Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Valsad Mango: કેરીની સિઝનના બે મહિના પહેલા, વલસાડની કેરીઓ આવશે બજારમાં

Valsad Mango: ફળોના રાજા એટલે કે કેરી અને કેરીની સીઝન શરૂ થવાને હજુ મહિનાઓની વાર છે. તો અત્યારે જિલ્લાની મોટાભાગની વાડીઓમાં આંબાઓ પર મોર ઝૂલી રહ્યા છે. સામાન્ય રીતે જિલ્લામાં કેરીની સીઝન એપ્રિલ મહિનાના અંત અને મે મહિનાના શરૂઆતમાં થતી...
valsad mango  કેરીની સિઝનના બે મહિના પહેલા  વલસાડની કેરીઓ આવશે બજારમાં

Valsad Mango: ફળોના રાજા એટલે કે કેરી અને કેરીની સીઝન શરૂ થવાને હજુ મહિનાઓની વાર છે. તો અત્યારે જિલ્લાની મોટાભાગની વાડીઓમાં આંબાઓ પર મોર ઝૂલી રહ્યા છે. સામાન્ય રીતે જિલ્લામાં કેરીની સીઝન એપ્રિલ મહિનાના અંત અને મે મહિનાના શરૂઆતમાં થતી હોય છે. જો કે વાડીઓના પ્રદેશ વલસાડ જિલ્લામાં એક વાડી એવી છે જયાં અત્યારથી જ આંબાઓ પર કેરીઓ બેસી ગઈ છે. એક મહિના બાદ આંબા ઉપરથી કેરીઓ બજાર સુધી પહોંચશે તેમ લાગી રહ્યું છે.

Advertisement

  • વાડી પ્રદેશ વલસાડની કેરી સૌ પ્રથમ બજારમાં આવશે
  • પહાડી વિસ્તારમાં કેરીના પાકને આબોહવા માફક આવી
  • ઓર્ગેનિક રીતે ખેતી કરતા પાકનું ઉત્પાદન વધુ મળે છે

વાડી પ્રદેશ વલસાડની કેરી સૌ પ્રથમ બજારમાં આવશે

વલસાડ જિલ્લામાં 30 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાનો મુખ્ય પાક કેરી છે અને વલસાડની આફૂસ કેરી સ્વાદ માટે જગવિખ્યાત છે. અત્યારે જિલ્લામાં લગભગ મોટાભાગની વાડીઓમાં આંબાઓ પર મોર ઝૂલી રહ્યા છે. આમ તો સામાન્ય રીતે જિલ્લામાં કેરીની સીઝન એપ્રિલ મહિનાના અંત અને મે મહિનાના શરૂઆતમાં થતી હોય છે. જોકે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બિલીયા ગામના પ્રગતિશીલ ખેડૂત એવા રાજેશભાઈ શાહની વાડીમાં અત્યારથી જ આંબા ઉપર કેરીઓ ઝુંલી રહી છે.

Advertisement

પહાડી વિસ્તારમાં કેરીના પાકને આબોહવા માફક આવી

આ વાડીમાં વહેલી કેરી વહેલી આવવાનું પણ વિશેષ કારણ છે. કારણ કે વાડી જે જગ્યા પર આવેલી છે તે ડુંગરની ટોચ પરનો વિસ્તાર છે. અહીંની દરિયા કિનારા નજીકની આબોહવા પૂરેપૂરી રીતે કેરીના પાકને માફક આવી રહી છે. જોકે ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં કેરીની સીઝન મેં મહિના બાદ ચાલુ થાય છે. પરંતુ રાજેશભાઈની વાડીની કેરી ટૂંક સમયમાં બજારમાં પણ આવી જસે અને ઊંચા ભાવે પણ કેરી વેચાશે.

ઓર્ગેનિક રીતે ખેતી કરતા પાકનું ઉત્પાદન વધુ મળે છે

Advertisement

નોંધનીય છે કે પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ પણ અગાઉ પોતાની વાડીમાં રાસાયણિક ખાતર અને કેમિકલ દવાઓનો છંટકાવ કરતા હતા પણએ વખતે કેરીનું ઉત્પાદન ઓછું આવતું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પોતાની વાડીમાં કેરીના પાકમાં રાસાયણિક ખાતર અને કેમિકલ દવાઓને તિલાંજલિ આપી દીધી છે. તેઓએ સંપૂર્ણ ઓર્ગેનિક રીતે ગાયના છાણ અને ગૌ આધારિત ખેતી કરીને પરિણામ મળ્યું છે. જેથી તેમની વાડીમાં સંપૂર્ણ ઓર્ગેનિક રીતે પાકતી આ કેરી નું ઉત્પાદન પણ વધુ મળે છે સાથે સ્વાદમાં પણ તે અન્ય કેરીની સરખામણીમાં મીઠી હોય છે.

અહેવાલ રિતેશ પટેલ

આ પણ વાંચો: Fear of atrocities: ખેડા જિલ્લામાં છેવાડાના ગામમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ શિક્ષકના કારણે કથળી રહ્યું

Tags :
Advertisement

.