Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Valsad Mango Farming: કુદરતી આફતોથી બચાવા ખેડૂતે અપનાવ્યો અનોખો નુસખો

Valsad Mango Farming: છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણમાં આવતા અચાનક પલટો અને કમોસમી વરસાદ સાથે વાવાઝોડા જેવા માહોલને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થાય છે. આ વખતે પણ વલસાડ જિલ્લામાં વરસાદ અને ઝડપી પવન સાથે કરા તેમજ તોફાની માહોલમાં વરસેલા વરસાદને...
07:58 PM May 16, 2024 IST | Aviraj Bagda
Valsad Mango Farming, Mango Season, Farmers

Valsad Mango Farming: છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણમાં આવતા અચાનક પલટો અને કમોસમી વરસાદ સાથે વાવાઝોડા જેવા માહોલને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થાય છે. આ વખતે પણ વલસાડ જિલ્લામાં વરસાદ અને ઝડપી પવન સાથે કરા તેમજ તોફાની માહોલમાં વરસેલા વરસાદને કારણે Mango ના પાકને વ્યાપક નુકસાન થયું છે. આથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જોકે હવે આવા કુદરતી નુકસાનથી બચવા ખેડૂતોએ નવતર પ્રયોગ શરૂ કર્યા છે મુખ્યત્વે Mango ના પાક પર હવે વિશેષ મેંગો બેગ એટલે કે પેપરબેગ લગાવી અને Mango ના પાકને વધુ પડતી ગરમી, વરસાદ, કરા અને વાવાઝોડા થી બચાવવામાં સફળતા મળી રહી છે.

રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાને વાડીઓનો પ્રદેશ માનવામાં આવે છે. જિલ્લામાં 37 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે. દર વર્ષે વલસાડ જિલ્લામાં હજારો ટન Mango નું ઉત્પાદન થાય છે. જોકે છેલ્લા કેટલાક વર્ષથી વલસાડ જિલ્લામાં Mango ના પાકમાં વ્યાપક નુકસાન થતાં ખેડૂતોને Mango ના પાકથી મોહભંગ થઇ રહ્યો છે. બદલાતા વાતાવરણ, ગ્લોબલ વોર્મિંગ, વાતાવરણની અનિશ્ચિતતા, વાદળછાયું વાતાવરણ, વાવાઝોડું અને અવારનવાર થતાં કમોસમી વરસાદને કારણે Mango ના પાકમાં વ્યાપક નુકસાન થતું આવ્યું છે. એવા સમયે વલસાડ જિલ્લાના કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ આવી તમામ કુદરતી આફતોથી Mango ના પાકને બચાવવા એક અનોખો પ્રયોગ સરું કર્યો છે.

Mango Farming

આ પણ વાંચો: VADODARA : ઇમરજન્સી સમયે લોકોની મદદ માટે મુકાયેલા જનરક્ષક મશીન બંધ

આ પ્રયોગથી કમોસમી વરસાદ, અસહ્ય ગરમી, કરા અને અન્ય જીવાત તેમજ રોગથી ખેડૂતો Mango ના પાકમાં થતાં વ્યાપક નુકશાનથી બચી શક્યા છે. આ પ્રયોગ મુજબ હવે ખેડૂતોએ Mango ના ફળ ઉપર વિશેષ મેંગો બેગ લગાવવાની શરૂઆત કરી છે. કેરનું ફળ મોટું થવાની શરૂઆત થતાં જ આ પેપર બેગ તેના પર લગાવી દેવામાં આવે છે. અને ત્યારબાદ તમામ કુદરતી આપત્તિ અને Mango માં પડતી જીવાતોથી પાકને બચાવી શકવામાં સફળતા મળે છે.

