ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : બ્યુટિફિકેશન થયેલા ગોત્રી તળાવમાં અસંખ્ય માછલીઓના મોત

VADODARA : વડોદરા (VADODARA) માં બ્યુટિફિકેશન થયેલા ગોત્રી તળાવમાં અસંખ્ય માછલીઓના મોતની ઘટના સામે આવવા પામી છે. જેને લઇને બ્યુટિફિકેશન થયેલા જળાશયોની જાળવણીમાં પાલિકા તંત્ર ઉણુ ઉતર્યું હોય તેવી સાબિતી મળવા પામે છે. જો કે, વડોદરાના તળાવમાં માછલીઓના મોતની આ...
03:46 PM Jun 06, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં બ્યુટિફિકેશન થયેલા ગોત્રી તળાવમાં અસંખ્ય માછલીઓના મોતની ઘટના સામે આવવા પામી છે. જેને લઇને બ્યુટિફિકેશન થયેલા જળાશયોની જાળવણીમાં પાલિકા તંત્ર ઉણુ ઉતર્યું હોય તેવી સાબિતી મળવા પામે છે. જો કે, વડોદરાના તળાવમાં માછલીઓના મોતની આ કોઇ પ્રથમ ઘટના નથી. શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં અવાર નવાર માછલીઓના મોતની ઘટના સામે આવતી રહે છે.

માછલીઓ મૃત હાલતમાં મળી આવી

વડોદરાના તળાવોની સુંદરતામાં વધારો કરવા માટે તેનું બ્યુટિફિકેશન કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. તબક્કા વાર રીતે તળાવોને બ્યુટિફિકેશન અંતર્ગત સમાવવામાં આવી રહ્યા છે. પરંતુ બ્યુટિફિકેશન બાદ પણ તળાવોની જાળવણીમાં તંત્ર ઉણુ ઉતર્યું હોય આ વાતની પ્રતિતિ કરાવતો કિસ્સો વધુ એક વખત સામે આવવા પામ્યો છે. આજે શહેરના બ્યુટિફિકેશન થયેલા ગોત્રી તળાવમાં અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે. જેને લઇને સ્થાનિકો અને સામાજીક કાર્યકરમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સાથે જ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય જાળવણી રાખવામાં નહી આવતી હોવાની બુમો ઉઠવા પામી છે.

પાલિકાનું તંત્ર કેમ નિંદ્રામાં છે

સામાજીક કાર્યકર કમલેશ પરમાર જણાવે છે કે, વડોદરાના ગોત્રી તળાવનું બ્યુટિફિકેશન કરાવવામાં આવ્યું છે. પરંતુ હાલમાં મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યું થયા છે. થોડાક વખત પહેલા સુરસાગર તળાવમાં પણ માછલીઓના મૃત્યુની ઘટના સામે આવી હતી. તેમ છતાં પણ પાલિકાનું તંત્ર કેમ નિંદ્રામાં છે તે ખબર નથી પડતી. અહિંયા સિક્યોરીટી મુકવામાં આવી છે, પરંતુ એક પણ ગાર્ડ હાલ જોવા નથી મળી રહ્યો. અહિંયા સાફસફાઇનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. તળાવમાં જંગલી વનસ્પતી પણ ઉગી નિકળી છે. પાલિકા દ્વારા જળચર પ્રાણીઓ મૃત્યુ પામી રહ્યા છે, તે અંગે તપાસ થવી જોઇએ.

આ પણ વાંચો -- VADODARA : સરદાર ભુવનના ખાંચામાં ગેરકાયદેસર દબાણો પર પાલિકાની તવાઇ

Tags :
BeautificationdiedFishhundredsinsideofpondVadodaraVMCwater
Next Article