Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vadodara Republic Day: જિલ્લા અધિકારી અને જાહેર જનતા સાથે ગણતંત્ર દિવસની ઉજવણી

Vadodara Republic Day: વડોદરાના શિનોરમાં જિલ્લાકક્ષાએ 75 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ હતી. શિનોરની એક હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આયોજીત કાર્યક્રમમાં કલેક્ટર અતુલ ગોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપી તેમણે શૌર્યભરી ઉજવણીમાં વિશેષ હાજરી આપી હતી. તે ઉપરાંત ધ્વજવંદન...
06:35 PM Jan 26, 2024 IST | Aviraj Bagda
Celebrating Republic Day with District Officer and Public

Vadodara Republic Day: વડોદરાના શિનોરમાં જિલ્લાકક્ષાએ 75 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ હતી. શિનોરની એક હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આયોજીત કાર્યક્રમમાં કલેક્ટર અતુલ ગોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપી તેમણે શૌર્યભરી ઉજવણીમાં વિશેષ હાજરી આપી હતી.

તે ઉપરાંત ધ્વજવંદન બાદ કલેક્ટરે પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. આ દરમિયાન કલેક્ટરે હાજર લોકોનું અભિવાદન પણ સ્વીકાર્યું હતું. આ પ્રસંગે કલેકટરે શિનોર તાલુકાના સર્વાંગી વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક તાલુકા પંચાયતના પ્રમુખને અર્પણ કર્યો હતો.

ગણતંત્ર દિવસ પર વડોદરા કલેક્ટરે કાર્યક્રમમાં આપ્યું સંબોધન

Vadodara Republic Day

પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવતા કલેક્ટર ગોરે કહ્યું કે, આજે જ્યારે દેશ વિકસિત બનવાની દિશામાં સતત આગળ વધી રહ્યો છે. ત્યારે, વડોદરા જિલ્લાએ વિકસિત થઈને વિકસિત ગુજરાતનું એન્જિન બનવાનો સુવર્ણ અવસર આવ્યો છે. દેશને આઝાદી અપાવનાર સર્વ શહીદોનાં ચરણોમાં તેઓ નતમસ્તક થવાની સાથે બંધારણનાં ઘડવૈયા એવા ડો.બાબાસાહેબ આંબેડકરને તેમણે હ્રદયપૂર્વક વંદન કર્યા હતા.

તો તેમણે વધુમાં કહ્યું હતું કે, વડોદરા જિલ્લામાં સ્વચ્છ ભારત અભિયાન, મારી માટી-મારો દેશ, ‘વાઇબ્રન્ટ વડોદરા- વાઈબ્રન્ટ ગુજરાત’ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સફળ આયોજન દ્વારા વડોદરા અને ગુજરાતના ઔદ્યોગિક ફલકમાં નવતર આયામો સર્જ્યા છે.

શૈક્ષણિક ક્ષેત્રે વડોદરાએ હાંસલ કરી સિદ્ધિ

Vadodara Republic Day

જ્ઞાન સંગમ પ્રોજેક્ટ, શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ, બેટી બચાવો-બેટી પઢાવો જેવા અભિયાનો અને ઝૂંબેશના હકારાત્મક પરિણામોના કારણે આજે વડોદરા જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો ઝીરો સુધી પહોંચી ગયો છે. તેમણે ૮૦ કિશોરીઓની શાળા વાપસીનો પણ ઉલ્લેખ કર્યો હતો. જિલ્લાના સાત હજાર બાળકોને આયુર્વેદિક પદ્ધતિથી સુપોષિત કરવા ‘બાળ આરોગ્યમ્ પ્રોજેક્ટ’ની તેમણે વાત કરી હતી.

વડોદરાના ખેડૂતોએ ખેતીમાં અમૂલ્ય યોગદાન

ખેતીને ઝડપથી પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વડોદરા જિલ્લાના ખેડૂતોનો સરકારી યોજનાઓના ૧૦૦ ટકા લાભ સાથે સંપૂર્ણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. આજે જિલ્લામાં ૩૨ હજારથી વધારે ખેડૂતો કુદરતી ખેતી કરી જન-જમીનના સ્વાસ્થ્યની રક્ષા કરી રહ્યા છે. વડોદરા જિલ્લામાં આજની સ્થિતિએ ૧.૮૭ લાખથી વધારે ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લઈ આર્થિક રીતે સમૃદ્ધ થઈ રહ્યા છે.

ત્યારબાદ પોતાના કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર કર્મનિષ્ઠોનું કલેક્ટરે અને અન્ય મહાનુભાવોના હસ્તે પ્રશિસ્ત પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી ‘ગ્રીન ગુજરાત’નો સંદેશ આપ્યો હતો.

અહેવાલ પીન્ટુ પટેલ

આ પણ વાંચો: RepublicDay2024 : કચ્છમાં જવાનોનું સ્વચ્છ અભિયાન, મોરબી-દ્વારકામાં ધ્વજવંદન-સાંસ્કૃતિક કાર્યક્રમ થયા, જુઓ તસવીરો

Tags :
collectorGujaratGujaratFirstNationalRepublic DayShinorVadodaraVadodara Republic Day
Next Article