Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : હેર સલુન સંચાલકે ગ્રાહકને બેરહેમી પૂર્વક માર માર્યો

VADODARA : વડોદરા પાસે વડુ પોલીસ મથક (VADODARA - VADU POLICE STATION) વિસ્તારમાં હેર સલુન સંચાલકે ગ્રાહકને લોખંડની પાઇપ વડે ફટકા મારતા તે હોસ્પિટલ પહોંચ્યો હતો. જેમાં તબિબિ ચકાસણી કરવામાં આવતા ફ્રેક્ચર થયાનું નિદાન થયું હતું. આખરે સમગ્ર મામલે વડું...
vadodara   હેર સલુન સંચાલકે ગ્રાહકને બેરહેમી પૂર્વક માર માર્યો

VADODARA : વડોદરા પાસે વડુ પોલીસ મથક (VADODARA - VADU POLICE STATION) વિસ્તારમાં હેર સલુન સંચાલકે ગ્રાહકને લોખંડની પાઇપ વડે ફટકા મારતા તે હોસ્પિટલ પહોંચ્યો હતો. જેમાં તબિબિ ચકાસણી કરવામાં આવતા ફ્રેક્ચર થયાનું નિદાન થયું હતું. આખરે સમગ્ર મામલે વડું પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

તમારી આગળ બે લોકો બેઠા છે

વડું પોલીસ મથકમાં બળવંતભાઇ મણીલાલ પઢીયાર (રહે. વડુ, મુજપુરા વગો) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, લગ્નમાં જવાનું હોવાથી 22 એપ્રિલે સાંજે તેઓ ઘરેથી બાઇક લઇને પ્રતિક સુરેશભાઇ વાળંદને ત્યાં દાઢી કરાવવા માટે ગયા હતા. ત્યાં જઇ તેમણે પ્રતિકને પુછ્યું કે, મારો કેટલામો નંબર છે. જેથી તેણે જણાવ્યું કે, તમારી આગળ બે લોકો બેઠા છે. કલાક જેટલો સમય લાગશે, તમારે બેસવું પડશે. જેથી તેઓ પોતાનો નંબર આવવાની વાટ જોઇ બેસી રહ્યા હતા.

હું બીજે દાઢી બનાવી લેત

જે બાદ આગળના બંને લોકોનો વારો પતી ગયા બાદ તેમણે પ્રતિકને પુછ્યું, ભાઇ હવે તો દાઢી કરી આપ. જેથી તેણે કહ્યું કે, હજી વાર લાગશે. જે બાદ તેમણે પુછ્યુ કે, ભાઇ મારી આગળ વાળા પણ જતાં રહ્યા, તો તું કેમ ના પાડે છે. જેથી પ્રતિકે કહ્યું કે, મારે તારી દાઢી નથી કરી આપવી. જેથી તેઓ કહે છે કે, તારે મારી દાઢી ન હતી બનાવવી તો શઆ માટે ને બેસાડી રાખ્યો. તારે મને કહી દેવું હતું, મારાથખી નહિ થાય, તો હું બીજે દાઢી બનાવી લેત. જે બાદ પ્રતિકે કહ્યું કે, મારે તારી દાઢી નથી બનાવવી, તુ અહિંયાથી જતો રહે. જે બાદ તેણે ઉશ્કેરાઇને પ્રતિકે ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું.

Advertisement

ફટકા માર્યા

અને કહ્યું કે, તું અહિંયાથી જતો રહે. જેથી તેઓ બાઇક પર બેસીને ઘરે જવા નિકળ્યા હતા. તેવામાં પ્રતિકે પાછળથી લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં હાથ અને કાંડાના ભાગે ફટકા માર્યા હતા. જે બાદ ચક્કર આવતા તેઓ પડી ગયા હતા. તે બાદ કોઇ પરિચિતે ઇજાગ્રસ્તના પુત્રને જાણ કરતા તે આવી પહોંચ્યો હતો. અને પ્રથમ વડું પોલીસ મથક પહોંચી રિપોર્ટ નોંધાવ્યો હતો. ત્યાર બાદ સારવાર અર્થે પ્રાથમિક સારવાર કેન્દ્ર પર ગયા હતા. ત્યાંથી વધુ તપાસ અર્થે મોકલવામાં આવતા હાથમાં ફ્રેક્ચર થયાનું નિદાન થયું હતું.

ફરિયાદ નોંધાઇ

આખરે ઉપરોક્ત મામલે પ્રતિક કુમાર સુરેશભાઇ વાળંદ (રહે. મોટી ખડકીના નાકે, વડું) સામે વડું પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો --  VADODARA : અજાણ્યા શખ્સે મોબાઇલ ટાવર સંચાલકોની મુશ્કેલી વધારી

Tags :
Advertisement

.