Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : નજર સામે અડધા કરોડનો માલ-સામાન ફૂંકાઇ ગયો

VADODARA : વડોદરા પાસે આવેલા રતનપુર (RATANPUR - VADODARA) ની પ્લાસ્ટીકના પતરા બનાવતી કંપનીમાં ગત સાંજે ભીષણ આગની (HUGE FIRE) ઘટના સામે આવી હતી. આગ જોતજોતામાં એટલી બધી પ્રસરી કે વેપારીને મોટું નુકશાન થયાની ભીતી સેવાઇ રહી છે. આજે આ...
11:52 AM May 06, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા પાસે આવેલા રતનપુર (RATANPUR - VADODARA) ની પ્લાસ્ટીકના પતરા બનાવતી કંપનીમાં ગત સાંજે ભીષણ આગની (HUGE FIRE) ઘટના સામે આવી હતી. આગ જોતજોતામાં એટલી બધી પ્રસરી કે વેપારીને મોટું નુકશાન થયાની ભીતી સેવાઇ રહી છે. આજે આ મામલાની અકસ્માતે નોંધ કરવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર આગને કારણે વેપારીને અંદાજીત રૂ. 50 લાખ એટલેકે અડધા કરોડનું નુકશાન થવા પામ્યું છે. ઘટના અંગે હાલ વરણામા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જોત જોતામાં આગ પ્રસરી

વડોદરા નજીક ડભોઇ-રતનપુર પાસે જય એસ્ટેટ આવેલું છે. આ એસ્ટેટમાં અલગ અલગ પ્રકારની કંપનીઓના શેડ આવેલા છે. ગત બપોરે ચાર વાગ્યાના અરસામાં પ્લાસ્ટીકના પતરા બનાવતી ધ્રુમિલ ફાઇબર એન્ડ ફેબ્રિકેટર્સ નામની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં જોત જોતામાં આગ પ્રસરી હતી. અને ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાને પગલે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. અને ગણતરીના કલાકોમાં જ સ્થિતી થાળે પાડી દીધી હતી.

તપાસ હાથ ધરવામાં આવી

સમગ્ર ઘટનાને લઇને હીનાબેન મયુરકુમાર પટેલ દ્વારા વરણામા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર, ધ્રુમિલ ફાઇબર એન્ડ ફેબ્રિકેટર્સનામની કંપનીમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગમાં કંપનીમાં રહેલ ફાઇબર શીટ, ફાઇબર શીટનો કાચો માલ, ટ્રેડીંગનું ફિનીશ ગુડ્સ મટીરીયલ, લોખંડના પતરા, કંપનીનો શેડ, ઓફિસ તથા ફર્નિચર મળીને અંદાજીત રૂ. 50 લાખનું એટલે કે અડધા કરોડનું નુકશાન થયું છે. જે બાદ વલણામા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઇને તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : સ્ટેશન પર પાણીની પરબમાં ફેરિયો લોટ બાંધતો રહ્યો, મુસાફરો કતારમાં

Tags :
CompanycrorefirehalfinlotofRatanpurthisTragedyVadodaravalueworth
Next Article