Vadodara : પોલીસે નાના આરોપીને બતાવીને માન્યો સંતોષ, મોટા માથાં...
Vadodara : વડોદરા (Vadodara) પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, વડોદરાના હરણી મોટનાથ લેક ઝોન ખાતે દુઃખદ બનાવ બન્યો છે. જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા છે. અમે આ ઘટનામાં ગઈકાલે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આ ઘટનામાં તપાસ કર્યા બાદ જાણવા મળ્યું છે કે કંપનીના 15 લોકો વચ્ચે પાર્ટનરશિપ છે. પાર્ટનરોએ ટકાવારી પ્રમાણે શેર વહેંચી લીધા છે. આ ઘટના બાદ કંપનીના ત્રણ ડાયરેકટરોની પોલીસે ધરપકડ કરી લીધી છે, આ સાથે કુલ 6 આરોપીની ધરપકડ કરી છે. શું નાના આરોપીને બતાવીને પોલીસે સંતોષ માન્યો છે સાહેબ , મોટા આરોપીને કેમ જેલભેગા કરતાં નથી શું નિર્દોષના મોત માટે જવાબદારોને ના છોડતા.
ગુનો દાખલ કરી ધરપકડ કરી
ત્યારે આ ઘટનામાં જે દોષિત હતા. તે તમામ લોકો વિરૂદ્ધ આઈપીસી કલમ 304, 308, 114 તેમજ 337 તેમજ 338 જે ખૂબ જ ગંભીર ગુનાની કલમો છે. જે એમના ઉપર દાખલ કરવામાં આવેલ છે. ગત રોજ લેક ઝોનનાં મેનેજર, બોટ ચલાવનાર તેમજ બોટ સેફ્ટી માટે જે હોય છે તે તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
તપાસ માટે SIT ની રચના કરવામાં આવી
કંપનીન 15 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે સમગ્ર તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. જેમાં એડીશનલ સીપી મનોજ નિનામા, બે ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ તેમજ લોકલ પીઆઈ સાથે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે, એક આરોપીનું મૃત્યુ થયું છે તે માહિતી મળી છે જેની પોલીસ ખરાઈ કરી રહી છે. આરોપીના સરનામા બદલાયા છે જે મામલે અમે નવા સરનામા મેળવી લીધા છે. તપાસ યોગ્ય રીતે ચાલી રહી છે. તપાસ ACP ક્રાઈમ રાઠોડને સોંપાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 11 લોકોની અંતિમવિધિ પૂરી થઈ છે, જ્યારે, 3 લોકોના મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. આરોપીની પકડી પૂછપરછ કરી તપાસ કરી રહ્યા છે. તપાસ બાદ વધુ આરોપીઓ સામે આવશે. જાણવા મળ્યું છે કે કંપની બની તેમાં શરૂઆતમાં 4 ડાયરેક્ટરો હતા, જેમાંથી બે નીકળી ગયા, બાદમાં બીજા નવા પાર્ટનર ઉમેરાયા હતા.
આ પણ વાંચો - Vadodara : ‘હરણી હત્યાકાંડ’ ને લઈ બાર એસો. એ લીધો મોટો નિર્ણય, સાથે જ કરી આ માગ!