Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vibrant Gujarat Vibrant Kutch : ગાંધીધામ ખાતે વાઇબ્રન્ટ સમિટનો રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના વરદ હસ્તે પ્રારંભ

અહેવાલ -કૌશિક છાયા.ક્ચ્છ આજરોજ કચ્છના ગાંધીધામ ખાતે સહકાર, મીઠા, છાપકામ લેખન સામગ્રી, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી  જગદીશ વિશ્વકર્માએ વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ કચ્છ સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ કચ્છ કાર્યક્રમનું આયોજન કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને...
vibrant gujarat vibrant kutch   ગાંધીધામ ખાતે વાઇબ્રન્ટ સમિટનો રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના વરદ હસ્તે પ્રારંભ
Advertisement

અહેવાલ -કૌશિક છાયા.ક્ચ્છ

Advertisement

આજરોજ કચ્છના ગાંધીધામ ખાતે સહકાર, મીઠા, છાપકામ લેખન સામગ્રી, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી  જગદીશ વિશ્વકર્માએ વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ કચ્છ સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ કચ્છ કાર્યક્રમનું આયોજન કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. વાઈબ્રન્ટ કચ્છ સમિટમાં કુલ 139 MSME એકમો સાથે રૂ.3370ના કરોડના MoU સાઈન થયા હતા.

Advertisement

Advertisement

ડૉ. બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ગાંધીધામ ખાતે વાઇબ્રન્ટ કચ્છ કાર્યક્રમનો શુભારંભ કરાવતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ' એટલે, નોલેજ શેરિંગ, સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ અને ગુજરાતનું ગ્રોથ એન્જીન.વાઈબ્રન્ટ એટલે 3T-ટેલેન્ટ, ટેક્નોલોજી અને ટ્રાન્સપરન્સીની સાથે વિકાસનું એન્જિન વધુ મજબૂત બનાવવું. ગુજરાતમાં લોકો આવે છે એનું કારણ છે, શ્રેષ્ઠ તકો, પૂરતી સુરક્ષા અને પોલીસીનું સરળીકરણ છે.

રાજ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતને વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવામાં વાઈબ્રન્ટ ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન છે. કચ્છમાં સરકારના પ્રયાસોના લીધે અનેક ઉદ્યોગોએ રોકાણ કર્યું છે. રોડ રસ્તાની કનેક્ટિવિટી, ચોવીસ કલાક સાતત્યપૂર્ણ વીજ પુરવઠો, સિંગલ વિન્ડો સર્ટિફિકેશન, પોર્ટનો વિકાસ વગેરે સરળીકરણના લીધે કચ્છમાં ઉદ્યોગો વિકસ્યા છે. વડાપ્રધાનના વિઝનના લીધે કચ્છ વિનાશક ભૂકંપમાંથી બેઠું થયું છે અને દેશમાં અગ્રેસર બનીને ઊભરી આવ્યું છે.

વાઈબ્રન્ટ ગુજરાતની સફળતા વિશે વાત કરતાં રાજ્યમંત્રીએ જણાવ્યું કે, આજે ગાંધીધામ ખાતે રાજ્યકક્ષાની વાઈબ્રન્ટ ઈવેન્ટ યોજાય રહી હોય એવી તૈયારીઓ છે. કોઈપણ દેશ એક રાજ્ય સાથે MoU કરે તે અકલ્પનીય ઘટના વાઈબ્રન્ટ ગુજરાત સમિટથી શક્ય બની છે. કચ્છમાં ભૂકંપ બાદ સરકારશ્રીના પ્રયાસથી ઔદ્યોગિક રોકાણ વધીને રૂ.૧,૪૦,૦૦૦ કરોડ સુધી પહોંચ્યું છે.અનેક વિપદામાંથી બેઠા થયેલા કચ્છના લોકોની ખુમારીને બિરદાવતા રાજ્યમંત્રીએ જણાવ્યું કે, કચ્છી માડુઓના ખમીર અને સરકારના વિઝન થકી જ કચ્છને ફરીથી ધમધમતું બનાવ્યું છે. વાઈબ્રન્ટ કચ્છના ભવ્ય આયોજન માટે જિલ્લા વહીવટીતંત્ર - ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સને અભિનંદન આપતા રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ઉદ્યોગ સાહસિકોને કચ્છમાં મહત્તમ રોકાણ કરવા માટે અનુરોધ કર્યો હતો.

ગુજરાત વિશે ગર્વભેર મંત્રીએ જણાવ્યું હતું કે,દેશના GDP માં ગુજરાતનો હિસ્સો અંદાજે 8.4 ટકા છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકા હિસ્સો ગુજરાતનો છે તો ભારતના કુલ એક્સપોર્ટમાં 33 ટકા ગુજરાતની ભાગીદારી છે. ગુજરાતમાં ૧૩ લાખ થી વધુ MSME રજીસ્ટર્ડ છે .આ તકે કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી દીર્ઘદ્રષ્ટિથી દેશને નવી દિશા તરફ લઈ જઈ રહ્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ તેનું ઉત્તમ ઉદાહરણ બની છે. આજે ગુજરાતના તમામ જિલ્લામાં વાઈબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વિકાસના રથને આગળ વધારી રહી છે. આજે ગુજરાતમાં વિશ્વકક્ષાની પ્રોડક્ટ્સનું નિર્માણ થઈ રહ્યું છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, કચ્છ એ માત્ર પ્રદેશ નથી, સાંસ્કૃતિક વિરાસતનો વારસો‌ છે. વધુમાં વધુ રોકાણ કરીને કચ્છના વિકાસ થકી દેશના વિકાસમાં સહભાગી થવા રાજ્યમંત્રીએ ઉદ્યોગ સાહસિકોને અપીલ કરી હતી.

