VADODARA : શહેરમાં પાણીનો કકળાટ નવા સરનામે પહોંચ્યો
VADODARA : વડોદરા (VADODARA) ના અનેક વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતમાં જ ઠેર ઠેર પાણીનો કકળાટ (WATER CRISIS) સામે આવી રહ્યો છે. શરૂઆતમાં જ જો આવી સ્થિતી હોય તો આવનાર સમયમાં કેવી દશા થશે. આજે છાણીના ટીપી 13 (TP 13) વિસ્તારમાં આંબેડકર નગર પાણીનો કકળાય પહોંચ્યો છે. જેને લઇને મહિલાઓ એકત્ર થઇને વિરોધ નોંધાવ્યો છે.
વેરા વસુલતુ પાલિકા તંત્ર પાણી પહોંચાડવામાં સદંતર નિષ્ફળ
વડોદરાવાસીઓને થઇ રહે તેટલા પાણીના સ્ત્રોતો ઉપલબ્ધ છે. છતાંય સ્માર્ટ શાસકોના પાપે શહેરમાં ઠેર ઠેર પાણીની બુમો ઉઠી રહી છે. શહેરીજનો પાસેથી વેરા વસુલતુ પાલિકા તંત્ર પાણી પહોંચાડવામાં સદંતર નિષ્ફળ રહ્યું હોવાના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. શહેરનો પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તારો, ગમે ત્યાં પાણી નહિ મળતું હોવાનું અથવા તો પૂરતુ પાણી નહિ આપવામાં આવતુ હોવાની બુમો ઉઠી રહી છે. આજે પાણીનો કકળાટ નવા સરનામે પહોંચ્યો છે. આજે ટી પી 13 ના આંબેડકર નગરમાં પાણી એક મહિનાથી અપુરતુ અને ઓછા પ્રેશરથી આવતુ હોવાની બુમો ઉઠી છે. સ્થાનિક મહિલાઓએ નજીકમાં આવેલી કેનાલમાંથી પાણીના કારબા ભરીને વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે.
કેનાલ પરથી કારબા ભરીને લાવવું પડે તેવા દિવસો
સ્થાનિક સર્વે મહિલાઓ જણાવે છે કે, એક મહિનાથી વધુ સમયથી પાણીની સમસ્યાઓ છે. અસંખ્યા અરજીઓ આપ્યા બાદ પણ સમસ્યા હથાવત છે. પાણીનો ફોર્સ નહિવત હોય છે. પાણી અમને મળવું જોઇએ. હાલ કામગીરી ચાલી રહી છે, તેને લઇને નહિ પણ પાણીની સમસ્યા જૂની છે. નજીકમાં આવેલી કેનાલ પરથી કારબા ભરીને લાવવું પડે તેવા દિવસો છે. રોજ એક જગ મંગાવીએ છે. રૂ. 40 નો એક જગ આવે છે, પરિવારમાં વધુ લોકો હોય તો એક જગમાં પાણી થઇ નથી રહેતું. રોજ કારબા ભરી લાવીને કામ ચલાવી રહ્યા છે. અમને કોઇ સગવડ નથી આપતું. ઘર વેસરો ભરીએ છીએ છતાં આવી સ્થિતી છે.
ભર ઉનાળે કેવી સ્થિતી હશે
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાવવા જઇ રહી છે. રાજકીય માહોલ કરતા વધારે શહેરની પાણીની સમસ્યાની ચર્ચા હાલ જોવા મળી રહી છે. ઉનાળાની શરૂઆતમાં જ જો આવા દિવસો હોય તો ભર ઉનાળે કેવી સ્થિતી હશે, આ વિષયે લોકોની ચિંતા વધારી છે.
આ પણ વાંચો -- VADODARA : કારની જોરદાર ટક્કરે મુખ્ય માર્ગ પર જતી રીક્ષા સર્વિસ રોડ સુધી ફંગોળાઇ, એકનું મોત