Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : હીટવેવને લઇ લોકજાગૃતિ માટે પબ્લિક એનાઉન્સમેન્ટનો સહારો

VADODARA : વડોદરામાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. તેવામાં હીટવેવ, તેના લક્ષણો અને તેનાથી બચવાનો ઉપાયો અંગે લોકોને જાગૃત કરવા માટે પાલિકા તંત્ર દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો સહારો લેવામાં આવ્યો છે. જેમાં રીક્ષામાં ઉપર બંને બાજુ સ્પીકરના ભુંગળામાં હીટવેવ...
vadodara   હીટવેવને લઇ લોકજાગૃતિ માટે પબ્લિક એનાઉન્સમેન્ટનો સહારો

VADODARA : વડોદરામાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. તેવામાં હીટવેવ, તેના લક્ષણો અને તેનાથી બચવાનો ઉપાયો અંગે લોકોને જાગૃત કરવા માટે પાલિકા તંત્ર દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો સહારો લેવામાં આવ્યો છે. જેમાં રીક્ષામાં ઉપર બંને બાજુ સ્પીકરના ભુંગળામાં હીટવેવ સંબંધિત માહિતી આપવામાં આવી રહી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં આ રીક્ષા ફરશે, અને લોકોને હીટવેવને લઇને જાગૃત કરશે

Advertisement

સ્પીકરના બે ભુંગળા મુકવામાં આવ્યા

વડોદરા સહિત રાજ્યભરમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. આ ગરમીમાં જો ધ્યાન રાખવામાં ન આવે તો જીવલેણ સાબિત થઇ શકે છે. તેવામાં હીટવેવ, તેના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયોને લઇને લોકોને જાગૃત કરવા માટે પાલિકા તંત્ર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. પાલિકા તંત્ર દ્વારા આજે શહેરના અલગ અળગ વિસ્તારોમાં રીક્ષા ફરતી કરવામાં આવી છે. આ રીક્ષાના ઉપરના ભાગે સ્પીકરના બે ભુંગળા મુકવામાં આવ્યા છે. જેમાં સતત હીટવેવ, હીટ સ્ટ્રોક, લૂ લાગવા સહિતની માહિતી આપવામાં આવી રહી છે.

Advertisement

મોડું કેમ કરવામાં આવ્યું

સાથે જ કયા લક્ષણો જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવા તે અંગેની પણ જાણકારી આપવામાં આવી રહી છે. આમ, લોકોની વચ્ચે જઇને જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ સરાહનીય છે. તો બીજી તરફ વડોદરામાં હીટવેવની સ્થિતી છેલ્લા કેટલાય દિવસોથી છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ પ્રયોગ કરવા માટે મોડું કેમ કરવામાં આવ્યું તેને લઇને લોકચર્ચાઓ જોવા મળી રહી છે. જો પાલિકા તંત્ર દ્વારા આ પ્રયાસ શરૂઆતના દિવસોથી જ હાથ ધરવામાં આવ્યો હોત તો અનેક લોકોને હીટ વેવ, હીટ સ્ટ્રોક તથા લૂ સામે મદદ મળી શકી હોત, તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

સરકાર પણ ચિંતિત

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગરમીની સ્થિતીને લઇને સરકાર પણ ચિંતિત છે. અને સ્થિતીને પહોંચી વળવા માટે દિશા-નિર્દેશ આપતી રહે છે. સાથે જ નિયમીત સમીક્ષા પણ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પાણીજન્ય રોગોએ માથુ ઉંચક્યું, જાણો તબિબની સલાહ

Tags :
Advertisement

.