Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સોમવારે ફોર્મ ભરશે

VADODARA : વડોદરા (VADODARA) માં વિધાનસભાની પેટા ચૂંટણી (VIDHANSABHA BYELECTION) અને લોકસભા (LOKSABHA) ની ચૂંટણીને લઇને તંત્ર તૈયારીઓ કરી રહ્યું છે. તો બીજી તરફ વાઘોડિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા (DHARMENDRASINH VAGHELA) સોમવારે ઉમેદવારી નોંધાવવા જનાર છે . આ...
01:00 PM Apr 14, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં વિધાનસભાની પેટા ચૂંટણી (VIDHANSABHA BYELECTION) અને લોકસભા
(LOKSABHA) ની ચૂંટણીને લઇને તંત્ર તૈયારીઓ કરી રહ્યું છે. તો બીજી તરફ વાઘોડિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા (DHARMENDRASINH VAGHELA) સોમવારે ઉમેદવારી નોંધાવવા જનાર છે . આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી (HOME MINISTER) સહિત સ્થાનિક નેતાઓ હાજર રહેશે.

ભાજપમાં જોડાતા ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું

વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક પરની છેલ્લી ચૂંટણી રસપ્રદ રહી હતી. ભાજપે તેમના સતત ચૂંટાઇને આવતા ઉમેદવાર મધુ શ્રીવાસ્તવની ટીકીટ કાપીને અશ્વિન પટેલને ટીકીટ આપી હતી. આ વાતથી ભારે નારાજ થઇને મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તો બીજી તરફ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું. રસાકરી વાળી ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઇ હતી. જે બાદ તાજેતરમાં તેઓ ભાજપમાં જોડાતા ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. જેને લઇને બેઠક ખાલી પડતા તેમાં પેટા ચૂંટણી યોજાઇ રહી છે.

ગૃહમંત્રી સહિત નેતાઓ હાજર રહ્યા

ભાજપ દ્વારા અગાઉ ચૂંટણી જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટીકીટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા ગતરાત્રે ઉમેદવાર તરીકે કનુભાઇ ગોહિલના નામની જાહેરાત કરવામાં આવી છે. 15, એપ્રિલના રોજ ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિધાનસભાની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવવા જઇ રહ્યા છે. આ પ્રસંગે રાજ્ય સરકારના ગૃહમંત્રી સહિત સાંસદ-ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.

રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચશે

સોમવારે સવારે 10 વાગ્યે તેઓ મહારૂદ્ર મહાદેવ મંદિર, મડોઘરથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચશે. ત્યાં જઇને તેઓ ઉમેદવારી ફોર્મ નોંધાવશે. આ તકે મોટી સંખ્યામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થકો હાજર રહેશે. સાથે જ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસનો પર જરૂરી બંદોબસ્ત રહેનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

મધુ શ્રીવાસ્તવ શું કરે તે જોવું રહ્યું

અત્રે નોંધનીય છે કે, પેટા ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસની ટીકીટ મેળવવા માટે છેલ્લી ઘડી સુધીના પ્રયાસો કર્યા હતા. પરંતુ તેમાં કોઇ યોગ્ય સફળતા મળી ન હતી. હવે મધુ શ્રીવાસ્તવ વધુ એક વખત અપક્ષ ઉમેદવારી નોંધાવે છે કે પછી કોઇ ઉમેદવારનો પોતાનું સમર્થન જાહેર કરે છે, તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : કામ-ધંધો કરવાનું કહેતા સગા ભાઇનો ડંડા વડે હુમલો

Tags :
BJPbyelectionCandidatefillformmondayontoVadodaraVaghodia
Next Article