Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ગાંજાના વાવેતર સાથે એક ઝબ્બે

VADODARA : વડોદરા જિલ્લા એસઓજી (VADODARA RURAL SOG) દ્વારા ખેતરમાંથી ગાંજાનું વાવેતર પકડી પાડવામાં આવ્યું છે. બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં એસઓજીની ટીમને 11 લીલા ગાંજાના છોડ મળી આવ્યા છે. આ સાથે જ ગાંજાનું વાવેતર કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી...
vadodara   ગાંજાના વાવેતર સાથે એક ઝબ્બે

VADODARA : વડોદરા જિલ્લા એસઓજી (VADODARA RURAL SOG) દ્વારા ખેતરમાંથી ગાંજાનું વાવેતર પકડી પાડવામાં આવ્યું છે. બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં એસઓજીની ટીમને 11 લીલા ગાંજાના છોડ મળી આવ્યા છે. આ સાથે જ ગાંજાનું વાવેતર કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અને તેની સામે વડું પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ નોંધાયા બાદ આ મામલાની વધુ તપાસ પાદરાના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આગળ ધપાવવામાં આવી રહી છે.

Advertisement

ટીમ વડુ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી

હોળી ધૂળેટીના તહેવારોને લઇને વડોદરા ગ્રામ્ય એસઓજી દ્વારા પરીણામલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગ્રામ્ય એસઓજીની ટીમ વડુ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી કે, સામંતભાઇ શિવાભાઇ પરમાર (રહે. તીથોર, ડાયા મુખીવાળુ ફળિયુ, પાદરા) દ્વારા ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું છે. અને તે પોતે તેનું વેચાણ અને સેવન પણ કરી રહ્યો છે. જેના આધારે એસઓજીની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. રેડમાં એસઓજીની ટીમને ખેતરમાં વાવેલા ગાંજાના 11 છોડ મળી આવ્યા હતા.

4.7 કિલો ગાંજાના છોડ મળી આવ્યા

સમગ્ર કાર્યવાહીમાં એસઓજી પોલીસે સામંતભાઇ શિવાભાઇ પરમાર (રહે. તીથોર, ડાયા મુખીવાળુ ફળિયુ, પાદરા) ની ધરપકડ કરી છે. અને તેની સામે વડું પોલીસ મથકમાં એનડીપીએસના એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કાર્યાહીમાં પોલીસને 4.7 કિલો ગાંજાના છોડ મળી આવ્યા છે. જેની કિંમત રૂ. 47 હજાર જેટલી થવા પામે છે. ઉપરોક્ત મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આગળની વધુ તપાસ પાદરાના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આગળ વધારવામાં આવી છે.

Advertisement

પોલીસની લોકચાહનામાં દિવસેને દિવસે વધારો

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેરમાં જ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાંથી ચાલાકીથી છુપાડવામાં આવેલા પોશડોડાના જથ્થાને પકડી પાડવામાં આવ્યો હતો. એક પછી એક નશાનો વેપલો કરનારાઓ પર પોલીસની કાર્યવાહીને પગલે ખોટું કરનારાઓમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે. તો બીજી તરફ પોલીસની લોકચાહનામાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો --  VADODARA : એક જ દિવસમાં ખેડૂતોને જમીન સંપાદનના રૂ. 22 કરોડ ચૂકવાયા

Advertisement

Tags :
Advertisement

.