Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : રાવપુરા મેઇન રોડ પરની 4 દુકાનો ભીષણ આગની ઝપટમાં

VADODARA : વડોદરા (VADODARA) માં આજે વહેલી સવારે રાવપુરા મેઇન રોડ પર આવેલી ચાર દુકાનો ભીષણ આગની ઝટપમાં આવી ગઇ હોવાની ઘટના સામે આવી છે. ઘટના અંગે જાણ થતા જ ફાયરના લાશ્કરોએ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇને આગ પર કાબુ...
vadodara   રાવપુરા મેઇન રોડ પરની 4 દુકાનો ભીષણ આગની ઝપટમાં

VADODARA : વડોદરા (VADODARA) માં આજે વહેલી સવારે રાવપુરા મેઇન રોડ પર આવેલી ચાર દુકાનો ભીષણ આગની ઝટપમાં આવી ગઇ હોવાની ઘટના સામે આવી છે. ઘટના અંગે જાણ થતા જ ફાયરના લાશ્કરોએ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇને આગ પર કાબુ મેળવ્યો છે. આગ એટલી ભીષણ હતી કે મેજર કોલ જાહેર કરવો પડે તેવી સ્થિતી સર્જાઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ભારે જહેમત બાદ ફાયરના લાશ્કરોએ આગ પર કાબુ મેળવી લીધો છે. રાવપુરા મેઇન રોડ શહેરના અતિ વ્યસ્ત રહેતા વિસ્તારોમાંથી એક છે. વહેલી સવારે ઘટના ઘટી હોવાથી મોટી નાસભાગ મચી ન્હતી. જો સવારે પીક અવર્સ સમયે આગ દુર્ઘટના સર્જાઇ હોત તો મુશ્કેલી વધી જાત.

Advertisement

લપટો દુર દુરથી જોઇ શકાતી

વડોદરા શહેરના અતિ વ્યસ્ત ગણાતા વિસ્તારો પૈકી એક રાવપુરા છે. અહિંયા દુકાનો આવેલી છે, અને મુખ્ય માર્ગ વાહનોથી સતત વ્યસ્ત રહે છે. રાવપુરા ટાવર પાસે આવેલી દુકાનો આજે સવારે ભીષણ આગની ઝપટમાં આવી ગઇ હોવાની ઘટના સામે આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ આગ મેડિકલ સ્ટોરમાં લાગી હતી. જે પ્રસરતા તેની ઝપટમાં અન્ય ત્રણ દુકાનો આવી ગઇ હતી. આગ એટલી ભીષણ હતી કે, તેની લપટો દુર દુરથી જોઇ શકાતી હતી. આગ અકસ્માત અંગે જાણ થતા જ ફાયરના લાશ્કરો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા વિજ કંપનીનો સ્ટાફ અને પોલીસ જવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ગત રાત્રે તાંદલજામાં આગ

આખરે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. આ સ્થિતી વહેલી સવારે સર્જાતા ત્વરીત કામ શક્ય બન્યું હતું. જો પીક અવર્સ દરમિયાન આ ઘટના ઘટી હોત તો મુશ્કેલી વધી જવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. તો બીજી તરફ ગત રાત્રે શહેરના તાંદલજા વિસ્તારમાં સફા કોમ્પલેક્ષમાં આવેલ એક ધાર્મિક પુસ્તકની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં પણ મોટું નુકશાન પહોંચ્યું હોવાનો અંદાજ છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પ્રાકૃતિક ખેતપેદાશો સીધા ગ્રાહકોને વેચી મોટી આવક મેળવતા ખેડૂત

Advertisement
Tags :
Advertisement

.