Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : "પાણી નહીં તો વોટ નહીં", રહીશો વિફર્યા

VADODARA : વડોદરા (VADODARA) માં રોજબરોજ અલગ-અલગ વિસ્તારોમાં પાણીની સમસ્યા (WATER CRISIS) સામે આવી રહી છે. પાલિકા (VMC) નું તંત્ર શહેરવાસીઓની જરૂરીયાત પ્રમાણેનું પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું હોવાના પુરાવાઓ અવાર-નવાર સામે આવી રહ્યા છે. ત્યારે આજે વાઘોડિયા વિસ્તારમાં આવેલા શ્રીજી...
vadodara    પાણી નહીં તો વોટ નહીં   રહીશો વિફર્યા

VADODARA : વડોદરા (VADODARA) માં રોજબરોજ અલગ-અલગ વિસ્તારોમાં પાણીની સમસ્યા (WATER CRISIS) સામે આવી રહી છે. પાલિકા (VMC) નું તંત્ર શહેરવાસીઓની જરૂરીયાત પ્રમાણેનું પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું હોવાના પુરાવાઓ અવાર-નવાર સામે આવી રહ્યા છે. ત્યારે આજે વાઘોડિયા વિસ્તારમાં આવેલા શ્રીજી વંદન ફ્લેટ્સના રહિશો વિફર્યા છે. અને પાલિકાની હાય હાય બોલાવતા પાણી નહિ તો વોટ નહિ ની ચિમકી ઉચ્ચારી રહ્યા છે. લાંબા સમયથી ચાલતી આવતી સમસ્યા સામે હવે સ્થાનિકોએ મતદાન બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે.

Advertisement

મતદાન બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું

વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ અટકવાનું નામ નથી લેતો. આજે વધુ એક વખત પાણીની સમસ્યાને લઇને સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગઇ કાલે રજૂઆત કર્યા બાદ પણ કોઇ નક્કર ઉકેલ લાવવાના પ્રયાસો નહિ દેખાતા સ્થાનિકોએ એકત્ર થઇને મતદાન બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે. વડોદરામાં એક પછી એક પાણીની સમસ્યા સામે આવતા તંત્રની નિષ્ફળતા ખુલ્લી પડી જવા પામી છે. હાલ વાઘોડિયાના શ્રીજી વંદન ફ્લેટ્સના રહીશોએ પૈસા ખર્ચી પાણીને ટેન્કર મંગાવીને જરૂરીયાત પૂરી કરવી પડે તેવા દિવસો આવ્યા છે.

Advertisement

મફતના પગાર લેવા છે

મહિલા જણાવે છે કે, અમારા ફ્લેટમાં 9 ટાવર છે. પાણી પુરતા પ્રેશરથી આવતું નથી. કાલે પાલિકામાં રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઇ અસર નથી. પથ્થર પર પાણી જેવું છે. મફતના પગાર લેવા છે. આજે અમારે આ પગલું લેવું પડ્યું છે. પાણી નહિ મળે તો આ રીતે બેસીને વિરોધ કરીશું.

વેરો ન ભરો તો વસુલવામાં રસ છે

સ્થાનિક રહીશો એકત્ર થઇ જણાવે છે કે, કાલે રજૂઆત કરી હતી. તેમણે તેવો જવાબ આપ્યો હતો કે, કાલે તપાસ કરવા આપશે. આજે કોઇ આવ્યું નથી. હજી સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. તેમને ત્યાં પાણીનું પ્રેશર આવતુ હોય એટલે તેમને કોઇ તકલીફ ન હોય. પાણીનું ટેન્કર નંખાવવું પડે છે. કુલ 190 ફ્લેટ છે. એક હજાર લોકો રહી રહ્યા છે. ચૂંટણીનો અમે બહિષ્કાર કરીએ છીએ. પાલિકામાં તમે વેરો ન ભરો તો વસુલવામાં રસ છે. માત્ર સામાન્ય લોકોને જ હેરાન થવાનો વારો આવે છે. અમે કોઇની તરફેણ કે કોઇના વિરોધમાં નથી. ચેરમેનને કહ્યા બાદ નાટકો કરી ગયા, કોઇ કામ થયું નથી. અમને પ્રાથમિક સુવિધાઓ ન આપી શકતા હોય તો કયા મોંઢે આવશો.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવા પ્રભારી ગોરધન ઝડફિયાની બેઠકોનો દોર શરૂ

Tags :
Advertisement

.