Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ટ્રક ભડકે બળ્યો, સમયસુચકતાને લઇ ચાલક બચ્યો

VADODARA : વડોદરા પાસે સામાન્ય રીતે માનવામાં ન આવે તેવી ઘટના સામે આવી છે. ગત મોડી સાંજે વડોદરાના કરજણ પાસેથી વિજની હાઇટેન્શન લાઇન નીચેથી ટ્રક પસાર થઇ રહ્યો હતો. તેવામાં અચાનક ટ્રક (TRUCK CAUGHT FIRE - VADODARA) માં આગ લાગવાની...
vadodara   ટ્રક ભડકે બળ્યો  સમયસુચકતાને લઇ ચાલક બચ્યો

VADODARA : વડોદરા પાસે સામાન્ય રીતે માનવામાં ન આવે તેવી ઘટના સામે આવી છે. ગત મોડી સાંજે વડોદરાના કરજણ પાસેથી વિજની હાઇટેન્શન લાઇન નીચેથી ટ્રક પસાર થઇ રહ્યો હતો. તેવામાં અચાનક ટ્રક (TRUCK CAUGHT FIRE - VADODARA) માં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં ચાલકે સમયસુચકતાથી કુદકો મારી લેતા તેનો બચાવ થયો હતો. આ ઘટનામાં ટ્રક સંપુર્ણપણે આગમાં સ્વાહા થઇ ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

કુદકો મારી લીધો

સામાન્ય રીતે ઉનાળામાં આગ લગાવાની ઘટનાઓમાં વધારો જોવા મળતો હોય છે. ત્યારે વડોદરા જિલ્લાના પાદરા-કરજણ રોડ પર અચરજ પમાડે તેવી આગની ઘટના સામે આવી છે. જે અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગત મોડી સાંજે પાદરા-કરજણ રોડ પરથી પસાર થતી હાઇટેન્શન લાઇન નીચેથી ટ્રક પસાર થઇ રહ્યો હતો. અચાનક ટ્રકમાં આગ લાગતા ચાલકે સમયસુચકતા વાપરીને કુદકો મારી લીધો હતો. જેને કારણે તેનો બચાવ થયો હતો. ત્યાર બાદ ચાલકની નજરો સામે જ ટ્રક આગમાં સ્વાહા થઇ ગયો હતો.

ટ્રક આગમાં ખાખ થઇ ગયો

ઘટના અંગે જાણ થતા આસપાસના સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા. અને ચાલક અંગે ચિંતાતુર બન્યા હતા. જો કે, ચાલક સલામત હોવાનું ધ્યાને આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. અને સ્થાનિક ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચે તે પહેલા ટ્રક આગમાં ખાખ થઇ ગયો હતો.

Advertisement

મોટું નુકશાન પહોંચ્યું

આગની ઘટનાનો વિડીયો ટ્રકની પાછળથી આવનાર કોઇ શખ્સે મોબાઇલમાં કેપ્ચર કર્યો હતો. અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ થતા તેઓ પણ આવી ગયા હતા. ટ્રક ચાલકને મોટું નુકશાન પહોંચ્યું હોવાનુ સપાટી પર આવ્યું હતું. હાલ આગ લાગવાના કારણો અંગે તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : કલેક્ટર કચેરીએ અસુવિધાનો ભોગ બન્યા અરજદારો

Advertisement

Tags :
Advertisement

.