Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : શખ્સે એપાર્ટમેન્ટમાં ઘૂસીને મહિલાનો અછોડો તોડ્યો

VADODARA : વડોદરા (VADODARA) માં છેલ્લા કેટલાય સમયથી અછોડા તોડોએ માઝા મુકી હોય તેવું લાગી રહ્યું છે. વેકેશન બાદથી આ સિલસિલો સમયાંતરે સામે આવી રહ્યો છે. આછડોતોડમાં હવે પોલીસનો ખૌફ રહ્યો નથી, આ કહેવું બીલકુલ ખોટું નથી. ત્યારે આજે શહેરના...
vadodara   શખ્સે એપાર્ટમેન્ટમાં ઘૂસીને મહિલાનો અછોડો તોડ્યો

VADODARA : વડોદરા (VADODARA) માં છેલ્લા કેટલાય સમયથી અછોડા તોડોએ માઝા મુકી હોય તેવું લાગી રહ્યું છે. વેકેશન બાદથી આ સિલસિલો સમયાંતરે સામે આવી રહ્યો છે. આછડોતોડમાં હવે પોલીસનો ખૌફ રહ્યો નથી, આ કહેવું બીલકુલ ખોટું નથી. ત્યારે આજે શહેરના વાસણા રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા મહિલા તેમની દિકરીને શાળાઓ મુકવા ગયા હતા. ત્યાંથી પરત આવીને એપાર્ટમેન્ટમાં ક્લિપ લેવા માટે નીચે વળતા જ અજાણ્યા શખ્સે તેમના ગળામાં હાથ નાંખીને સોનાનો અંદાજીત સવા તોલાનો અછોડો તોડી લીધો હતો. મહિલા કંઇ સમજે તે પહેલા જ અજાણ્યો શખ્સ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ અંગે જાણ થતા સ્થાનિક પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

અછોડા તોડોની હિંમત વધી

વડોદરામાં અછોડાતોડના મનસુબા તોડવામાં પોલીસ નાકામ રહી હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી સવારે મોર્નિંગ વોક કરવા નિકળતી મહિલાઓને ખાસ કરીને શિકાર કરતા હતા. હવે અછોડા તોડ દ્વારા એપાર્ટમેન્ટમાં ઘૂસીને ગળામાંથી અછોડા તોડવામાં આવી રહ્યા છે. વેકેશન સમયે શરૂ થયેલો અછોડા તુટવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. અત્યાર સુધી જાહેર રોડ પર અછોડા તુટતા હતા, પરંતુ હવે અછોડા તોડોની હિંમત વધતા તેઓ એપાર્ટમેન્ટમાં ઘૂસીને અછોડા તોડી રહ્યા છે. પોલીસે અછોડા તોડોમાં ડર બેસાડવા માટે કડક હાથે કાર્યવાહી કરવી જોઇએ તેવું લોકોનું માનવું છે. શહેરના વાસણા રોડ પર આવેલા શ્રી હાઇટ્સ એપાર્ટમેન્ટમાં આજે અછોડા તુટવાની ઘટના સામે આવી છે.

Advertisement

એક શખ્સને જતા જોયો

ભોગ બનનાર મહિલા સરસ્વતીબેન જણાવે છે કે, હું મારી છોકરીને સ્કુલે મુકવા ગઇ હતી. ત્યાંથી પરત આવીને હું, ગેટમાં આવી, અને ક્લિક લેવા હું નીચે નમી હતી. ત્યાં જ મારી પાછળ હતો. ત્યાં સુધી મને કંઇ ખબર ન્હતી. મારા ગળામાં હાથ નાંખ્યો ત્યારે મને ખબર પડી. સવા એક તોલાનો સોનાનો અછોડો હતો. મેં એક શખ્સને જતા જોયો હતો. બપોરે 12 - 30 ના આરસાનો સમય થયો હશે.

આ પણ વાંચો -- VADODARA : એક્સપ્રેસ હાઇ-વે પર ગુંડાગીરી મામલે નોંધાઇ પોલીસ ફરિયાદ

Advertisement

Tags :
Advertisement

.