તે ઉદઘાટન, જાણો કાર્યક્રમ, સુવિધા, ભોજન સહિતની તમામ માહિતી

Tags :
Advertisement

.