Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : SSG હોસ્પિટલના OT માં આગ, નજીક દાખલ દર્દીઓ બચાવી લેવાયા

VADODARA : મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી એસએસજી હોસ્પિટલ (VADODARA - SSG HOSPITAL) ના ઇએનટી વિભાગના ઓપરેશન થીયેટર (E N T DEPARTMENT - OPERATION THEATRE) માં આજે સવારે એકાએક આગ (HOSPITAL OT FIRE) ફાટી નિકળી હતી. ઘટનાની જાણ થતા જ દાંડીયા...
vadodara   ssg હોસ્પિટલના ot માં આગ  નજીક દાખલ દર્દીઓ બચાવી લેવાયા

VADODARA : મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી એસએસજી હોસ્પિટલ (VADODARA - SSG HOSPITAL) ના ઇએનટી વિભાગના ઓપરેશન થીયેટર (E N T DEPARTMENT - OPERATION THEATRE) માં આજે સવારે એકાએક આગ (HOSPITAL OT FIRE) ફાટી નિકળી હતી. ઘટનાની જાણ થતા જ દાંડીયા બજાર ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટના સમયે ઓપરેશન થીયેટર નજીકના વોર્ડમાં દાખલ દર્દીઓને સમયસર સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા. કોઇ જાનહાની નહી થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે, એસએસજી હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ આવેલી છે. પરંતુ તે અસરકારક રીતે કાર્યરત નથી. તાજેતરમાં જ ફાયર વિભાગ દ્વારા સેફ્ટી સંદર્ભે એસએસજી હોસ્પિટલ સામે કાર્યવાહી કરી હતી.

Advertisement

લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા

વડોદરામાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (VADODARA - SSG HOSPITAL) માં આજે સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. સવારે 8 વાગ્યાના આરસામાં એસએસજી હોસ્પિટલના ઇએનટી વિભાગના ઓપરેશન થીયેટરમાં આજે સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, સ્વીચ પાડ્યા બાદ મશીનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું હાલ તબક્કે સામે આવ્યું છે. આ ઘટનામાં તાત્કાલીક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. આ ઘટના બાદ ઓપરેશન થીયેટર નજીકના વોર્ડમાં દાખલ દર્દીઓને તાત્કાલીક અન્યત્રે શીફ્ટ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર નહી આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

ફટાફટ બહાર કાઢવામાં આવ્યા

એસએસજી હોસ્પિટલના મહિલા સર્વન્ટ જણાવે છે કે, સ્વીચ ચાલુ કરવા ગયા અને એકદમ ભડાકો થયો. દરમિયાન ડોક્ટર દર્દીનું ડ્રેસીંગ કરી રહ્યા હતા. દર્દીઓને ફટાફટ બહાર કાઢવામાં આવ્યા હતા. એનેસ્થેસીયા વાળાઓ માટેની જે ટ્રોલી આવે છે, તેમાં એકદમ અવાજ આવવા માંડ્યો.

Advertisement

સિસ્ટમ દુરસ્ત કરવા કોઇ પ્રયત્નો નહી

રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ વડોદરા ફાયર વિભાગ દ્વારા સેફ્ટીને લઇને ઠેર ઠેર ચેકીંગ કર્યું હતું. એસએસજી હોસ્પિટલમાં ચેકીંગ દરમિયાન ફાયર સેફ્ટી સિસ્ટમમાં અનેક ક્ષતીઓ જણાઇ આવી હતી. જેને લઇને એસએસજી હોસ્પિટલ તંત્રને નોટીસ પણ ફટકારવામાં આવી હતી. જે બાદ પણ તંત્ર દ્વારા ફાયર સેફ્ટી સિસ્ટમ દુરસ્ત કરવા માટે કોઇ પણ પ્રયત્નો કરવામાં નહી આવ્યા હોવાનું આ ઘટના પરથી ફલિત થવા પામ્યું છે.

આ પણ વાંચો -- ફાટક ખુલ્લુ રાખી રેલવે કર્મચારી ઉંઘી ગયો અને….

Tags :
Advertisement

.