Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vadrad News: સાબરકાંઠામાં ખેડૂતો માટે ખાસ તાલિમ કેન્દ્ર કરાયું શરૂ

Vadrad News: સાબરકાંઠાના Vadrad માં આવેલ ઉત્કૃઠતા કેન્દ્રમાં ૧૫ દિવસીય Field Day કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં દરરોજ અલગ અલગ જિલ્લાના ખેડૂતોને શાકભાજીની ખેતી અંગેનુ માર્ગદર્શન અપાઈ રહ્યુ છે. આ કાર્યક્રમમાં આધુનિક તકનીકોની માહિતી આપવામાં આવી એક કાર્યક્રમમાં 150-200...
11:43 PM Jan 17, 2024 IST | Aviraj Bagda
A special training center for farmers was started in Sabarkantha

Vadrad News: સાબરકાંઠાના Vadrad માં આવેલ ઉત્કૃઠતા કેન્દ્રમાં ૧૫ દિવસીય Field Day કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં દરરોજ અલગ અલગ જિલ્લાના ખેડૂતોને શાકભાજીની ખેતી અંગેનુ માર્ગદર્શન અપાઈ રહ્યુ છે.

આ કાર્યક્રમમાં આધુનિક તકનીકોની માહિતી આપવામાં આવી

Vadrad News

ગુજરાત રાજ્યમાં શાકભાજી પાકોની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. જો કે Vadrad ગુજરાત રાજ્યનું એક માત્ર સેન્ટર જ્યાં એક જ સ્થાન ઉપર આશરે બે હેક્ટરના વિસ્તારમાં જુદા-જુદા પ્રકારના ૨૦ જેટલા રક્ષિત ખેતીના સ્ટ્રકચર આવેલ છે. જેમાં હાઈ-ટેક ફેન એન્ડ પેડ ગ્રીન હાઉસ, વિવિધ ઉંચાઈના પોલી હાઉસ, જુદા-જુદા શેડ નેટ હાઉસ, ઈન્સેક્ટ નેટ હાઉસ, વોક ઈન ટનલનો સમાવેશ થાય છે.

ત્યારે આ ઉત્કૃઠતા કેન્દ્ર તા. ૧૬ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી સુધી સુધી Field Day  કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં તમામ પ્રકારનું માર્ગદર્શન અપાયા બાદ ખેતી પણ બતાવવામાં આવે છે. જેથી ત્યા જઈને ખેડૂતો ખેતી કઈ રીતે થાય છે તે પણ જાણી શકે.

Vadrad News

એક કાર્યક્રમમાં 150-200 ખેડૂતોને તાલિમ મળી રહી

Field Day  કાર્યક્રમ અંતર્ગત દરરોજ સમગ્ર ગુજરાતનાં અલગ-અલગ જિલ્લાઓના શાકભાજીની ખેતી સાથે સંકળાયેલ ૧૫૦-૨૦૦ ખેડૂતો સેન્ટરની મુલાકાત લઈ વિવિધ નિદર્શનો વિશે તાલિમ આપવામાં આવે છે. ઓછા પાણી, ઓછી માટી અને ઓછા ખાતરે કઈ રીતે ખેતી કરી વધુ મબલખ ઉત્પાદન મળે તે માટે ખેડૂતોને સમજાવવામાં આવે છે.

એક દિવસીય તાલીમ કાર્યક્રમનું કરાયું આયોજન

ઈન્ડો ઈઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત આ સેન્ટરમાં ખેડૂતો વધુમાં વધુ બાગાયતી ખેતી તરફ વળે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે તે પ્રયાસો બાગાયત વિભાગ દ્રારા કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો એક દિવસીય તાલીમ લઈ પોતાના ખેતરોમાં પણ આ પ્રકારની ખેતી કરવા પણ તૈયાર થયા છે.

અહેવાલ  - યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો: Ankleshwar News: ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં પૂરથી સ્મશાનોના ભારે નુકસાન

Tags :
FarmersfarmingField DayGujaratGujaratFirstSabarkanthaTechnologyTrainingVadrad
Next Article