Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વહેલી સવારે લૂંટ વીથ મર્ડરની ઘટનાને પગલે ચકચાર

VADODARA : વડોદરાના તરસાલી વિસ્તારમાં 70 વર્ષિય મહિલાની લૂંટના ઇરાદે હત્યા () કરવામાં આવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આજે સવારે મહિલાના ઘરની લાઇટો જતા તે બહાર જોવા ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેવામાં અજાણ્યા શખ્સો દ્વારા તેમની...
vadodara   વહેલી સવારે લૂંટ વીથ મર્ડરની ઘટનાને પગલે ચકચાર

VADODARA : વડોદરાના તરસાલી વિસ્તારમાં 70 વર્ષિય મહિલાની લૂંટના ઇરાદે હત્યા () કરવામાં આવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આજે સવારે મહિલાના ઘરની લાઇટો જતા તે બહાર જોવા ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેવામાં અજાણ્યા શખ્સો દ્વારા તેમની હત્યા કરીને કાનની બુટ્ટી અને ચેઇનની લૂંટ કરી હોવાનું સપાટી પર આવ્યું છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. આ ઘટનાની તપાસમાં ડોગ સ્કવોર્ડ, એફએસએલ તથા ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો જોડાઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

લાઇટ ગુલ થતા વૃદ્ધ મહિલા બહાર જોવા નિકળ્યા

વડોદરા પાસે પાદરામાં ગતરોજ વૃદ્ધ મહિલાની બુટ્ટી નહી નિકળતા તેનું મોઢું દબાવીને કાન ચીરી નાંખવાની ઘટના સામે આવી હતી. આ મામલે હજીસુધી પોલીસ આરોપીઓ સુધી પહોંચે તે પહેલા જ વડોદરામાં ચકચાર મચાવે તેવી ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી ભાઇલાલ પાર્ક સોસાયટીમાં સુરજીત કૌર અને તેમના પતિ હરવિંદરસિંગ રહેતા હતા. ગત રાત્રે 4 વાગ્યાના આરસામાં તેમના ઘરની લાઇટ ગુલ થતા વૃદ્ધ મહિલા બહાર જોવા નિકળ્યા હતા. અને ત્યાં જ લૂંટારૂઓ દ્વારા તેમના પર ધારદાર હથિયાર વડે હુમલો કરીને ગળુ ચીરી નાંખવામાં આવ્યું હતું. જે બાદ લૂંટારૂએ તેમની બુટ્ટી અને ચેઇનની લૂંટ ચલાવી નાસી છુટ્યા હતા. અત્રે નોંધનીય છે કે, વિસ્તારમાં લાઇટ ગઇ હતી કે પછી લૂંટના બહાને જ લાઇટ ડુલ કરી દેવામાં આવી હતી. તે હજી સુધી સ્પષ્ટ થવા પામ્યું નથી.

ઝીણવટભરી વિગતો એકત્ર કરાઇ

ઘટના સામે આવતા વિસ્તારમાં ચોરોનો ભારે તરખાટ હોવાનું ખુલવા પામ્યું છે. ઘટના બાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. અને ઝીણવટભરી વિગતો એકત્ર કરવામાં લાગ્યા છે. આ ઘટનાની તપાસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્કવોર્ડ, એફએસએલ પણ જોડાઇ હોવાની વિગતો હાલ સપાટી પર આવી છે.

Advertisement

તેના પર કોઇએ એટેક કર્યો

સમગ્ર ઘટના સમયે ઘરમાં હાજરમૃતક મહિલાના પતિ હરવિંદરસિંહ જણાવે છે કે, સવારે 4 વાગ્યે લાઇટ જતી રહી હતી. તે જોવા માટે પત્ની તે ઘરની બહાર ગઇ હતી. તે સમયે તેના પર કોઇએ એટેક કર્યો હતો. મેં જોયું ત્યારે તે જમીન પર પડી હતી. તેની બુટ્ટી, ચેઇન લૂંટવામાં આવી છે.

Advertisement

વિસ્તૃત તપાસ હાથ ધરી

શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર જણાવે છે કે, મકરપુરા પોલીસ મથકમાં આજે વહેલી સવારે એક લૂંટ વીથ મર્ડર રિપોર્ટ થયો છે. પોલીસને જાણ થતા ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ ઘટના સ્થળે છે. હું પણ બનાવ સ્થળે આવ્યો છું. સંભવિત એન્ટ્રી પોઇન્ટ, વિજળી કટઓફ કરવાનો પ્રયાસ, બાદમાં બે સિનિયર સિટીઝન પૈકી મહિલાની બુટ્ટી અને ચેઇનની લૂંટના ઘટના સ્થળની મુલાકાત લીધી છે. એફએલએસ ટીમ, પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબીની ટીમ ઘટનાની વિગત, મોડસ ઓપરેન્ડી, અગાઉની ઘટનાઓ, તેમાં સંડોવાયેલા આરોપીઓને ધ્યાને રાખીને વિસ્તૃત તપાસ હાથ ધરી છે. આ ગુનાના આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસ તરફથી જુદી જુદી ટીમો મહેનત શરૂ કરી છે.

આ પણ વાંચો -- VADODARA : “દાદાને સરનામું મળતું નથી”, જાણ થતા જ સ્થિતી પોલીસે સંભાળી

Tags :
Advertisement

.