Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વાઘોડિયાના મતદારોને ભરોષો ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર, કહ્યું, "વિશ્વાસ ક્યારે તુટવા નહી દઉં"

VADODARA : વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી (VADODARA ELECTION VOTE COUNTING) હાલ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ટુંકા ગાળામાં વાઘોડિયાના મતદારો દ્વારા વધુ એક વખત ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર ભરોસો મુક્યો છે. અને તેમને જંગી...
vadodara   વાઘોડિયાના મતદારોને ભરોષો ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર  કહ્યું   વિશ્વાસ ક્યારે તુટવા નહી દઉં

VADODARA : વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી (VADODARA ELECTION VOTE COUNTING) હાલ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ટુંકા ગાળામાં વાઘોડિયાના મતદારો દ્વારા વધુ એક વખત ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર ભરોસો મુક્યો છે. અને તેમને જંગી મતોથી વિજયી બનાવ્યા છે. આ તકે મીડિયા સમક્ષ તેમણે કહ્યું કે, વાઘોડિયાના મતદારોએ એક વર્ષમાં બીજી વખત મતદાન કરીને મારા પર વિશ્વાસ મુક્યો છે. તેમનો વિશ્વાસ ક્યારે તુટવા નહી દઉં.

Advertisement

હાલની સ્થિતીએ તેમણે 91597 મેળવ્યા

વડોદરાની વાઘોડિયા બેઠક પરથી અગાઉ ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ચૂંટાઇને આવ્યા હતા. ત્યાર બાદ તેમણે રાજીનામું આપી ભાજપમાં જોડાતા ફરી ચૂંટણી યોજાઇ હતી. અને તેઓ ભાજપના મેન્ડેટ પરથી ચૂંટણી લડ્યા હતા. આજે વધુ એક વખત વાઘોડિયાની જતનાએ તેમના પર ભરોસ મુક્યો છે. આજે બપોરે તેઓ મતગણતરી કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા. અને ભાજપના કાર્યકરો સહિત અગ્રણીઓને મળ્યા હતા. હાલની સ્થિતીએ તેમણે 91597 મેળવ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઇ ગોહિલે 33081 મત મેળવ્યા છે.

કોઇને પણ આટલી જંગી લીડ નથી મળી

વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જણાવે છે કે, આ વાઘોડિયાના મતદારોની જીત છે, વાઘોડિયાના મતદારોએ એક વર્ષમાં બીજી વખત મતદાન કરીને મારા પર વિશ્વાસ મુક્યો છે. તેમનો વિશ્વાસ ક્યારે તુટવા નહી દઉં. એક વર્ષની મારી કામગીરી, વડાપ્રધાન મોદી, અમિત શાહ સાહેબની નેતાગીરી અને વિશ્વની સૌથી મોટી ભાજપ પર લોકોને ભરોસો રાખીને મતદાન કર્યું છે. અને વડોદરા જિલ્લામાં વાઘોડિયા વિધાનસભામાં પ્રથમ વખત ઇતિહાસ જનતાએ બનાવ્યો છે. કોઇને પણ આટલી જંગી લીડ નથી મળી. તે માટે જનતાનો હું આભાર માનું છું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : લોકસભા ઉમેદવારે કહ્યું, “જનતા ભાજપ સાથે અડીખમ ઉભી છે”

Advertisement
Tags :
Advertisement

.