Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : રીક્ષામાં ગાંજાની સવારી સાથે "દાલપુલાવ" ઝબ્બે

VADODARA : વડોદરાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SPECIAL OPERATION GROUP - VADODARA) દ્વારા રીક્ષામાં ગાંજાની સવારી લઇ જતા દાલપુલાવની અટકાયત કરવામાં આવી છે. એસઓજી દ્વારા બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં સફળતા મળી છે. રીક્ષામાંથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળી...
vadodara   રીક્ષામાં ગાંજાની સવારી સાથે  દાલપુલાવ  ઝબ્બે

VADODARA : વડોદરાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SPECIAL OPERATION GROUP - VADODARA) દ્વારા રીક્ષામાં ગાંજાની સવારી લઇ જતા દાલપુલાવની અટકાયત કરવામાં આવી છે. એસઓજી દ્વારા બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં સફળતા મળી છે. રીક્ષામાંથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવતા એનડીપીએસ એક્ટ (NDPS ACT) હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

ટેકનીકલ અને હ્યુમન સોર્સ થકી નજર

વડોદરામાં અસામાજીક પ્રવૃત્તિઓ ડામવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સતત પ્રયત્નશીલ રહે છે. તેવામાં એસઓજીના જવાનને ચોક્કસ બાતમી મળી હતી. જે અનુસાર, એકતાનગર કાળી તલાવડીમાં રહેતો રફીક ઉર્ફે દાલપુલાવ તેની સીએનજી રીક્ષામાં ગાંજાનો જથ્થો સંતાડીને સુભાનપુરા વિસ્તારમાં હાઇટેન્શન રોડ પર આવેલા ઝાંસીની રાણી સર્કલ પાસે રીક્ષા ઉભી રાખી છે. આ શખ્સ પર એસઓજી દ્વારા ટેકનીકલ અને હ્યુમન સોર્સ થકી નજર રાખવામાં આવી રહી હતી. તેવામાં ચોક્કસ બાતમીના આધારે તેને દબોચી લેવામાં આવ્યો છે.

અગાઉ જંબુસર - ભરૂચ એસઓજી એ કાર્યવાહી કરી હતી

ઉપરોક્ત કાર્યવાહીમાં મહંમદરફીક ઉર્ફે દાલપુલાવ શાહબુદ્દીન કાજી (રહે. કાળી તલાવડી, એકતાનગર, તાંદલજા) ની અટકાયત કરી તેની સામે ગોરવા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સુત્રો જણાવી રહ્યા છે કે, મહંમદરફીક ઉર્ફે દાલપુલાવ શાહબુદ્દીન કાજી સામે અગાઉ જંબુસર - ભરૂચ એસઓજી દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

ભારે ફફડાટ

સમગ્ર કાર્યવાહીમાં એસઓજી પોલીસે 1.600 કિલો ગાંજો, રીક્ષા, મોબાઇલ સહિત કુલ રૂ. 91 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસઓજીની કાર્યવાહીને પગલે નશાનો કાળો કારોબાર કરનારાઓમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે.

પ્રયાસો સરાહનીય

વડોદરા સહિત દેશભરમાં હાલ આચાર સંહિતા લાગુ છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાય અને અસામાજીક તત્વો સામે લગામ કસવામાં આવે તે માટે એસઓજી દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સરાહનીય છે. અગાઉ પણ એસઓજી દ્વારા અનેક નશાકારક તત્વોની હેરફેર કરનારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી ચુકી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પોલીસ કર્મીઓ દ્વારા લારીધારકને માર મારવા મામલે તપાસ તેજ

Tags :
Advertisement

.