Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VGGS 2024 : 1 વર્ષમાં લીથીયમ આયર્ન બેટરીની કિંમત ઘટશે : નીતિન ગડકરી

VGGS 2024 : ગાંધીનગર ખાતેની ગિફ્ટ સીટીમાં ઉડતી જોવા મળશે. જેમાં ડિવીઆર બનાવવાનું કામ શરુ થયુ છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (nitingadkari) નું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમાં નીતિન ગડકરી (nitingadkari) એ જણાવ્યું છે કે ઈ-વ્હિકલમાં વિશ્વમાં પ્રથમ...
vggs 2024   1 વર્ષમાં લીથીયમ આયર્ન બેટરીની કિંમત ઘટશે   નીતિન ગડકરી

VGGS 2024 : ગાંધીનગર ખાતેની ગિફ્ટ સીટીમાં ઉડતી જોવા મળશે. જેમાં ડિવીઆર બનાવવાનું કામ શરુ થયુ છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (nitingadkari) નું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમાં નીતિન ગડકરી (nitingadkari) એ જણાવ્યું છે કે ઈ-વ્હિકલમાં વિશ્વમાં પ્રથમ આવવાનું લક્ષ્ય છે. જેમાં ઈ-વ્હિકલ  (E-Vehicle) માટે વેઈટિંગ ચાલે છે અને ટુ વ્હીલરમાં સ્ટાર્ટ અપ શરૂ થયા, વિદેશ નિકાસ થાય છે.

Advertisement

Advertisement

ટ્રાન્સપોર્ટ સેક્ટર માટે સોલાર પાવર ખૂબ ઉપયોગી રહેશે

ટ્રાન્સપોર્ટ સેક્ટર  (Transport Sector) માટે સોલાર પાવર ખૂબ ઉપયોગી રહેશે. ટ્રાન્સપોર્ટ મંત્રી તરીકે 40 ટકા પ્રદૂષણ માટે જવાબદાર છીએ. આયાત કરવાના કારણે અને પ્રદૂષણના કારણે નુકસાન થાય છે. ભારત ઓટોમોબાઈલ સેક્ટર  (India Automobile Sector) 7માં નંબરે હતું જે હવે ત્રીજા નંબરે છે. રાજ્યમાં 15 વર્ષથી જુની 16 લાખ કાર છે. ગુજરાત સ્ક્રેપ પોલિસી અને સ્ટેશન બનાવવા સારુ કામ કર્યુ છે. એક વર્ષમાં લીથીયમ આયર્ન બેટરીની કિંમત વધુ ઘટશે. 1200 ટન લીથીયમ આયર્ન આપણે આયાત કરીએ છીએ.

Advertisement

આવનાર એક વર્ષમાં લીથીયમ આયર્ન બેટરીની કિંમત વધુ ઘટશે

ઈ-લક્ઝરી બસ પણ આવી રહી છે. તેમજ ઈ-વ્હિકલ માટે હાઈવે બનાવવા ચર્ચા કરી રહ્યો છુ. કેબલ નાંખીને કામ થશે. દિલ્લી મુંબઈ વચ્ચે કેબલ લગાવી ઈલેક્ટ્રિક ટ્રક દોડાવી શકાય છે. ઈ વ્હિકલ ઈન્ડસ્ટ્રી 12.5 લાખ કરોડની છે અને ચાર લાખ કરોડની નિકાસ થાય છે તો 4 કરોડ રોજગારી ઉભી કરી છે. ઈ-વ્હિકલમાં 25 લાખ કરોડનો ટાર્ગેટ છે અને વિશ્વમાં પ્રથમ આવવાનું લક્ષ્ય છે. ભારતનું ઈ માર્કેટ 20230 સુધી 1 કરોડ વેચાણ થશે અને 5 કરોડની રોજગારી હશે. ગુજરાતમાં ઈ વ્હિકલની સંખ્યા 1.07 લાખ છે. છેલ્લા 2 વર્ષમાં 500 ઘણુ વધારે વેચાણ ઈ-વ્હિકલનું ગુજરાતમાં થયું છે. લીથીયમ આયન બેટરીની કોસ્ટ ખૂબ ઉંચી છે તેથી આવનાર એક વર્ષમાં લીથીયમ આયર્ન બેટરીની કિંમત વધુ ઘટશે.

આ પણ વાંચો - VGGS-2024 : વાઈબ્રન્ટ ગુજરાતના માધ્યમથી દેશમાં મોટું રોકાણ આવવાનું છે : હર્ષ સંઘવી

'આવનાર 1 વર્ષમાં લીથીયમ આયર્ન બેટરીની કિંમત  ઘટશે : નીતિન ગડકરી

Tags :
Advertisement

.