Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : નિયમોને નેવે મુકી ચલાવાતું ફન બ્લાસ્ટ બંધ કરાવાયું

VADODARA : વડોદરામાં વેકેશન (VACATION) ટાણે મનોરંજન કરાવતી રાઇડ સાથે ફન પાર્ક શરુ કરવામાં આવતા હોય છે. આ વખતે શહેરના પ્રદર્શ મેદાન પર બે ફન પાર્ક શરૂ થયા છે. જે પૈકી એકના સંચાલકો દ્વારા નિયમોને નેવે મુકીને ચલાવવામાં આવતા હોવાથી...
vadodara   નિયમોને નેવે મુકી ચલાવાતું ફન બ્લાસ્ટ બંધ કરાવાયું

VADODARA : વડોદરામાં વેકેશન (VACATION) ટાણે મનોરંજન કરાવતી રાઇડ સાથે ફન પાર્ક શરુ કરવામાં આવતા હોય છે. આ વખતે શહેરના પ્રદર્શ મેદાન પર બે ફન પાર્ક શરૂ થયા છે. જે પૈકી એકના સંચાલકો દ્વારા નિયમોને નેવે મુકીને ચલાવવામાં આવતા હોવાથી તેમને બંધ કરવા માટે પાલિકા તંત્ર દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે.

Advertisement

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ત્વરિતતા

તાજેતરમાં વડોદરામાં હરણી બોટકાંડ (VADODARA HARNI BOAT ACCIDENT) સામે આવ્યો હતો. જેણે વડોદરા જ નહિ પરંતુ ગુજરાતભરને હચમચાવી નાંખ્યું હતું. આ ઘટના બાદથી શહેરમાં ચાલતી રાઇડ પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વેકેશન પહેલા તો મોટા ભાગની રાઇડ બંધ જ હતી. પરંતુ નિયમોનું ચુસ્ત પાલન કરનરાઓને મંજુરી મળતા મનોરંજન સાથેના ફન પાર્ક શરૂ કરવામાં આવ્યા છે. જેમાં વડોદરામાં હાલ બે જગ્યાઓએ ફન પાર્ક ચાલી રહ્યા છે. જે પૈકી એક પાસે જરૂરી કાગળીયાઓ અને વ્યવસ્થા ન હોવાના કારણે તેને બંધ કરાવવામાં આવ્યું છે. પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરી છેે.

તાત્કાલિક બંધ કરવા માટે જણાવાયું

વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી જણાવે છે કે, શહેરના પ્રદર્શન મેદાન પર બે પ્રકારના ફન પાર્ક લાગ્યા હતા. ફન બ્લાન્ટ કરીને જે ફન પાર્ક હતો તેની પાસે કોઇ સ્ટેચ્યુટરી પ્રોવિઝન પ્રમાણેના લાયસન્સીંગ, સેફ્ટી મેઝર અને ફાયર એનઓસી વગેરે ન હોવાથી નોટીસ આપવામાં આવી છે. અને તાત્કાલિક બંધ કરવા માટે જણાવાયું છે. આગળ ફન પાર્ક છે તેના સ્ટેચ્યુટરી પ્રોવિઝન પૂરતા છે, તેમની પાસે તમામ પ્રકારના ફિટરનેસ છે, તેમણે વડોદરા પોલીસ અને કલેક્ટરમાં એફીડેવીટ કરી કોઇ પણ પ્રકારની જાનહાની થાય તો તેમની જવાબદાર રહેશે તેમ જણાવ્યું છે. તેમની પાસે ટ્રેઇની સ્ટાફ પણ છે. ફન બ્લાસ્ટમાં નોટીસ આપી, તમામ પ્રોવિઝન પૂર્ણ કરવા માટે સુચના આપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : હરણી બોટકાંડ મામલે નવી લડત શરૂ થવાના એંધાણ

Advertisement
Tags :
Advertisement

.