સ્વાગત પ્રવચન કરીને મહાનુભાવોને આવકારતા જિલ્લા કલેક્ટરઅમિત અરોરાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લો આજે ઔદ્યોગિક હબ બન્યો છે. કચ્છ આજે ઔદ્યોગિક એકમો માટે મહત્વનું ડેસ્ટિનેશન છે.  અરોરાએ ઉદ્યોગોને કચ્છમાં આમંત્રણ આપીને જણાવ્યું હતું કે, ૧૦ હજાર હેક્ટર પ્રિ-ક્લિયર જમીનની લેન્ડ બેંક બનાવવામાં આવી છે. કેવી રીતે કચ્છ આજે વિકાસ પંથ ઉપર દોડી રહ્યું છે તેનું વિગતવાર પ્રેઝન્ટેશન શ્રી અરોરાએ મહાનુભાવોની સમક્ષ આપ્યું હતું.

દીનદયાળ પોર્ટના ચેરમેન એસ.કે.મહેતાએ જણાવ્યું હતું કે, કચ્છમાં આજે અનેક ઉદ્યોગો કાર્યરત છે.મહેતાએ ઉમેર્યું હતું કે,ગુજરાત સરકાર વાઈબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની સફળતાની ઉજવણી કરી રહી છે ત્યારે દીનદયાળ પોર્ટ સરકારની સાથે છે. કચ્છ જિલ્લાને સંભાવનાઓનો જિલ્લો ગણાવીને તેઓએ કહ્યું કે, દીનદયાળ પોર્ટ દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવા પ્રયાસરત છે.ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડ એ કાર્યક્રમના અંતે આભારવિધિ કરી હતી.વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ કચ્છ સમિટમાં વેન્યૂ પાર્ટનર તરીકે દીનદયાળ પોર્ટ, પ્રેઝેન્ટીગ પાર્ટનર તરીકે ડીપી વર્લ્ડે અને નોલેજ પાર્ટનર તરીકે ફોકિયાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખજનકસિંહ જાડેજા,ધારાસભ્ય સર્વમાલતીબેન મહેશ્વરી,વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા,અનિરુદ્ધભાઈ દવે,ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ તેજસ શેઠ, ગાંધીધામ તાલુકા પંચાયત પ્રમુખ શાંતાબેન બાબરીયા, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, પ્રભારી સચિવ હર્ષદ પટેલ, હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગાંધીનગરના મેનેજિંગ ડાયરેક્ટર લલિત નારાયણ સિંગ સંધુ, ઉદ્યોગ સાહસિકો વિ. શેખરન, અશોક પુડીર, દેબાસીસ મજુમદાર,સંદીપ જયસ્વાલ, પ્રીતિ પટેલ, આદિલ શેઠના, પંકજ કુદેશીના,મહેશ પુંજ,પ્રશાંત સંઘવી, રિતેશ તન્ના, મિસબા ઉલ હક, પ્રમોદ શુક્લા, અનસુલ તોસનીવાલ, અરુણકુમાર શર્મા, રામ પ્રસાદ શર્મા, આર.પી.સિંગ, મુકેશ શર્મા, નીરજ બંસલ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટીતંત્ર‌ તરફથી જિલ્લા વિકાસ અધિકારી એસ. કે. પ્રજાપતિ, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, ડીઆરડીએ નિયામક આર.કે.ઓઝા, પ્રાંત અધિકારી સર્વે મેહુલ દેસાઈ, મેહુલ બરાસરા, દેવાંગ રાઠોડ, બાલમુકુન્દ સૂર્યવંશી, ચેતન મિસણ, નીતિ ચારણ, બી.એચ. ઝાલા, એ.બી.જાદવ તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ  પણ  વાંચો-નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજી બ્રહ્મલીન થયા, બુધવારે સવારે 8 વાગ્યા સુધી થઇ શકશે અંતિમ દર્શન

Tags :
Advertisement

Related News

featured-img
ભાવનગર

Bhavnagarના ગારીયાધારમાં 6 વર્ષના બાળકના અપહરણ બાદ હત્યાના પ્રયાસની ઘટનાથી મચી ગઈ ચકચાર

featured-img
અમદાવાદ

Vadtal : સ્વામિનારાયણનાં સંતોના બફાટ સામે આચાર્ય રાકેશપ્રસાદ રોષે ભરાયા, જાણો શું કહ્યું ?

featured-img
ગુજરાત

આવતીકાલથી ST બસોના ભાડામાં 10 ટકાનો વધારો થશે, ટિકિટદરમાં વધશે 1થી 4 રુપિયા

featured-img
ગુજરાત

Vikram Thakor : જાણીતા અભિનેતા વિક્રમ ઠાકોર હવે રાજકારણમાં કરશે એન્ટ્રી!

featured-img
ગુજરાત

આસારામને મળ્યા મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના જામીન, 3જા જજના મતથી લેવાયો નિર્ણય

featured-img
ગુજરાત

Vadnagar : યોગ મુદ્રામાં મળેલા 1000 વર્ષ જૂના પુરુષ કંકાળ અને ખોપરીનું શું છે રહસ્ય ?

Trending News

.

×