Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પાલિકાની કામગીરીને શંકાના દાયરામાં મુકતા કર્મશીલ

VADODARA : વડોદરા (VADODARA - VMC) ના લાલ બાગ વિસ્તારમાં પાલિકા (VMC) દ્વારા પાઇપ લાઇન નાંખવા માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. અને કામગીરી ચાલી રહી છે. તેવામાં કર્મશીલ આગળ આવ્યા છે. અને પાલિકાની કામગીરી સામે અણિયારા સવાલો ઉઠાવ્યા છે....
vadodara   પાલિકાની કામગીરીને શંકાના દાયરામાં મુકતા કર્મશીલ

VADODARA : વડોદરા (VADODARA - VMC) ના લાલ બાગ વિસ્તારમાં પાલિકા (VMC) દ્વારા પાઇપ લાઇન નાંખવા માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. અને કામગીરી ચાલી રહી છે. તેવામાં કર્મશીલ આગળ આવ્યા છે. અને પાલિકાની કામગીરી સામે અણિયારા સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, દોઢ વર્ષ પહેલા જ પાઇપલાઇનનું કામ પૂર્ણ થયું હોય તો ટુંકા ગાળામાં નાના ડાયામીટર વાળી પાઇપો કેમ નાંખવાની !. આ સહિત અનેક સણસણતા સવાલે તેમણે ઉઠાવ્યા છે.

Advertisement

અણિયારા સવાલો

વડોદરાના લાલબાગ વિસ્તારમાં પાલિકાની ટીમ દ્વારા અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી સામે શહેરના કર્મશીલે અણિયારા સવાલો ઉઠાવ્યા છે. અને સમગ્ર કામગીરીને શંકાના દાયરામાં લાવીને મુકી છે.

Advertisement

ચોકઅપ થઇ શકે

પાલિકા પર આરોપ મુકતા કર્મશીલ જીગ્નેશ પટેલ જણાવે છે કે, લાલબાગ બ્રિજ નીચેથી સીટી તરફ જવાના રસ્તાની આ મેટર છે. આપણે જોઇ શકીએ છીએ કે ખોદેલું દેખાય છે, નવી લાઇન નંખાઇ રહી છે. દોઢ વર્ષ પહેલા જ આ લાઇન નાંખવામાં આવી હતી. દોઢ વર્ષ પહેલા આ રોડ બંધ કરીને નવી લાઇન નાંખવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે, લાઇન ચોકઅપ થઇ ગઇ હતી. એટલે નવી લાઇન નાંખવામાં આવી રહી છે. જુની લાઇનનો ઇન્ટર્નલ ડાયામીટર 2 ફૂટ હતો. નવી લાઇનો ઇન્ટર્નલ ડાયામીટર 1.5 ફૂટ છે. બે ફૂટની લાઇન ચોકઅપ થાય તો તેનાથી નાની લાઇન પણ ચોકઅપ થઇ શકે છે.

100 ટકા ભ્રષ્ટાચાર

વધુમાં તેમણે જણાવ્યું કે, કારણ જણાય છે કે, આગળનું માટી સાથેનું પાણી આવ્યું હશે, અથવા તો તળાવ સંબંધિત કોઇ કામગીરી કરવામાં આવી હોઇ શકે, માટી સાથે તે પાણી અંદર આવી ગયું છે. અને સમયજતા બેસી ગયું છે. માટી જ ચોકઅપ થઇ છે, તે જેટીંગથી પણ નિકળી શકે છે. તેના બદલે આખુ આ કામ જ અપાઇ ગયું છે. તેવું કહેવામાં આવે છે કે, આ કામ માટે કોઇ ટેન્ડર, ફાઇલ બન્યું નથી. મેઇન્ટેનન્સથી જ કામ ચાલે છે. 100 ટકા ભ્રષ્ટાચાર છે. દોઢ વર્ષ પહેલા નાંખેલી લાઇન ચોકઅપ થતી હોય, અને તમે નવી નંખાવો છે, તો આખા વડોદરામાં આ જ હાલત છે, કેટલી લાઇનો બદલશો !

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પ્રિમોન્સૂન કામગીરીના દાવા સામે શંકા જાય તેવો નજારો

Tags :
Advertisement

.