Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વાઘોડિયા વિધાનસભાના BJP ઉમેદવારે ફોર્મ ભરતા પહેલા કહી મોટી વાત

VADODARA : વડોદરાના વાઘોડિયા વિધાનસભા (VAGHODIA VIDHANSABHA) પર પેટા ચૂંટણી (BYELECTION) યોજાઇ રહી છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા (DHARMENDRASINH VAGHELA) આજે મોટી સંખ્યામાં સમર્થકો સાથે રેલી સ્વરૂપે મામતલદાર કચેરીએ ફોર્મ ભરવા જશે. તે પહેલા તેમણે એક લાખની...
vadodara   વાઘોડિયા વિધાનસભાના bjp ઉમેદવારે ફોર્મ ભરતા પહેલા કહી મોટી વાત

VADODARA : વડોદરાના વાઘોડિયા વિધાનસભા (VAGHODIA VIDHANSABHA) પર પેટા ચૂંટણી (BYELECTION) યોજાઇ રહી છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા (DHARMENDRASINH VAGHELA) આજે મોટી સંખ્યામાં સમર્થકો સાથે રેલી સ્વરૂપે મામતલદાર કચેરીએ ફોર્મ ભરવા જશે. તે પહેલા તેમણે એક લાખની લિડથી જીતવાનો વિશ્વાસ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નામાંકન સમયે ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક અગ્રણીઓ હાજર રહેશે તેવું સુત્રોએ જણાવ્યું છે.

Advertisement

રાજીનામું આપી દેતા પેટા ચૂંટણી યોજાઇ

વડોદરામાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ તંત્ર કમર કસી રહ્યું છે. વાઘોડિયા બેઠક પરના અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દેતા પેટા ચૂંટણી યોજાઇ રહી છે. ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને તેઓ ભાજપમાં જોડાયા હતા. આ વખતે ભાજપ દ્વારા તેમને વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તો સામે કોંગ્રેસ દ્વારા કનુભાઇ ગોહિલને તાજેતરમાં ઉમેદવાર જાહેર કર્યા છે. વાઘોડિયા વિધાનસભા બેઠકની ગત ચૂંટણી ભારે રસાકસી વાળી બની હતી. ભાજપે પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવની ટીકીટ કાપીને અશ્વિન પટેલને ઉમેદવાર બનાવ્યા હતા. જે બાદ મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી કરીને ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જો કે આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઇ હતી. તેઓ આજે વધુ એક વખત બેઠક માટે નામાંકન ભરવા જઇ રહ્યા છે.

વાઘોડિયાની જનતા સમજૂ મતદારો છે

વાઘોડિયા વિધાનસભા પર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જણાવે છે કે, આજે માતા-પિતાના આશિર્વાદ લઇ, માં કુળદેવી અને હનુમાનજીના દર્શન કરી, ઘરેથી મહારૂદ્ર મહાદેવ માડોઘર જઇને પૂજા-અર્ચના કરીને કાર્યકરો સાથે રેલી સ્વરૂપે મામતલદાર કચેરીએ જઇ નામાંકન ભરવામાં આવશે. દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકારના વાઘોડિયા વિધાનસભાનો ડબલ ગતિથી વિકાસ થાય તે જનતા જાણે છે. આ વખતે મને અને લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને એક લાખની લીડથી વાઘોડિયા વિધાનસભાની જનતા જીતાડશે. કોંગ્રેસ આખા ગુજરાતમાં નહિ પણ દેશમાં કોઇ પણ જગ્યાએ નથી. તમામ વાઘોડિયાની જનતા જાણે છે, કોંગ્રેસને મત આપીને મત બગડવાનો છે. વાઘોડિયાની જનતા સમજૂ મતદારો છે. અને ભાજપને મોટી લીડથી જીતાડશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : કાર પર અચાનક ઝાડ પડતા ચાર લોકો દબાયા

Advertisement
Tags :
Advertisement

.