Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VGGS 2024 : ગુજરાત પર થયો નાણાંનો વરસાદ, લાખો લોકોને રોજગારી મળશે

VGGS 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ બિઝનેસ લિડર્સ અને રાષ્ટ્રપ્રમુખોની હાજરીમાં મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS 2024)  2024 નું ઉદ્ધાટન કર્યું છે. વાઇબ્રન્ટ સમિટ (VGGS 2024t) માં 4 દેશના રાષ્ટ્રપ્રમુખની સાથે 200 કંપનીઓના સીઇઓ આવ્યા છે....
vggs 2024   ગુજરાત પર થયો નાણાંનો વરસાદ  લાખો લોકોને રોજગારી મળશે

VGGS 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ બિઝનેસ લિડર્સ અને રાષ્ટ્રપ્રમુખોની હાજરીમાં મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS 2024)  2024 નું ઉદ્ધાટન કર્યું છે. વાઇબ્રન્ટ સમિટ (VGGS 2024t) માં 4 દેશના રાષ્ટ્રપ્રમુખની સાથે 200 કંપનીઓના સીઇઓ આવ્યા છે. જેમાં 75 જેટલા સીઇઓ ગ્લોબલ કંપનીઓના પણ આવ્યા છે.

Advertisement

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024

ગ્લોબલ સીઇઓમાં યુએઇ, યુએસએ, જાપાન, સિંગાપોર, ફ્રાન્સ, જર્મની સહિતના દેશના સીઇઓ આવ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં નરેન્દ્ર મોદી સાથે UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, ચેક રિપબ્લિકના વડાપ્રધાન પેટ્ર ફિયાલા, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેસિન્ટો ન્યુસી, તિમોર લેસ્તના રાષ્ટ્રપતિ જોઝ રામોસ હોર્તા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં એકસાથે જોવા મળ્યા હતાં.

Advertisement

ઓટોમોબાઈલ માર્કેટમાં ભારત આગળ વધ્યું: જાપાનના સુઝુકી મોટરના પ્રમુખ

જાપાનના સુઝુકી મોટર પ્રમુખ શિહિરો  સંબોધનની શરૂઆત ગુડ મોર્નિંગ અને નમસ્કારથી કરતા હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો. તેમણે કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં નરેન્દ્ર મોદીનું મજબુત નેતૃત્વ અને સહકાર રહ્યો છે. જેના ભાગરૂપે ભારતનું ઓટોબોલાઈલ માર્કેટ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારત વિશ્વનું ત્રીજી સૌથી મોટો ઓટોબોલાઈલ ઈન્ડસ્ટ્રી બની ગયું છે.તેમણે વધુમાં કહ્યું કે, અમે ભારતમાં પ્રોડક્શન કેપેસિટી વધારી રહ્યા છીએ. સુઝૂકી ગ્રુપ દ્વારા આ વર્ષના અંતુ સુધીમાં ગુજરાતમાં ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવામાં આવશે. અમે આ મોડલને ન માત્ર ભારતમાં જ નહીં પરંતુ જાપાન અને યુરોપના દેશોમાં પણ એક્સપોર્ટ કરીશું. ગુજરાતમાં પોતાનું પ્રોડક્શન વધારવા માટે સુઝૂકી ગ્રુપ 3,200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જે વર્તમાન 7.5 લાખથી 10 લાખ સુધી વર્ષનું ઉત્પાદન લઈ જશે. બીજો નવો પ્લાન્ટ ગુજરાતમાં નાખવાની પણ જાહેરાત કરી છે. જેમાં 35000 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે. જેમાં પણ 10 લાખ યુનિટનું ઉત્પાદન વર્ષે કરાશે. આમ વર્ષે 20 લાખ યુનિટનું ઉત્પાદન સુઝૂકી દ્વારા કરાશે. બનાસ ડેરી સાથે મળી ને 4 નવા બાયોગેસ પ્લાન્ટ નાખવાની પણ જાહેરાત કરી છે.

Advertisement

રોકાણમાં ગુજરાત ફેવરિટ બન્યુ છે : માઇક્રોન ટેક્નોલોજીના CEO

માઇક્રોનના પ્રેસિડન્ટ સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં ગુજરાતનો ડંકો વાગ્યો છે. રોકાણમાં ગુજરાત ફેવરિટ બન્યુ છે. રોકાણકારોના વિશ્વાસનો પર્યાય એટલે ગુજરાત, મને ખૂબ આનંદ છે કે ગુજરાતમાં વેપારનો મહાકુંભ યોજાયો છે. રોકાણનું ઉત્તમ સ્થળ એટલે ગુજરાત. અમે સાણંદમાં પાંચ હજાર સ્ક્વેર ફૂટમાં પ્રોજેક્ટ સ્થાપીશું. મારા માટે આ ગર્વની વાત છે કે આ સ્ટેજ મને મળ્યું છે. ભારત માટે સેમિકન્ડક્ટરમાં બહુ મોટી તક છે. માઈક્રોન દુનિયાની મોટી સેમિકન્ડક્ટર કંપની છે. ટાટા સાથે પાર્ટનર બનવા બદલ અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ. માત્ર માઈક્રોન અને ગુજરાત અને ભારત માટે નહિ પણ દુનિયા માટે પ્રોડક્શન કરીએ.

આ પણ વાંચો - Vibrant Gujarat : અમારો વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ ગુજરાતમાં બનશે : લક્ષ્મી મિત્તલ

Tags :
Advertisement

.