Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vibrant Gujarat Summit 2024 : PM મોદી UAE ના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદમાં કરશે રોડ શો

Vibrant Gujarat Summit 2024: વાઈબ્રન્ટ સમિટ ( Vibrant Gujarat Summit )પહેલા PM મોદી આજે ટ્રેડ શૉનું ઉદ્ધાટન કરશે. 'ગ્લોબલ ટ્રેડ શો' માં વિઝિટીંગ તરીકે 100 દેશ જ્યારે પાર્ટનર તરીકે ૩૩ દેશ ભાગ લેશે. જે બાદ સાંજે UAE ના રાષ્ટ્રપતિ સાથે...
vibrant gujarat summit 2024   pm મોદી uae ના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદમાં કરશે રોડ શો

Vibrant Gujarat Summit 2024: વાઈબ્રન્ટ સમિટ ( Vibrant Gujarat Summit )પહેલા PM મોદી આજે ટ્રેડ શૉનું ઉદ્ધાટન કરશે. 'ગ્લોબલ ટ્રેડ શો' માં વિઝિટીંગ તરીકે 100 દેશ જ્યારે પાર્ટનર તરીકે ૩૩ દેશ ભાગ લેશે. જે બાદ સાંજે UAE ના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર (gandhinagar)હોટલ લીલા સુધી મેગા રોડ શો (Road sho) યોજશે.એરપોર્ટ પરથી ઈન્દિરા બ્રિજ (Indira Bridge) સુધી બંને નેતાઓ રોડ શૉ યોજશે. વાઈબ્રન્ટ સમિટિને (Vibrant Gujarat Summit) લઈને અમદાવાદ એરપોર્ટ પર આજથી મહેમાનોનું આગમન શરૂ થયું હતું. જેને લઈને પોલીસે વિશેષ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

Advertisement

PM Modi નો આજનો કાર્યક્રમ

સવારે 9.20 વાગ્યે PM મોદી મહાત્મા મંદિરની મુલાકાત કરશે. બાદમાં સવારે 9.20થી 9.30 વાગ્યે તેઓ અધિકારીઓ સાથે બ્રિફિંગ કરશે. ત્યારબાદ સવારે 9.30થી 10 વાગ્યે PM Modi  ટીમોર લેસ્ટેના પ્રેસિડેન્ટ સાથે બેઠક કરશે.PM મોદી સવારે 10.10થી 11.45 વાગ્યા સુધી 5 ગ્લોબલ કંપનીના CEO સાથે બેઠક કરશે. સવારે 11.15થી 12.15 વાગ્યાનો સમય અનામત રખાયો છે. બપોરે 12.15થી 12.25 વાગ્યા સુધી તેઓ અધિકારીઓ સાથે બેઠક કરશે. બપોરે 12.25થી 1 વાગ્યા સુધી Mozambique ના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરશે.

Advertisement

Advertisement

સાંજે મહાત્મા મંદિરથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે

PM મોદી  બપોરે 1.15 વાગ્યે મહાત્મા મંદિરથી રવાના થશે. બપોરે 1.25 વાગ્યે PM મોદી રાજભવન પહોંચશે. બપોરે 2.45 વાગ્યે PM મોદી રાજભવનથી રવાના થશે. બપોરે 2.55 વાગ્યે હેલિપેડ એક્ઝીબિશન સેંટર પહોંચશે. બપોરે 3.થી 4 વાગ્યે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. સાંજે 4.10 વાગ્યે મહાત્મા મંદિરે પહોંચશે. સાંજે 4.50 વાગ્યે મહાત્મા મંદિરથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.

PM મોદી સાંજે 5.20 વાગ્યે એરપોર્ટ પર પહોંચશે. સાંજે 5.30 વાગ્યેથી 5.40 વાગ્યે UAEના રાષ્ટ્રપતિને આવકારશે. સાંજે 5.45 વાગ્યે UAEના રાષ્ટ્રપતિ સાથે એરપોર્ટથી રોડ શો કરશે. સાંજે 6.10 વાગ્યે UAEના રાષ્ટ્રપતિ સાથે હોટલ લીલા પહોંચશે. સાંજે 6.15થી 8.30 વાગ્યે UAEના વડા સાથે બેઠક અને ભોજન કરશે. રાત્રે 8.30 વાગ્યે PM મોદી રાજભવન જવા રવાના થશે. રાત્રે 8.45 વાગ્યે રાજભવન પહોંચી રાત્રિ રોકાણ કરશે.

શેખ મોહમ્મદ બિન ઝાયેદની મુલાકાત ખૂબ ખાસ છે

PM મોદી  એ લખ્યું હતું કે આ કાર્યક્રમમાં મારા ભાઈ શેખ મોહમ્મદ બિન ઝાયેદનું આવવું ખૂબ જ ખાસ છે. PM મોદીએ તેમના ટ્વીટમાં કહ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સાથે મારો ખૂબ જ નજીકનો સંબંધ છે અને મને એ જોઈને આનંદ થાય છે કે આ પ્લેટફોર્મે ગુજરાતના વિકાસમાં કેવી રીતે યોગદાન આપ્યું છે અને ઘણા લોકો માટે તકો ઊભી કરી છે.

આ પણ વાંચો - Vibrant Gujarat 2024 : PM નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે, ઉદ્યોગપતિ અને નેતાઓ સાથે કરશે બેઠક

Tags :
Advertisement

.