પેપરબેગથી Mango ના પાકના ઉત્પાદન અને તેની ગુણવત્તામાં

આંબાપર ફ્લાવરિંગના સમય બાદ Mango જ્યારે લીંબુના આકારની થાય છે. ત્યારે જ આ પ્રકારની પેપર બેગ Mango ના ફળ ઉપર લગાવી દેવામાં આવે છે. આ પેપર બેગના ઉપયોગથી Mango ના પાકને ઠંડી-ગરમી, વાદળછાયું વાતાવરણ કમોસમી વરસાદ કે ચિકટો સહિત Mango ના પાકમાં થતા અન્ય રોગ અને નુકસાનથી પણ Mango ને રક્ષણ મળે છે. વધુમાં આ પેપરબેગથી Mango ના પાકના ઉત્પાદન અને તેની ગુણવત્તામાં પણ અનેક ગણો વધારો થાય છે અને પરિણામે પેપર બેગ થી સુરક્ષિત Mango નો ભાવ પણ વધુ મળે છે.

Mango Farming

આ પણ વાંચો: GSEB : ધો.10 અને 12 ના વિદ્યાર્થી માટે મોટા સમાચાર, આ તારીખથી શરૂ થશે પૂરક પરીક્ષા

મહત્વનું છે કે વલસાડી Mango ને વિદેશમાં એક્સપોર્ટ કરવા માટે અનેક માપદંડોમાંથી પસાર થવું પડે છે. Mango પર એક પણ ડાઘન હોવો જોઈએ, Mango નો રંગ ચટક કેસરી હોવો જોઈએ. તેમજ દરેક ફળ મોટું અને દળદાર હોવું જઈએ. ત્યારે પેપર બેગના ઉપયોગથી એક્સપોર્ટ ક્વોલિટીની Mango નું ઉત્પાદન થઇ શકે છે. જેથી પેપર બેગના નજીવા ખર્ચમાં ઉત્પાદન થતી વલસાડી આફૂસના વિદેશમાં પણ ખુબ સારા ભાવ મળી શકે છે.

અન્ય ખેડૂતો પણ હવે આ પ્રયાસને આવકારી રહ્યા છે

વલસાડ જિલ્લાના કેટલાક પ્રગતિશીલ ખેડૂતોના આ નવતર પ્રયોગને કારણે તેમની આંબાવાડીમાં આંબાઓ પર વિશેષ પેપર બેગમાં Mango ઓ સુરક્ષિત રીતે ઝૂલી રહી છે. આથી નુકસાનકારક પુરવાર થતા વાતાવરણની અનિશ્ચિતતા, કમોસમી વરસાદ, વધારે પડતી ઠંડી કે ગરમીને કારણે Mango ના પાકને થતું નુકશાનથી તેઓ બચી શક્યા છે. જેથી અન્ય ખેડૂતો પણ હવે આ પ્રયાસને આવકારી રહ્યા છે અને પોતે પણ ભવિષ્યમાં Mango નો મબલક પાક લેવા પેપર બેગનો ઉપયોગ કરવા પ્રેરાઈ રહ્યા છે.

Mango Farming

મહત્વનું છે કે આ વર્ષે પણ કમોસમી વરસાદ અને કરા સાથે તોફાની માહોલમાં વરસેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં આંબાવાડીઓમાં વ્યાપક નુકસાન થયું છે. બદલાયેલા વાતાવરણ અને વરસાદને કારણે ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષથી સતત Mango ના પાકમાં નુકસાન થતાં વલસાડ જિલ્લાના ખેડૂતો Mango નો પાક છોડી અને અન્ય પાક કે ખેતી તરફ વળવાનું વિચારી રહ્યા હતા, એવા સમયે Mango ના પાકને નુકશાનીથી બચાવવાં આ ખેડૂતોએ સરું કરેલ આ પેપર બેગનો પ્રયોગ જો વ્યાપક પ્રમાણમા કરવામાં આવે તો. આ પહેલ ક્રાંતિ સર્જી શકે છે..! ત્યારે રાજ્યના અન્ય ખેડૂતો પણ આ નવતર પ્રયોગ કરી પોતાના મહામુલા પાક ને બચાવી શકે છે.

અહેવાલ રિતેશ પટેલ

આ પણ વાંચો: GUJARAT RAIN : ગુજરાતના વિવિધ જિલ્લામાં કરાં સાથે ધોધમાર વરસાદ

Tags :
FarmersMangoMango SeasonSummerValsadValsad Mango Farming
Next Article