Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodra Accident News: વડોદરામાં શરૂ કરવામાં આવેલી નવીનતમ બ્રિજ થયો અકસ્માત

Vadodra Accident News: વડોદરા જિલ્લાના ડભોઇ સરિતા ક્રોસિંગ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક અને એસ. ટી. બસ વચ્ચે ડક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક સાથે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માત સરિતા ક્રોસિંગ પાસે આવેલ બ્રિજ...
vadodra accident news  વડોદરામાં શરૂ કરવામાં આવેલી નવીનતમ બ્રિજ થયો અકસ્માત

Vadodra Accident News: વડોદરા જિલ્લાના ડભોઇ સરિતા ક્રોસિંગ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક અને એસ. ટી. બસ વચ્ચે ડક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક સાથે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માત સરિતા ક્રોસિંગ પાસે આવેલ બ્રિજ ઉપર રાત્રિના સમયે થયો હતો. ત્યારે બાઈક અને એસ. ટી. બસ વચ્ચે ટક્કર થતાં, બાઈક સ્પીલ થઈ ગઈ હતી. ત્યારે બાઈક ચાલકનો આકસ્મીક રીતે પગ કપાઈ ગયો હતો.

Advertisement

સ્થાનિકોની ટોળા ઉમટી પડ્યા ઘટના સ્થળ પર

સ્થાનિકોના કહ્યા પ્રમાણે, આ બાઈક ચાલકની બાઈક સ્લીપ થઇ જતાં તે એસ.ટી.બસની અડફેટે આવી ગયો હતો. જેથી આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાંની સાથેજ સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને તેઓએ બચાવ કામગીરી શરુ કરી હતી. જો કે, એમ્બ્યુલન્સને આવતા અડધો કલાક જેટલો સમય થતાં યુવાન રોડ ઉપર તડપતોરહ્યો હતો. જો કે, એમબ્યુલન્સ આવ્યા બાદ ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યોહતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

Vadodra Accident News

Vadodra Accident News

Advertisement

2 કિમી સુધી ટ્રાફિક જામ

ડભોઇ સરિતા ફાટક પાસેના બ્રિજ ઉપર સર્જાયેલા અકસ્માતને પગલે રોડની બંનેસાઇટ ઉપર 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. ટ્રાફિકજામ થતાં ટોળે વળેલા લોકોએ પોલીસની ભૂમિકા ભજવી હતી. આમ છતાં કલાકો સુધી ટ્રાફિકજામ રહેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા અને હળવાશે આ ટ્રાફિક જામના દ્રશ્યોનું નિરાકરણ લાગ્યા હતા.

સમગ્ર ઘટના અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી

આ સમગ્ર બનાવની જાણ ડભોઇ પોલીસને થતાં પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી. જો કે ટ્રાફિક જામના કારણે પોલીસને પણ સ્થળ ઉપર પહોંચવું મુશ્કેલ થઇ ગયું હતું. આ બનાવે ચકચાર મચાવી દીધો હતો.
પોલીસ દ્વારા ઘટના સ્થળની આજુબાજુ ઈજાગ્રસ્ત વ્યક્તિના પરિવારજનોની શોઘખોળ કરવામાં આવી હતી. પરંતુ કોઈ યોગ્ય જાણકારી પ્રાપ્ત થઈ ન હતી. તેના કારણે પોલીસ દ્વારા ઘાયલ વ્યક્તિની ઓળખ મેળવવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Advertisement

બ્રિજની કામગીરી ઉપર ઉભા થયા સવાલો

તાજેતરમાં થોડોક દિવસો અગાઉ આ બ્રિજને ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા રીબીન કાપીને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. પરંતું આ બ્રિજ બન્યો ત્યારથી રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બીજી તરફ આ વહિવટી તંત્ર દ્વારા સર્વિસ રોડ પણ કાર્યશીલ કરવામાં આવ્યો નથી .તેમજ આ બ્રિજ ઉપર કોન્ટ્રાક્ટ દ્વારા કરવામાં આવેલ કામમાં બ્રિજના રોડ ઉપર ટૂંકા ગાળામાં જ ઉંડા ખાડાઓ પણ પડી ગયાં છે જેને લઈને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો: VGGS 2024- સફળતાનો જશ લેવાનો હક તો માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીને

Tags :
Advertisement

.