Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પીઝા હટ, ન્યુ અલકા રેસ્ટોરેન્ટ સહિત 8 જગ્યાના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર

VADODARA : વડોદરા પાલિકાની (VMC) ફુડ સેફ્ટી વિભાગની ટીમ દ્વારા તાજેતરમાં વિવિધ વિસ્તારોમાં કાર્યરત ફૂડ જોઇન્ટ અને રિટેઇલ આઉટલેટમાંથી નમુના એકત્ર કર્યા હતા. જે પૈકી 8 જગ્યાઓના નમુના સબ સ્ટાન્ડર્ડ મળી આવ્યા છે. પાલિકા તંત્ર દ્વારા તમામ સામે ફૂડ સેફ્ટી...
vadodara   પીઝા હટ  ન્યુ અલકા રેસ્ટોરેન્ટ સહિત 8 જગ્યાના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર

VADODARA : વડોદરા પાલિકાની (VMC) ફુડ સેફ્ટી વિભાગની ટીમ દ્વારા તાજેતરમાં વિવિધ વિસ્તારોમાં કાર્યરત ફૂડ જોઇન્ટ અને રિટેઇલ આઉટલેટમાંથી નમુના એકત્ર કર્યા હતા. જે પૈકી 8 જગ્યાઓના નમુના સબ સ્ટાન્ડર્ડ મળી આવ્યા છે. પાલિકા તંત્ર દ્વારા તમામ સામે ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

તપાસ અર્થે પાલિકાની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા

તાજેતરમાં વડોદરા પાલિકાની ફૂડ સેફ્ટી વિભાગની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પનીર, ખાદ્ય તેલ, આઇસક્રીમ, પેકેજ્ડ ડ્રીંકીંગ વોટર, ગાયનું દુધ, દહી વગેરેનું વેચાણ કરતા ડીસ્ટ્રીબ્યુટર, રીટેલર, રેસ્ટોરેન્ટ વગેરેમાં સઘન ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કામગીરી દરમિયાન એકત્ર કરવામાં આવેલા નમુનાઓને વધુ તપાસ અર્થે પાલિકાની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

Advertisement

ખાદ્ય પદાર્થોની ગુણવત્તામાં બેદરકારી

જે પૈકી શહેરના સનફાર્મા રોડ, હરણી, તરસાલી, અલકાપુરી, મકરપુરા રોડ, ગોલ્ડન ચોકડી વિસ્તારમાંથી અલગ અલગ ફુડ ચેઇન, રીટેઇલ આઉટલેટમાંથી લેવામાં આવેલા નમુના પૈકી 8 ના પરિણામ સબસ્ટાન્ડર્ડ આવ્યા છે. જેમાં જાણીતી પીઝા હટ અને ન્યુ અલકા રેસ્ટોરેન્ટમાંથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમુનાઓનો પણ સમાવેશ થાય છે. આમ, મોટી મોટી જાહેરાતો કરીને ગ્રાહકને આકર્ષતા ફૂડ જોઇન્ટ ગ્રાહકોને પીરસવામાં આવતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તામાં કેવા પ્રકારે બેદરકારી રાખે છે તે ખુલ્લુ પડી જવા પામ્યું છે.

ભેળસેળ કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી

અત્રે ઉલ્લેખનીય છે કે, પાલિકા તંત્ર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ફૂડ આઉટ લેટ ધારકો સામે નિયમીત કાર્યવાહી કરી રહી છે. જેને લઇને ભેળસેળીયાઓમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે. તો બીજી તરફ પોલિકાની ટીમની કામગીરીની લોકોમાં સરાહના થઇ રહી છે. અને આ પ્રકારની કામગીરી સતત વ્યાપક પાયે ચાલતી રહે તેવી માંગ ઉઠી રહી છે. સાથે જ ભેળસેળ કરનારાઓ સામે પાલિકા તંત્ર કડક હાથે કાર્યવાહી કરે તેવો પણ ગણગણાટ જોવા મળી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : હનુમાન જયંતિ પર શોભાયાત્રાને લઇ પોલીસનું જાહેરનામું – વાંચો વિગતવાર

Tags :
Advertisement

.