Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : લોકોની મુશ્કેલીઓ ભુલી તંત્ર પીવાલાયક પાણીથી સ્વિમીંગ પુલ ભરવા તત્પર

VADODARA : વડોદરા (VADODARA) ના રાજીવ ગાંધી સ્વિમીંગ પુલમાં પાલિકા તંત્ર દ્વારા ફાયર બ્રિગેડના વાહનો દ્વારા પાણીની ટાંકીમાંથી પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. શહેરભરમાં અનેક વિસ્તારોમાં પાણી પુરતું નહિ મળતું હોવાની બુમો ઉઠી રહી છે. ત્યારે પ્રાથમિક સુવિધાઓના ભોગે શહેરીજનો...
vadodara   લોકોની મુશ્કેલીઓ ભુલી તંત્ર પીવાલાયક પાણીથી સ્વિમીંગ પુલ ભરવા તત્પર

VADODARA : વડોદરા (VADODARA) ના રાજીવ ગાંધી સ્વિમીંગ પુલમાં પાલિકા તંત્ર દ્વારા ફાયર બ્રિગેડના વાહનો દ્વારા પાણીની ટાંકીમાંથી પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. શહેરભરમાં અનેક વિસ્તારોમાં પાણી પુરતું નહિ મળતું હોવાની બુમો ઉઠી રહી છે. ત્યારે પ્રાથમિક સુવિધાઓના ભોગે શહેરીજનો માટે સ્વિમીંગ પુલ તૈયાર કરવામાં તંત્ર જોતરાતા ચોતરફથી ફિટકાર વરસી રહ્યો છે.

Advertisement

અણઘડ આવડતનો વધુ એક નમુનો લોકો સમક્ષ

વડોદરા પાસે પાણીના પર્યાપ્ત સ્ત્રોત ઉપલબ્ધ છે. પરંતુ પાલિકા તંત્ર તેના મેનેજમેન્ટમાં નિષ્ફળ સાબિત થયું છે. અત્યાર સુધી શહેરના અનેક વિસ્તારોમાં પુરતુ પાણી નહિ મળતું હોવાનુ, પાણી ડહોળું આવતું હોવાની બુમો ઉઠવા પામી છે. પાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની જગ્યાએ સ્વિમીંગ પુલમાં પાણી ભરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જે જોતા પાલિકા તંત્રના અણઘડ આવડતનો વધુ એક નમુનો લોકો સમક્ષ આવ્યો છે. આજે પાલિકા તંત્ર દ્વારા રાજીવ ગાંધી સ્વિમીંગ પુલને પાલિકાના ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગના ટેન્કરો થકી ભરવામાં આવી રહ્યા છે. જેની સામે સ્થાનિક કોર્પોરેટર આશિષ જોશીએ અણીયારા સવાલો ઉઠાવ્યા છે.

Advertisement

પ્રથમ ફરજમાં લોકોની પીવાનું પાણી મળવું જોઇએ

કોર્પોરેટર આશિષ જોશી મીડિયાને જણાવે છે કે, વોર્ડ - 15 માં હજુ પણ પાણીની સમસ્યા છે. ઓછા પ્રેશરથી પાણી આવે છે. લગભગ રજીસ્ટર ચેક કરો તો સ્વિમીંગ કરવા માટે 250 થી વધારે લોકો સ્વિમીંગ પુલનો ઉપયોગ કરતા નહિ હોય. 84 હજાર મતદાતાઓ અને 1 લાખની વસ્તી ધરાવતા વોર્ડ - 15 માં પ્રથમ ફરજમાં લોકોની પીવાનું પાણી મળવું જોઇએ તે આવે છે, અને દ્વિતિય ફરજમાં સ્વિમીંગ પુલ આવે છે. લોકોને પીવાનું પાણી મળવું જોઇએ. માત્ર અઢીસો લોકો માટે સ્વિમીંગ પુલ ભરવો વ્યાજબી નથી.

5 હજાર લિટરની એક પાણીની ટેન્કર આવે

વધુમાં તેઓ મીડિયાને જણાવતા ઉમેરે છે કે, આ સ્વિમીંગ પુલ ભરવો હોય તો 100 ટેન્કરો પણ ઓછા પડે. તેનાથી વધુ ટેન્કરો ભરીને પાણી નાંખવામાં આવે તો ભરાય. 5 હજાર લિટરની એક પાણીની ટેન્કર આવે છે. નાલંદા પાણીની ટાંકી પરથી 20 મીનીટ પાણી આપ્યું હતું. ઘટ આવતાથી પાણી આપવાનું બંધ કર્યું છે. હવે તે જ ટાંકી પરથી ચોખ્ખુ પાણી ટેન્કર ભરીને સ્વિમીંગ પુલમાં ઠાલવી રહ્યા છે. 100 ટેન્કરો પાછળ ડિઝલ સહિતના ખર્ચની પણ ચિંતા કરવી જોઇએ. આ નિર્ણય કોણે કર્યો છે, તે સમજાઇ નથી રહ્યું. આ નિર્ણય ખોટો છે.

Advertisement

લોકોને પાણી પણ મળશે અને સ્વિમીંગ પુલ પણ ચાલુ થશે

પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી મીડિયાને જણાવે છે કે, પાણીનો જથ્થો પર્યાપ્ત છે. ઉનાળામાં હિટવેવને લઇ લોકો સ્વિમીંગ પુલની મજા માણવા તત્પર છે. ઉનાળાના સમયમાં પાણી વિતરણ પર કોઇ અસર ન થાય તે માટે ટેન્કરથી પાણી ભરી સ્વિમીંગ પુલમાં ઠાલવવામાં આવી રહ્યું છે. જ્યાં પાણીનો જથ્થો વધુ છે ત્યાંથી પાણીને સ્વિમીંગ પુલમાં ભરવાનું આયોજન છે. અઠવાડિયામાં બે-ત્રણ વખત ભરવાની જરૂર પડશે. આ અંગે લોકોની રજૂઆત હતી. જેને ધ્યાને રાખવી જરૂરી હોય છે. વાઘોડિયા રોડ પર આવેલા પાણીના સ્ત્રોતમાં કોઇ પણ કાપ મુકવામાં આવ્યો નથી. અમારી પ્રાથમિકતામાં બે વાત છે, લોકોને પાણી પણ મળશે અને સ્વિમીંગ પુલ પણ ચાલુ થશે.

ત્રણ ફાયર સ્ટેશનથી ટેન્કર આવ્યા

સુત્રોએ જણાવ્યું કે, ગઇ કાલ રાતે પુલ સાફ કરવાની કામગીરી કરવામાં આવી હતી. ટીપી 13, વડીવાડી અને પાણીગેટ ફાયર સ્ટેશન પરથી પાણીના ટેન્કર આવ્યા છે. બપોર સુધીમાં 9 - 12 સ્વિમીંગ પુલમાં ટેન્કરો આવ્યા છે. આવનાર સમયમાં વધુ ટેન્કરો સ્વિમીંગ પુલમાં ઠાલવવામાં આવી શકે છે.

આ પણ વાંચો --  VADODARA : જાણીતા ગેલોર્ડ ટી-નાશ્તા હાઉસના ઢોંસામાંથી નિકળી જીવાત

Tags :
Advertisement

.